________________
૨૩ર
ધસંગ્રહ ગુરુ ભાવ સારધ્ધાર ગા. ૬૩
તે દુપ્રતિકાર્ય છે, માત્ર વીતરાગના ધર્મથી તેઓ ખસી જાય ત્યારે પુનઃ તેમને ધર્મમાં સ્થિર કરવાથી (જેડવાથી) જ તેમના ઉપકારનું ઋણ વળે છે.
૨- માતા અંગે ઔચિત્ય- માતા પ્રત્યે પિતા કરતાં પણ અધિક સદભાવથી વર્તવું, કારણ કે સ્ત્રીસ્વભાવે જ તે પરાભવ સહી શકતી નથી, કહ્યું પણ છે કે- ઉપાધ્યાય કરતાં આચાર્યનું દશ ગુણું, તેનાથી પિતાનું સગુણું અને પિતાથી માતાનું હજારગુણું ગૌરવ (મહત્ત્વ) છે.
૩- ભાઈઓનું ઔચિત્ય- સર્વ ભાઈઓને પિતાની તુલ્ય અને મોટાભાઈને પિતાતુલ્ય જાણ. નાના ભાઈઓનું પણ દરેક કાર્યોમાં બહુમાન કરવું, તેમનાથી હૃદય છૂપાવવું નહિ, અંતરની વાત કહેવી અને પુછવી, તથા સારા વેપાર-વ્યવહારમાં જોડવા, કોઈવાર સંકટમાં નિભાવ કરવા તેમનાથી ધન છૂપાવવું પડે, તે પણ દ્રોહ બુદ્ધિથી છૂપાવવું નહિ, કુસંગતથી બચાવવા માટે, સદભાવથી ધીમે ધીમે સમજાવવા, ન માને તે મિત્રો દ્વારા ગુપ્ત ઠપકે અપાવે, સ્વજન સંબંધીઓ દ્વારા હિતશિક્ષા અપાવવી અને જાતે પણ હાર્દિક નેહ અખંડ રાખીને બહારથી ગુસ્સે બતાવ, એમ કરતાં સન્માર્ગે આવે તે નિશ્ચલ રનેહથી બેલાવવા સંભાળવા, અને કુસંગ ના છેડે તે પણ તેની તેવી પ્રકૃતિ માની ઉપેક્ષા કરવી, કારણ કે સખ્તાઈ કરવાથી શત્રુ થઈ જવાને સંભવ રહે, વળી વિનીત કે અવિનીત પણ ભાઈનાં સ્ત્રીપુત્રાદિ પ્રત્યે તે વસ્તુ દેવા લેવામાં ભેદ રાખ નહિ, પિતાના પરિવાર તુલ્ય વ્યવહાર કરે, અને સાવકી માતાના પુત્ર પ્રત્યે તે સગાભાઈથી પણ અધિક ઔચિત્ય કરવું, કારણ કે તેની સાથે રાખેલું અંતર જાહેર થતાં જ ચિત્ત તૂટે, અપ્રીતિ થાય અને લેકમાં પણ અપકીર્તિ થાય, વિગેરે ભાઈઓ અંગે ઔચિત્ય જાણવું.
બીજા પણ માતાતુલ્ય પિતાતુલ્ય કે ભાઈતુલ્ય મનાતાં સ્ત્રી-પુરુષ સાથે એ જ પ્રમાણે યથાયોગ્ય ઔચિત્ય કરવું, કહ્યું છે કે- પિતા, વિશિષ્ટ ઉપકારી, વિદ્યાદાતા ગુરુ, અન્નદાતા સ્વામી, અને પ્રાણ દાતા, એ પાંચ પિતા છે, રાજપની, ગુરુપત્ની, સાસુ, જનેતા અને સાવકીમાતા, એ પાંચ માતાઓ છે, અને સગી માતાનો પુત્ર, સહાધ્યાયી, મિત્ર, રોગમાં સહાયક અને માર્ગે જતાં વાતને વિસામે આપનાર, એ પાંચને ભાઈ સમજવા.
તાત્પર્ય કે તેઓની સાથે પણ સગી માતા-પિતા અને ભાઈ તુલ્ય વર્તવું. ભાઈઓનું પરસ્પર મુખ્ય કર્તવ્ય તે ધર્મથી સદાતાને ધર્મમાં જેડ, અધર્મથી રોક, વગેરે છે. કારણ કે પ્રમાદરૂપ અગ્નિથી બળતા સંસાર રૂપી ઘરમાં મોહ નિદ્રામાં ઊંઘેલાને જગાડે એ જ પરમબંધુ છે, મિત્રોની સાથે પણ સગા ભાઈની જેમ વર્તવું.
૪-પત્ની પ્રત્યે ઔચિત્ય- પત્નીને પ્રેમથી બોલાવવી, ઉચિત બહુમાન કરવું, વગેરે તેને સદ્દભાવ વધે તેમ વર્તવું. વડિલ વગેરેની સેવામાં જોડવી, વસ્ત્રાલંકારાદિ ઉચિત