________________
પ્ર૪. દિનચર્યા–ગૃહસ્થને સુપાત્ર દાન તથા અનુકંપા દાનની કર્તવ્યતા
૨૩૯
શિષ્યો પણ તેના પૂર્વગુરુના જ ગણાય. પણ સારૂપીએ જેને મુંડ્યા ન હોય, માત્ર ધર્મ પમાડે હય, તેને તેની ઈચ્છા હોય ત્યાં સારૂપી સોંપી શકે. અને તે તે આચાર્યના જ ગણાય. આ સારૂપી અંગે મર્યાદા કહી.
સઘળે વેષ છોડી દઈ ગૃહસ્થ થનાર પણ બે પ્રકારના હોય, એક મસ્તકથી મુંડ અને બીજે શિખા (ચેટી) રાખનાર, તે બન્ને પૂર્વગુરુના જ ગણાય, ઉપરાંત વેશ છોડ્યા પછી પણ ત્રણ વર્ષ સુધીમાં તે જેને જેને બેધ પમાડીને મુડે, તે પણ પૂર્વાચાર્યના જ ગણાય. એ દિશાનું એટલે જેને જેના ઉપર જે પ્રમાણે અધિકાર લાગે તેનું સ્વરૂપ જણાવ્યું. એ મર્યાદા પ્રમાણે તુરછ શૈભવવાળા શ્રાવકે જ્યારે બંને સરખી અવસ્થાવાળા સાધુને દાન દેવાને પ્રસંગ આવે ત્યારે દિશાથી નજીક હોય તેને દાન આપવું, એમ સુપાત્ર દાનમાં ઉત્સર્ગ અપવાદનું સ્વરૂપ કહ્યું. સાધુને નિમંત્રણ કરવું, ભિક્ષા આપવી, વગેરે વિશેષ વર્ણન તે પૂર્વે અતિથિસંવિભાગ વ્રતમાં કહ્યું છે. એમ વિધિ પૂર્વક સુપાત્રદાન કરનારને સ્વર્ગનાં અને મનુષ્યભવનાં ઊત્તમ સુખ અને ઉત્તરોત્તર મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે, કહ્યું છે કે અભય, સુપાત્ર, અનુકંપા, ઉચિત અને કીર્તિ, એ પાંચ દાનમાં પહેલાં બે થી મોક્ષ પ્રાપ્તિ અને શેષ ત્રણ દાનથી શ્રેષ્ઠ ભેગો મળે છે.
સુપાત્રનું પણ સ્વરૂપ કહ્યું છે કે સાધુ ઉત્તમ, વ્રતધારી શ્રાવક મધ્યમ અને અવિરતિ સમકિતદષ્ટિ એ જઘન્ય પાત્ર છે. કહ્યું છે કે હજાર મિથ્યાત્વી કરતાં એક વ્રતધારી શ્રાવક, હજાર શ્રાવકો કરતાં એક મહાવ્રતધારી સાધુ. અને હજાર સાધુ કરતાં એક તત્ત્વપરિણતિવાળા ગીતાર્થ શ્રેષ્ઠ છે, એવા ગીતાર્થ એગ દુર્લભ છે, કઈ પુણ્યના બળે જ મળે.
એમ સાધુ-સાધ્વીનો યોગ હોય તે વિવેકી શ્રાવકે અવશ્ય સુપાત્રદાન કરવું, ઉપરાન્ત ભોજન સમયે ઘેર આવેલા સાધમિકાને પણ શક્તિ અનુસાર સાથે જમાડવા, કારણ કે તેઓમાં પણ સુપાત્રતા છે. શ્રી તીર્થંકરદેવે સ્વમુખે કહ્યું છે કે- શાસન પ્રભાવના થાય તેમ સાઘર્મિક વાત્સલ્ય પૂર્ણ ભક્તિથી કરવું, તે મહાફળદાયી છે. એને વિશેષ વિધિ વાર્ષિક કર્તવ્યમાં કહેવાશે.
વળી કમક-ભીખારી વગેરેને પણ ઔચિત્ય દાન આપવું, નિરાશ કરવાથી તેઓને જિનધર્મ પ્રતિ અણગમે થવાથી કર્મબંધ કરે, દાતારનું હૃદય પણ કઠેર-નિર્દય થાય અને કઠોરહદયમાં ધર્મવૃક્ષ ઊગે નહિ. તેથી જ ધર્મનું મૂળ દયા કહી છે. દયાળુ શ્રાવકનાં દ્વાર ભેજના સમયે અભંગ હોય, કારણ શ્રી જિનેશ્વરેએ અનુકંપને કયાંય નિષેધ કર્યો નથી.
ધર્મસંગ્રહ ગાઢ ૮૧૧માં તે કહ્યું છે કે- ભયંકર ભવ સમુદ્રમાં દુઃખથી રીબાતા જીવોને જોઈને શ્રાવક સ્વસંપત્તિ અનુસાર ભેદ ભાવ વિના આહારાદિનું દાન કરી તેઓની દ્રવ્ય દયા કરે અને ધર્મમાં જોડવા રૂપ ભાવદયા પણ કરે.