________________
૨૩૦
ધર્મસંગ્રહ ગુરુ ભાવે સારોદ્ધાર ગા. ૬૩
વળી વ્યાપારમાં દેશ-કાળ વગેરેથી વિરુદ્ધ કાર્યો તજવાં, એમ હિતોપદેશમાળામાં કહ્યું છે તેમાં
૧- દેશવિરુદ્ધ= શિષ્ટ (સજજન) પુરુષ જે જે દેશમાં જે જે કાર્યોને અકરણીય માને તેને દેશવિરુધ્ધ માની તજવાં, જેમ કે સૌવિર દેશમાં ખેતી વગેરે ન કરવા અથવા જાતિ-કૂળ વગેરેની અપેક્ષાએ જે અનુચિત હોય, તે ન કરવા જેમકે - બ્રાહ્મણે દારુ પીવે, ઈત્યાદિ પણ દેશવિરુધ્ધ સમજી અવશ્ય તજવાં.
૨- કાળવિરુદ્ધ શિયાળામાં હિમાલય તરફ, ઉન્ડાળામાં મારવાડ તરફ, વર્ષાઋતુમાં દક્ષિણમાં સમુદ્ર નજીક, કે રાત્રીએ જંગલમાં જવું. ફાગણ માસ પછી તલ પીલવા, પીલાવવા કે વર્ષાઋતુમાં ભાજી શાક વગેરે ખરીદ કરવા-કરાવવાં, વગેરે કાળ વિરુધ્ધ હોવાથી તજવાં.
૩- રાજવિરૂધ= રાજાના માનીતાને અનાદર કરે અને વિરોધીને આદર અથવા સબત કરવી, લેભથી વેરી રાજાના રાજ્યમાં જવું, કે ત્યાંથી આવેલાની સાથે વ્યાપારાદિ કરવાં, કમાણીમાંથી રાજાને ભાગ કે દાણ વગેરે નહિ આપવું, ઈત્યાદિ કાર્યોથી રાજા ગુસ્સે થાય, દંડ કરે, ધર્મની અપભ્રાજના થાય, માટે રાજવિરુધ્ધને ત્યાગ કરવો.
૪- લોકવિરૂદ્ધ= કોઈની પણ નિંદા, અને ધર્મગુર્વાદિની નિંદા તે મેટું પાપ છે, આત્મ-લાઘા, સરળ ભદ્રિક જનની હાંસી,ગુણીજન પ્રતિ મત્સર, ઉપકારી પ્રત્યે કૃતજનતા, બહુજન વિરુદ્ધને સંગ, લેકમાન્યની અવજ્ઞા, ધર્મી કે સંબંધીના સંકટ પ્રસંગે તુષ્ટ થવું, છતી શક્તિયે તેને સંકટમાંથી ન બચાવ, સ્વદેશ-ગામ કે કુળ વગેરેના આચાર ન પાળવા, તેથી વિપરીત વર્તવું, સંપત્તિ વય કે અવસ્થાને ન છાજે તેવા અતિઉદ્દભટ વેષ પહેરવા કે આહારદિ કરવાં, કૃપણુતાથી અતિમલિન વેષ, કે દરિદ્ર જેવાં તુચ્છ આહારાદિ કરવાં, ઈત્યાદિ લેકવિરુદ્ધ કાર્યો છે.
કહ્યું છે કે
લેક જ સર્વ સદાચારી અને ધમીજીનો આધાર લેવાથી લક વિરુધ અને ધર્મ વિરુદ્ધ કાર્યો કરવાં નહિ. લક વિરૂધ્ધ પ્રવૃત્તિ તજવાથી લેકેની પ્રીતિ વધે છે અને જનપ્રીતિ એ સમ્યકત્વ પ્રાપ્તિનું બીજ છે, પરનિંદા કે અત્મશ્લાઘાથી નીચ ગોત્રને બંધ થાય, પરિણામે ઉત્તમકુળના અભાવે ધર્મથી દીર્ધકાળ વંચિત રહેવું પડે, માટે કાચાર એ ધર્માચારને પામે છે, એમ સમજી લેકવિરુદ્ધ કાર્યોને તજવાં.
૫- ધર્મવિરૂધ્ધ = ધર્મથી ઉલટી મિથ્યાત્વપષક પ્રવૃત્તિ કરવી, ગાય-ભેંસ-બળદ વગેરે મુંગાં પ્રાણીઓને નિર્દય પણે મારવાં, સખ્ત બાંધવાં, જૂ - માંકડ- કીડી-મકોડા વિગેરેની જયણા દયા ન કરતાં તડકે કે જયાં ત્યાં નિરાધાર મૂકી દેવાં, ઉન્ડાળામાં ત્રણવાર શેષ કાળમાં