________________
૨૨૪
ધર્મ સંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૬૩
પછી વિધિપૂર્વક જેને જે ગ્ય હોય તે ફેટાવંદન વગેરેથી સાધુ-સાધ્વી અને શ્રાવક શ્રાવિકાને પણ વદે, તેમાં સન્ના, પાસસ્થા, વગેરેને પણ ભવંદન, નમસ્કાર વગેરે કરીને શ્રાવક શ્રાવિકાને પણ “હું વાંદુ છું” કહે. એસન્ના વગેરે ને ઉત્સર્ગથી વંદન થાય નહિ, પણ પૂર્વે જણાવ્યાં તેવાં નિશ્રાકૃત વગેરે મંદિરે અમુકનાં પરિગ્રહિત હોય તેવા શ્રાવકને ત્યાં દર્શનાદિ માટે આવ્યા હોય તે સના વિગેરેને પણ વંદનને પ્રસંગ આવે.
સાધુને પણ કારણે એસન્ના વિગેરેને નમસ્કારાદિ કરવા અને આવશ્યક-નિર્યુકિત ગા.૧૧૨૪-૨૫ માં કહ્યું છે કે- જે દ્રવ્યશ પ્રમાણ ન માનીએ તો કેને વંદન કરવું કે ન કરવું? એ નિર્ણય ન થાય. કારણ કે માત્ર વેશધારી પણ ઈષ્ટ પ્રાપ્તિ માટે બહારથી સુસાધુની જેમ વર્તતા હોય છે અને ઊત્તમ સાધુ પણ કુવૃષ્ટિ ન્યાયે કારણ પડે તે અસંયમી જેવું વર્તન કરતા હોય છે, તેથી કેણુ ભાવથી સાધુ છે કે નથી ? તેને નિર્ણય થાય નહિ. ત્યારે શું કરવું? તે અંગે બૃહત્ક૫ ભાષ્યમાં જણાવ્યું છે કે- પૂર્વે નહિ જોયેલા અજાણ્યા સાધુ પધારે ત્યારે ઉભા થવું, તેમને દાંડે લે, વગેરે ઔચિત્ય કરવું, અન્યથા કેઈ ઉત્તમ આચાર્યાદિ કંઈ ઉપકાર કરવા પધાર્યા હોય, તેમનું અનૌચિત્ય થવાથી અવિવેકી-અહંકારી વગેરે માનીને તેઓ આપણી ઉપેક્ષા કરે, અપૂર્વ વિદ્યા મંત્રાદિ આપવા આવ્યા હોય તે પણ ન આપે, માટે અપરિચિતનું ઔચિત્ય કરવું.
પરિચિત બે પ્રકારના હોય, ઉગ્ર વિહારી અને શિથિલાચારી, તેમાં પરિચિત હેવાથી ઊવિહારીને તે તેમની ગ્યતા પ્રમાણે અભ્યસ્થાન, વંદન વગેરે કરવું અને પરિચિત શિથિલાચારી હોય તેને ઉત્સગ માગે તે અભ્યથાનાદિ કંઈ ન કરવું. કારણે શું કરવું? તે માટે કહ્યું છે કે – જે શાસનની અપભ્રાજનાને ભય છોડીને પ્રગટ પણે ઉત્તરગુણેને વિરાધક હય, વિરાધનાનો પશ્ચાત્તાપ પણ જેને ન હોય તેને વંદન ન કરવું પણ જે ભવિષ્યના લાભ માટે વર્તમાનમાં વિરાધના કરે, તેવા ઉત્તર ગુણદોષિતને વંદન વગેરે પણ કરવું, એટલું જ નહિ, સકારણ દોષ સેવનાર મૂલગુણદોષિતને પણ વંદન કરવું. કહ્યું છે કે વિશિષ્ટ ઉપદેશલબ્ધિવાળા વ્યાખ્યાતાના કે ગરછના હિત માટે ગીતાર્થ ગુરુ આવશ્યક કારણે બાહ્ય આચામાં શિથિલતા સેવે તે પણ તે વધુ લાભના ઉદ્દેશથી અપવાદ સેવતા હોવાથી પ્રથમ પંક્તિના ઉત્તમ સાધુની જેમ તેઓને પૂજ્ય સમજવા.
પુલાક, નિર્ચથ, શાસન રક્ષાદિ કારણે ચક્રવર્તીના સૈન્યને ચૂરે કરે તે પણ કૃતકૃત્ય તે મહાત્મા લેશ પણ દોષને પાત્ર થતા નથી. હા, દોષ સેવવામાં કારણ પ્રબળ જોઈએ. જેમ કઈ માણસ ખાઓ ઓળંગતાં નિર્બળ આલંબનને પકડે તો પણ તે આલંબન તેને બચાવે નહિ, તેમ દેષ સેવવામાં પણ સંઘ કે શાસન રક્ષાદિ પ્રબળ કારણ હોય તે જ બચે, નહિ તે સંસારરૂપી ખાડામાં પડે, આથી જ કહ્યું છે કે પાસત્યાદિમાં પણ દર્શન, જ્ઞાન, ચારિત્ર,