________________
પ્ર૦ ૪દિનચર્યા–દાન ધર્મની વિધિ
શ્રી ગૌતમસ્વામિજીના નામનો જાપ, વગેરે કરવું અને નફામાંથી કઈ વસ્તુ કે અમુક રકમ દેવ-ગુરુની સેવામાં કે સાત ક્ષેત્રોમાં વાપરવાના મનોરથો કે પ્રતિજ્ઞા કરવી, કારણ કે લૌકિક
કેત્તર સર્વ કાર્યોની સિદ્ધિ મુખ્યતયા ધર્મથી થાય છે, કહ્યું છે કે- વ્યાપારનું ફળ વૈભવ અને વૈભવનું ફળ સુપાત્ર દાન છે, દાન વિનાનો વ્યાપાર અને વૈભવ બન્ને નિષ્ફળ છે.
એ રીતે વ્યવહાર શુદ્ધિથી મેળવેલી રિદ્ધિ ધર્મરિદ્ધિ બને છે, અન્યથા ગરિદ્ધિ અને પાપ રિદ્ધિ બને છે. કહ્યું છે કે- ધર્મમાં વપરાય તે ધર્મઋદ્ધિ, શરીર કે ભેગમાં ખર્ચાય તે ભોગ ઋદ્ધિ અને જેનાથી દાન કે ભગ એકેય ન થાય તે કૃપણની પાપ ઋદ્ધિ જાણવી.
માટે દેવપૂજા, દાન, વગેરે નિત્યકર્મ અને સંઘ પૂજા, સાધર્મિક ભક્તિ, તીર્થયાત્રાદિ વાર્ષિક કર્મમાં ખર્ચીને ઋદ્ધિને ધર્મ ઋદ્ધિ બનાવવી. જે દરરોજ પુણ્યકાર્યો કરતો હોય તેનાં જ પ્રસંગ પ્રાપ્ત વિશેષ પુણ્યકાર્યો શેભે છે, નિત્યકાર્યો ન કરે તે વિશિષ્ટ ધર્મકાર્યો કરવા છતાં તે શોભતાં નથી.
કમાણીની ઈચ્છા પણ ભાગ્યાનુસાર કરવી, નહિ તે આર્તધ્યાનાદિથી અશુભકર્મોને બંધ થાય, ખર્ચ પણ આવકને અનુસારે કરે, કહ્યું છે કે મધ્યમ આવકવાળાએ કમાણીને ચેથાભાગ સંગ્રહ કરે, ચોથે ભાગ વ્યાપારમાં કવો, ભાગ ધર્મ અને ઘરખર્ચમાં વાપર અને ભાગ પોતાના આશ્રિતોને આપે. અધિક આવક હોય તો અડધી કમાણી ધર્મમાં અને અડધીથી આ લેકનાં સર્વ કાર્યો કરકસરથી કરવાં.
ધન ન્યાયપાર્જિત અને વ્યય સુપાત્રમાં એ પહેલે ભાગે શ્રી શાલિભદ્ર વગેરેની જેમ પુણ્યાનુબંધી પુણ્યનું અને ન્યાયપાર્જિત ધન અને જે તે પાત્રમાં વ્યય એ બીજે ભાગે પાપાનુબંધી પુણ્યનું કારણ બને છે. અન્યાયપાર્જિત ધનને સુપાત્રમાં વ્યય, એ ત્રીજે ભાગે મોટા આરંભ કરનારા કે રાજા વગેરેમાં ઘટે (પરિણામોનુસાર ફલ આપે.) અને અન્યાપાર્જિત ધનને પાત્રમાં વ્યય, આ ભાંગે તે વિવેકીએ તજવા ગ્ય છે, માટે અર્થોપાર્જનમાં ન્યાયનું પાલન કરવું તે આ ભવ-પરભવમાં હિતકારી છે,
શ્રાદ્ધદિનકૃત્યમાં તે વ્યવહાર શુદ્ધિને જીવનના પાયા તુલ્ય કહી છે. વ્યવહાર શુદ્ધિથી ધનશુદ્ધિ, ધનશુદ્ધિથી આહાર શુદ્ધિ, આહાર શુદ્ધિથી દેહ શુદ્ધિ, દેહશુધ્ધિથી ધર્મની એગ્યતા અને મેગ્યતાથી કરેલાં સર્વ કાર્યો સફળ થાય છે. એથી વિરુધ્ધ અનીતિથી ધર્મની નિંદા થાય, નિંદા કરનાર-સાંભળનાર બન્નેને બોધિ દુર્લભ થાય. અને બષિ દુર્લભતા તે ધર્મને અધર્મ મનાવી સંસારમાં રખડાવે. એવું આગમવચન હવાથી વિચક્ષણ પુરુષે વ્યવહારશુકિધ અવશ્ય સાચવવી જોઈએ.