________________
૮
ધમસંગ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા. ૬૩
થાય છે. તેનાથી પુણ્યાનુબંધી પુણ્યને બંધ થતાં અલ્પ પ્રયત્ન ઘણી લકમી મળે છે, જીવન અલ્પજરૂરી આતવાળું બનવાથી આજીવિકાનું કષ્ટ ટળી જાય છે અને એથી ધર્મમાં ચિત્તની સ્થિરતા વગેરે વિવિધ લાભ થાય છે, કેઈની ખોવાયેલી વસ્તુ પણ “અમુકની છે? એમ જાણવા છતાં લેવી નહિ.
તેલાં-માપાં છેટાં રાખવાં નહિ, જૂનાધિક તળવું નહિ, સારી-નરસી વસ્તુ ભેળ-સંભળ કરવી નહિ, અનુચિત વ્યાજ લેવું, લાંચ રૂશ્વત આપવી કે લેવી, બેટે કર લે, બેટાં કે થસાએલાં નાણાં કપટથી સારા તરીકે ખપાવવાં, કરેલું સાટું ના કબૂલ કરવું, બીજાના ગ્રાહકોને ભરમાવવા, કાપડ, ઝવેરાત, વગેરેની અંધકારમાં દીપક વગેરેથી પરખ કરાવી વેચાણ કરવું, સારો નમુને બતાવીને વસ્તુ હલકી આપવી, અક્ષર-શાહી-લેખ–વગેરે બદલવા, ઈત્યાદિ ઠગાઈ વ્યાપારમાં કરવી નહિ. કહ્યું છે કે જેઓ વિવિધ કપટથી બીજાઓને ઠગે છે તેઓ ખરેખર પિતાના આત્માને ઠગે છે. વળી સ્વામી, મિત્ર, વિશ્વસ્ત, દેવ, ગુરૂ, વૃદ્ધ, બાળ, વગેરેને દ્રોહ કે કોઈની થાપણ ઓળવવી વિગેરે પાપ તે હત્યા કરવા તુલ્ય હોવાથી સર્વથા તજવાં.
ગુપ્ત અને પ્રગટ, એમ પાપના બે પ્રકારે છે, ગુપ્ત પણ ન્હાનું અને મોટું એમ બે પ્રકારે છે, તેમાં બેટાં તેલ-માપાં વગેરે રાખવાં તે ગુપ્ત ન્હાનું અને વિશ્વાસઘાત વગેરે ગુપ્ત મોટું પાપ છે. પ્રગટના પણ કુલાચાર રૂપે અને નિર્લજજપણે કરેલું એમ બે પ્રકારો છે, તેમાં ગૃહસ્થ આરંભાદિ કરે કે શ્લેષ્ઠ હિંસાદિ કરે, તે પ્રગટ કુલાચાર રૂપ છે અને સાધુ વગેરે દે સેવે તે પ્રગટ નિર્લજજતારૂપ છે. આ નિર્લજજતાથી કરેલાં પાપ શાસનની અપભ્રાજનાદિ કરાવીને સંસારમાં અનંત કાળ પણ પરિભ્રમણ કરાવે છે. કુલાચારનાં પ્રગટ પાપથી કર્મબંધ થાય, પણ અલ્પ થાય છે, અને ગુપ્ત પાપ તે અસત્યરૂપ હોવાથી તેનાથી કર્મબંધ અતિઆકરે થાય છે, કારણ કે અસત્યરૂપ પાપને ભેગશાસ્ત્ર ટીકામાં સર્વ પાપના સમૂહ કરતાં પણ અધિક કહ્યું છે.
વળી જેની સાથે પ્રીતિ હોય તે સંબંધીઓ, મિત્ર, વગેરેની સાથે લેણ-દેણાને વ્યવહાર કદાપિ નહિ કરે, થાપણ પણ સાક્ષી વિના તેમને ત્યાં નહિ મૂકવી અને તેઓની મારફત બીજાને ધન મોકલવું પણ નહિ, કારણ કે ધન રળવામાં અને સાચવવામાં બીજાનો વિશ્વાસ કરે ઉચિત નથી.
- જેમ તેમ સેગન ખાવા” વગેરે પણ ઉચિત નથી, તેમાં પણ દેવ ગુરુ કે ધર્મના સેગન તે કદી નહિ ખાવા, બને ત્યાં સુધી કોઈની લેવડ-દેવડમાં સાક્ષી પણ નહિ થવું, કારણ કે ધનને સંબંધ વેર-વિરોધનું મૂળ છે. વળી સામુદાયિક ખરીદ-વેચાણ કરતાં, કે વ્યાપારમાં વિના ટળે અને ઈચ્છિત લાભ મળે વગેરે ઉદેશથી પ્રારંભમાં મહામંત્રનું સ્મરણ,