________________
૨૨
ધર્મસંગ્રહ ગુરુ ભાવે સારોદ્ધાર ગા. ૬૫
૨- ચતુર્વિશતિસ્તવ= નામ કીર્તન પૂર્વક ચોવીશે ભગવાનના ગુણોની કાઉસ્સગ દ્વારા ચિંતનથી, કે પ્રગટ ઉચ્ચારથી, સ્તુતિ કરાય, તે લેગસ્સ સૂત્રનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે.
૩- વંદન= વંદનીય ધર્માચાર્યને પચીસ આવશ્યકથી વિશુદ્ધ, બત્રીસ દેવ રહિત, વિધિથી વદન કરવું, તે પણ પૂર્વે કહ્યું છે.
૪- પ્રતિક્રમણ = પાછા ફરવું, અર્થાત્ શુભમાંથી અશુભવ્યાપારમાં ગયેલા આત્માનું પુનઃ શુભમાં, અથવા ક્ષાપશમિક ભાવમાંથી ઔદયિકભાવને વશ થયેલા આત્માનું પુનઃ ક્ષાપશમિક ભાવમાં પાછા ફરવું તે પ્રતિક્રમણ, અથવા “પ્રતિ પ્રતિ મણું' એટલે વાર વાર શુભગ તરફ જવું તે પ્રતિક્રમણ. આ પ્રતિક્રમણ ત્રણે કાળનાં પાપનું જાણવું, જો કે શાસ્ત્રમાં પ્રતિક્રમણ ભૂતકાળનાં પાપનું કહ્યું છે, વર્તમાન પાપને સંવર અને ભવિષ્યનાં પાપનું તે પચ્ચખાણ કહ્યું છે, તે પણ અહીં સામાન્યથી “અશુભગોથી નિવૃત્તિ તે પ્રતિક્રમણ” એ અર્થ કરવાથી ત્રણે કાળનાં પાપનું પ્રતિક્રમણ જાણવું. આવશ્યક નિર્યુક્તિમાં તે મિથ્યાત્વનું, અવિરતિનું, કષાનું અને મેંગેનું પ્રતિક્રમણ, એમ કર્મબંધના ચારે હેતુઓનું પ્રતિક્રમણ કર્યું છે. તેથી ત્રણે કાળના પાપનું તે થઈ શકે.
પ્રતિક્રમણને આ અર્થ વ્યુત્પત્તિ રૂપે કહ્યો, રૂઢિથી તે કેક સ્થળે ચોથું આવશ્યક અને કોઈક સ્થળે છએ આવશ્યકને પ્રતિક્રમણ કહેલું છે. અહીં જે અર્થ કહેવાનું છે તે છે આવશ્યકરૂપ પ્રતિક્રમણને સમજવે.
આ પ્રતિક્રમણના દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને વાર્ષિક એમ પાંચ પ્રકારે છે, તેમાં દિવસને અંતે કરાય તે “દવસિક” તેને સમય ઉત્સર્ગ માગે તે યતિદિનચર્યામાં અડધા સૂર્ય બૂડેલો દેખાય તે અસ્ત સમયે પ્રતિક્રમણ સૂત્ર બોલાય, એ રીતે શરૂ કરવાને કાળ સમજે, એમ કહ્યું છે. તથા રાત્રિને અંતે કરાય તે રાત્રિક, તેને સમય પણ પ્રતિક્રમણ પૂર્ણ કરીને સાધુઓ દશ વસ્તુનું પડિલેહણ કરે, ત્યારે સૂર્યોદય થાય એ પ્રમાણે રાવિક પ્રતિક્રમણ શરૂ કરવું, એમ કહ્યું છે. બન્નેને આ કાળ ઉત્સર્ગથી જાણ. અપવાદે તે મધ્યાહ્નથી મધ્યરાત્રી સુધી દેવસિક અને મધ્યરાત્રિથી બીજા દિવસના મધ્યાહ સુધી રાત્રિક પ્રતિક્રમણ કરવાનું યેગશાસ્ત્રની ટીકામાં કહ્યું છે. આવશ્યકની ચૂલિકાના અભિપ્રાયે તે રાઈ પ્રતિક્રમણ સૂર્યોદય પછી પિણ પ્રહર સુધી કરી શકાય અને વ્યવહાર સૂત્રના અભિપ્રાય મધ્યાહૈં સુધી કરી શકાય.
પાક્ષિકાદિ ત્રણ ક્રમશઃ પખવાડીયાને અંતે, ચાર માસને અંતે અને વર્ષને અંતે કરવામાં છે, તેમાં પણ પાક્ષિક ત ચતુર્દશીયે જ કરવાનું છે. જે પુર્ણિમાએ કરવાનું માનીયે તે શાસ્ત્રમાં “ચતુર્દશી અને પાક્ષિક” એમ બેના નામે ઉપવાસ કરવાનું કહેલું હોવાથી છ