________________
પ્ર૪. દિનચર્યા-ગૃહસ્થને પિતા પ્રત્યે ઔચિત્ય
૨૩૧
બે વારે જાડા ગરણથી સંખારે સચવાય તેમ જળ ને ગાળવું, અનાજ, ઇંધણાં, શાક-પાનફળ-ફુલ વગેરેમાં ઉપજેલા ની પણ ન કરવી, ખારેક સેપારી વાળ કે ફળો વગેરે જોયા વિના મુખમાં નાખવાં, જળ પીતાં પ્યાલા વિગેરેનો ઉપયોગ ન કરતાં નાળચાથી પીવું, રાંધતાં, ખાંડતાં, દળતાં કે ઘસતાં તે તે પદાર્થોને જીવદયાની દષ્ટિએ જોવાનું અનાદર કરે, મળમૂત્રાદિ કે શ્લેષ્મ, વમન, વગેરે તજવામાં કે પાનનો ગાળ ફેંકવામાં ભૂમિ વગેરેને સમ્યગુ પૂજવા-પ્રમાર્જવા રૂપ જયણા ન કરવી, ધર્મનાં કાર્યોમાં અનાદર અને દેવ, ગુરૂ, સંઘ કે સાધર્મિક પ્રતિ દ્વેષ કરે, વગેરે કાર્યો ધર્મવિરુદ્ધ જાણવાં.
- વળી દેવ, ગુરુ, જ્ઞાન, કે સાધારણ દ્રવ્યને સ્વાર્થે ઉપયોગ કરવો, ધર્મ રહિત-અધર્મીની સેબત કે ધર્મી જનની હાંસી કરવી, કષાયોને ઉદીરવા, ઘણા આરંભવાળી વસ્તુઓને કે પંદર કર્માદાનોને બંધ કરવો, કોટવાળની, પોલિસની કે એવી કુર નેકરી કરવી, વગેરે વિવિધ કાર્યો (અધર્મ રૂપ હેવાથી) ધર્મવિરુદ્ધ સમજીને તેને ત્યાગ કર. એ પાંચેય વિરૂદ્ધ કાર્યોને અવશ્ય તજવાં, એ ગૃહસ્થને વિશેષ ધર્મ છે.
તેમ ઉચિત આચરણ પણ ગૃહસ્થનો વિશેષ ધર્મ છે. તેનાથી નેહવૃદ્ધિ, યશકીર્તિ, વગેરે માટા લાભ થાય છે, હિતોપદેશમાળામાં નવવિધ ઔચિત્ય આ પ્રમાણે કહ્યું છે
૧- પિતાનું ઔચિત્ય – પિતાના શરીરની સેવા સ્વયં. ચાકરની જેમ વિનયપૂર્વક કરવી અને તેમને પડતો બોલ ઝીલવો, તેમાં તેમનું શરીર-મસ્તિક-પગ દબાવવા, ઉઠાડવા, બેસાડવા વગેરે અને તે તે ઋતુમાં પથ્ય આહાર વસ્ત્ર ભેજને વિલેપન આદિ ભકિતપૂર્વક આપવાં, તે કાયઔચિત્ય જાણવું.
કહ્યું છે કે
પિતાની સામે બે હાથ જોડીને નમેલા મસ્તકે ઉભા રહેલે પુત્ર જે શેભાને પામે છે, તેનાથી તેમાં ભાગની પણ શેભા ઊંચા રાજ્યાસને બેઠેલે પુત્ર પામ નથી.
વળી પિતાની આજ્ઞાને આદર પુર્વક તુત “હરિ' કહીને સ્વીકારવી અને શક્ય તેટલી વહેલી તેને સફળ કરવી, તે વચનઔચિત્ય છે. તથા મનથી પિતાની ઈચ્છાને અનુસરે, બુદ્ધિના આઠ ગુણેને આશ્રય કરે, હૃદયના ભાવે નિખાલસ ભાવે જણાવે, તેમની સલાહને ઈચ્છે
અમુક કાર્ય અમુક રીતે કરવું” એમ સ્વયં સમજવા છતાં પિતાની સલાહ મુજબ કરે, દરેક કામમાં તેમની હિતશિક્ષા અને આશીર્વાદને ઈચ્છ. ઠપકો આપે તે પણ ઉપકારી માને અને પિતાના ધાર્મિક અનેરને શક્ય હોય ત્યાં સુધી પુરા કરે, વગેરે પિતા અંગે મનનું ઔચિત્ય જાણવું. માતા અંગે પણ એજ વર્તન કરવું. , ઠાણપંગસૂત્રમાં કહ્યું છે કે- ૧- માતાપિતા, ૨- સ્વામી અને ૩- ધર્માચાર્ય, એ ત્રણેના ઉપકારને બદલે વાળ દુષ્કર છે, બાહ્ય સેવા વગેરે ગમે તેટલું કરે તે પણ