________________
પ્ર૦ ૪ દિનચર્યા-જિનમંદિરમાં ક્યાં સુધી રહેવાય.
૨૨૫
તપ, વિનય વગેરે ગુણે જેટલા હોય તેટલા પ્રમાણમાં તેઓને તેમના ગુણને) પુજવા,
હવે મૂળ-ઉત્તર ગુણથી દષિતને કારણે વન્દનાદિ કરવું પડે તે કેવી રીતે કરવું ? તે અંગે બૃહત્કલ્પ ભાષ્ય ગા. ૪૫૪૫માં કહ્યું છે કે- તે સ્થડિલ ભૂમિ આદિ રસ્તે જતાં આવતાં મળે તે “આપને કેમ છે? વંદન કરું છું” વગેરે વચન વ્યવહાર કરે. અને તેઓ ઊગ્રપ્રકૃતિવાળા હોય તે બે હાથે અંજલી પણ કરવી, પ્રભાવશાળી હોય તે મસ્તક પણ નમાવવું અને સંઘમાં પ્રતિષ્ઠાવાળા હોય તે પ્રસંગ પ્રમાણે બહારથી ભક્તિભાવ પણ દેખાડે, સુખશાતા પુછવી, થેડે વખત પાસે ઉભા પણ રહેવું, વળી વિશેષ કારણે તે તેના સ્થાને પણ જવું અને પુર્ણ ઔચિત્ય કરવા પુર્વક ભવંદન કે જરૂર જણાય તે સંપુર્ણ વંદન પણ કરવું.
કેવા કારણે એમ કરવું?
તે માટે બ્રહ૪૫ ભાષ્યની ગા૦ ૪૫૫૦ માં કહ્યું છે કે તેમને બ્રહ્મચર્યાદિ ચારિત્ર પર્યાય દીઈ હેય, શિષ્યાદિ પરિવાર ઘણે હેય, વિનયવંત ગુણવાળા સાધુઓને સમુહ તેમને આજ્ઞાવતી હોય, સંઘમાં વ્યક્તિત્વ ધરાવતા હોય, તેથી કુલ-ગણ-સંઘ વગેરેનાં કાર્યો તેમના વિના દુશક્ય હોય, વળી સાધુઓને વિચરવાનાં ક્ષેત્રે તેઓને આધીન હોય, પિતે શિથિલ છતાં દુષ્કાળાદિ પ્રસંગે બીજાઓને સંભાળવાને ગુણ હોય, “સૂત્ર અર્થ અને તદુભય રૂપ” આગમ રહસ્યના જ્ઞાતા હોય, બીજે એ જ્ઞાન દુર્લભ હોય, વગેરે કારણે અભ્યસ્થાનાદિ વિનય, વંદન, વગેરે જેને જેટલું કરવા ગ્યા હોય તેને તેટલું કરવું, જે કારણે પણ આ વિનયાદિ ન કરે તે આરાધક હોય તે પણ તત્ત્વથી શાસનને ભક્ત નહિ, પણ જિનાજ્ઞા પ્રત્યે અનાદરવાળો અને સ્વાર્થ હાનિ કરનારે છે, તેને ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત લાગે છે.
આ વિધિ નિશ્રાકૃત જિનમંદિરે આવેલા ગુરુને વન્દન માટે કહે, પણ કારણ વશ મંદિરે ન આવ્યા હોય તે સ્વશક્તિ-સંપત્તિ પ્રમાણે સારા આડંબર પુર્વક તેઓના ઉપાશ્રય જઈને પણ વન્દનાદિ સર્વ વિનય કરે.
પછી મૂળ ગાથાના ઉત્તરાદ્ધમાં જણાવ્યા પ્રમાણે રાજા રાજસભામાં, મંત્રી ન્યાયમંદિરમાં અને વ્યાપારી બજાર વગેરે પિતાને સ્થાને જઈને સ્વીકારેલા વ્રત-નિયમાદિને બાધા ન પહોંચે તેમ ન્યાય-નીતિ અને વ્યવહાર શુદ્ધિને સાચવીને ધન ઉપાર્જન કરે.
જિનમંદિરમાં નિષ્કારણ અધિક કાવાથી દેષ લાગે. એ વિષયમાં સાધુને અગે વ્યવહાર ભાષ્યમાં કહ્યું છે કે- સાધુનું શરીર અને વસ્ત્રો મલમલિન હોય, સ્નાન કર્યું ન હોય, નિશ્વાસ અને અપાનવાયુ પણ ચાલુ હોય વગેરે કારણે સાધુઓ મદિરમાં અધિક રેકાય નહિ. જે સાધુને પણ આ રીતે વંદન પૂર્ણ થયા પછી અધિક રહેવાને નિષેધ છે, તે શ્રાવકે પણ ભક્તિ સિવાય મંદિરમાં અધિક રહેવું જોઈએ નહિ.