________________
૨૪૦
ધર્મ સંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૬૪.
શ્રી ભગવતી સૂત્રમાં પણ શ્રાવકને અભંગ દ્વારવાળા કહ્યા છે. ખૂદ તીર્થકરો પણ વાર્ષિકદાનથી લેકને ઉદ્ધાર કરે છે, એટલું જ નહિ, શ્રી જિનેશ્વરએ અનુકંપાદાનનો નિષેધ કયાંય પણ કર્યો નથી. ઉલટુ શ્રી કેશીગણધરે પ્રદેશને ધર્મ પમાડયા પછી કહ્યું હતું કેહે પ્રદેશી ! તું પહેલાં દયાળુ - પરોપકારી વિગેરે વિશેષણને પામેલ હવે દયા – પરોપકાર વગેરેને છોડીને નિંદાપાત્ર બનીશ નહિ
એમ દાન દીધા પછી પણ શ્રાવક ભોજન પૂર્વે માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી પુત્રવધુ, ગર્ભિણી હોય તે સ્ત્રી તથા બીમારની અને ગાય ભેંસ વગેરે પશુઓની પણ આહારપાણી-ઔષધઘાસ-ચારે વગેરેથી યાચિત સંભાળ કરીને, પરમેષ્ઠિ મહામંત્ર શ્રીનવકારનું સ્મરણ કરીને પિતે કરેલા પચ્ચકખાણ તથા નિયમ વગેરેને સંભારીને, પથ્ય એટલે ધાતુઓ સમ થાય તેવું અભક્ષ્ય અનંતકાયાદિ તજીને લુપતા વિના જમે, એનું વર્ણન પ્રારંભમાં માર્ગાનુસારિતા ગુણોમાં કહી આવ્યા છીએ.
નીતિશાસ્ત્રમાં તે ભજન અંગે કહ્યું છે કે- ગૃહસ્થ હાથ-પગ અને મુખ જોયા વિના, નગ્ન કે મલિન વસ્ત્રો પહેરીને, ડાબા હાથથી કે થાળ પકડ્યા વિના ભોજન ન કરે. એક જ વસ્ત્ર વીંટીને કે અડધા વસ્ત્રથી મસ્તક ઢાંકીને, અપવિત્ર શરીરે કે લોકનિંદા થાય તેમ ન જમે. પગરખાં પહેરીને, વ્યગ્રચિર, આસન વિના, પલંગ (કે ખુરસી, ટેબલ) ઉપર બેસીને, દક્ષિણ કે વિદિશા સન્મુખ બેસીને, સાંકડા મુખે, ઉભા પગે બેસીને, કુતરાં ચંડાળ કે તુચ્છ લેકના દેખતાં, ભાગેલા મલીન કે સાંકડા મુખના ભાજનમાં ન જમે. અશુચિમાં પાકેલું, બાલહત્યાદિ પાપ કરનારાની દષ્ટિએ પડેલું, રજસ્વલા સ્ત્રીએ અડકેલું, પશુઓ કુતરાં કે પક્ષીઓએ સુંઘેલું, અજાણ્યા દેશ-ઘેરથી આવેલું, અજાણ્યું અને પુનઃ ગરમ કરેલું ભોજન ન જમે. જમતાં મુખ બહુ પહોળું કે ચબચબ અવાજ ન કરે.
એમ અવિધિ કહીને હવે વિધિ કહે છે કે- પ્રીતિ પૂર્વક ભોજનનું આમંત્રણ મળ્યું હોય ત્યાં, ઈટદેવના સ્મરણ પૂર્વક, સ્થિર-પહોળા અને મધ્યમ ઊંચા આસને બેસીને જમે સ્નાનાદિથી પવિત્ર થયેલાં માસી-માતા-બહેન કે પત્નીએ સદભાવથી રાંધેલું, પીરસવાનો ક્રમ અને જમાડવાની યુક્તિનાં જાણ માતા વગેરેએ પીરસેલું, યાચક વગેરેની દષ્ટિ ન પડે તેમ બેસીને, મૌન પૂર્વક શરીરને વાંકું કર્યા વિના, જમણી નાસિકા ચાલતી હોય ત્યારે, દષ્ટિદેષના વિકારને ટાળવા પ્રત્યેક વસ્તુને નાકથી સુંઘીને જમે.
તે જન અતિ ખાટું-ખારૂં, અતિગરમ, ઠંડું, અતિ ગહ્યું કે ઘણું શાક વાળું નહિ, પણ મુખને ગમે-રૂચે તેવું જમે, જમ્યા પછી તુર્ત અંગમર્દન, ઝાડ, પેશાબ, ભાર ઉપાડે, બેસી રહેવું, કે સ્નાન વગેરે ન કરે. બેસી રહેવાથી ફાંદપેઠું વધે, ચત્તા સુવાથી બળ અને ડાબે પડખે સુવાથી આયુષ્ય વધે, દેડનારનું મરણ જલદી આવે છે, માટે જમ્યા પછી બે ઘડી જાગતા સૂઈ રહેવું, કે સે ડગલાં ચાલવું.