________________
૨૨૬
ધમસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૬૩
હવે “ધન મેળવવું” એ તે સહું કઈ કરે છે, તેથી તેના ઉપદેશની જરૂર નથી. માત્ર ધર્મને બાધા કયી રીતે ન પહોંચે તે જણાવે છે કે - રાજા હોય તે તેણે શ્રીમંત કે દરિદ્રી, પ્રતિષ્ઠાવંત કે સામાન્ય, ઉત્તમ કે અધમ, વગેરે સર્વ મનુષ્યને પક્ષપાત વિના ન્યાય તેળો, રાજ કર્મચારી હોય તે શ્રીઅભયકુમારમંત્રી વગેરેની જેમ રાજા અને પ્રજા બનેનું હિત થાય તેમ વર્તવું અને વ્યાપારીએ રાજ્યવિરુદ્ધ, દેશવિરુદ્ધ, કાર્યોને તજીને વ્યવહારશુદ્ધિ સચવાય તેમ આજીવિકા મેળવવી. - આજીવિકા ૧- વ્યાપારી વ્યાપારથી, ૨- વૈદ્યો કે વિદ્યાવાળા વિદ્યાથી, ૩- ખેડુત ખેતીથી, ૪– ભરવાડ વગેરે પશુ પાલનથી, ૫- સુતાર-લુહાર- દરજી- ચિતારા – સલાટ વિગેરે કલાકારે પિતાપિતાની કળાથી, ૬- સેવકવર્ગ સેવાથી અને ૭- ભિક્ષુઓ ભિક્ષાવૃત્તિથી, એમ સાત પ્રકારે મેળવાય, તેમાં વ્યાપારીને તો વ્યાપાર જ હિતકર છે. કહ્યું છે કે- લક્ષમી વાસુદેવ પાસે પણ નથી રહેતી, અને સમુદ્રમાં પણ નથી રહેતી, તે તે ઉદ્યમીને ઉદ્યમમાં રહે છે.
વ્યાપારમાં મિત્રાદિનું પીઠ બળ, મૂળ મૂડીનું રોકાણ (નીવિ) અને પ્રારબ્ધ, એ ત્રણને સાથ જોઈએ, નહિ તે મૂળ મૂડીને પણ નાશ થવા સંભવ રહે, વળી વ્યાપારમાં દ્રવ્ય-ક્ષેત્રકાળ અને ભાવ, એ ચતુર્વિધ શુદ્ધિ સાચવવી જોઈએ. તેમાં -
૧- દ્રવ્યશુદ્ધિ= પંદર કર્માદાનો વગેરે મોટાં પાપ કરવાં પડે તેવી ચીને વેપાર તજ, અલ્પારંભવાળે વ્યાપાર કરે, જીવન નિર્વાહના અભાવે મોટાં આરંભ કરવા પડે, તે પણ અનિચ્છાએ, પાપની નિંદા કરત રહે, પણ નિર્બસ પરિણામથી ન કરે, અને આરંભના ત્યાગી મહામુનીઓના જીવનની સ્તુતિ કરે કે “તે મહામુનિઓને ધન્ય છે કે જેઓ મનથી પણ બીજાને પીડા થાય તેવું ચિંતવતા પણ નથી, અને આહારાદિ સંમયે પગી વસ્તુઓ પણ સર્વથા નિર્દોષ મળે, તેનાથી જ નિર્વાહ કરે છે” ઈત્યાદિ. અલ્પારંભવાળી વસ્તુઓ પણ નેત્રોથી જોઈને, “પરીક્ષા કરીને ખરીદે, ઘણા માલિકવાળા કે જેના માલિક વિષે શંકા હોય તેવી વસ્તુ એકલાએ ન ખરીદતાં ઘણાની સાથે (ભેગી) ખરીદે, ઈત્યાદિ દ્રવ્ય શુદ્ધિ સાચવવી.
૨- ત્રિશુદ્ધિ = ' જ્યાં સ્વ-પર રાજ્યને ભય ન હોય, મારી મરકી વગેરે સામુદાયિક રેગો કે બીજા સંકટાદિ ઉપદ્ર ન હોય, દેવ ગુરુ અને સાધર્મિકનો એગ હોવાથી ત્યાં ધર્મ આરાધના સુલભ હોય ત્યાં વ્યાપાર કરે. એ સિવાય અન્ય સ્થળે ઘણે લાભ થતો હોય તે પણ ત્યાં વ્યાપાર કર નહિ, કારણ કે ત્યાં કોઈ વાર ધર્મને, પ્રાણને, કે સર્વ ધનને પણ નાશ થાય. .
.
. . ( ૩- કાળશુદ્ધિ = પર્યપણાની અને ચિત્ર-આની, એ ત્રણ અઠ્ઠાઈઓ તથા ધર્મનાં પર્વોમાં વ્યાપાર બંધ કરી ધર્મને વ્યાપાર કરવો, વર્ષો વગેરે તે તે ઋતુઓમાં નિષિદ્ધ વસ્તુઓને વ્યાપાર નહિ કરે.