________________
પ્ર. ૪. દિનચર્યા–વિગઈઓનાં નિવિયાતાં
૨૧૯
દૂધના પ્રમાણમાં સ્વાદ બદલાય તેટલો લેટ નાખ્યું હોય તે જ નિવિયાતું ગણાય), ૫- દ્રાક્ષા. નાંખીને ઉકાળેલું દૂધ (પયશાટી) (આ રીતે ઉકાળવાથી તેને વિકારક સ્વભાવ નષ્ટ થવાથી તેને નિવિયતાં કહે છે, એમ પ્રત્યેક વિગઈમાં અને તેનાં નિવિઆતામાં આ ભેદ સમજ.)
(૨) દહીંનાં પાંચ વિવિઆત= ૧-વસ્ત્રથી ગાળેલા દહીંમાં નાખેલાં વડાં (દહીંવડાં અથવા દહીંને ઘેળ નાંખીને બનાવેલાં વડાંઘલવડાં) ૨- દહીને માત્ર વસ્ત્રથી ગાળે ઘેાળ, ૩- પાણી નીચોવ્યા પછીનું કપડામાં સાકર સાથે ગાળેલું દહીં (શ્રીખંડ), ૪-રાંધેલો ભાત વગેરે દહીંમાં નાખીને બનાવેલે કરબો, પ-હાથથી ભાગેલા દહીંમાં નિમક વગેરે મસાલા નાખીને બનાવેલી રાજિકાખાટ (રાયતું).
(૩) ઘી વિગઈનાં પાંચ નિવિઆતા = ૧- આમળાં વગેરે ઔષધિઓ નાખીને ઉકાળેલું પાકું ઘી, ૨- ઘીને ઊકાળતાં ઉપર તરી આવેલ મેલ ઘીની કીટ્ટી, ૩- ઔષધીઓથી પકાવેલા ઘી ઉપર જામેલી ઘીની તર, ૪- પફવાન્નાદિ તળતાં વધેલું-બળેલું ઘી, અને ૫દહીંની તરમાં લેટ નાખીને બનાવેલી કુલેર.
(૪) તેલ વિગઈનાં પાંચ નિવિઆત= ૧- તેલના પાત્રમાં નીચે જામેલો મેલ તેલની મળી, ૨- ગોળને રસ (પા) બનાવીને કરેલી તિલવટી (તલસાંકળી), ૩- બીજી વસ્તુ તળ્યા બાદ વધેલું બળેલું તેલ, ૪- ઔષધિ નાખીને ઉકાળેલા તેલ ઉપર જામેલી તેલની તર, પ- લાખ વગેરે નાખીને પકાવેલું (લક્ષપાક) વગેરે તેલ,
(૫) ગેળ વિગઈનાં પાંચ વિવિઆત= ૧- અડધે ઉકાળેલું શેરડીને રસ, ખાટાપુડલા વગેરેની સાથે ખાવા તૈયાર કરાતું ગોળનું પાણી (ગળમાણું), ૩- દરેક જાતની સાકર, ૪- દરેક જાતની ખાંડ, ૫- ખાજાં-પૂરીઓ વગેરેની ઉપર ચઢાવાતી ગોળની ચાસણી ગોળનો ઉકાળેલો રસ.
(૬) પકવાન વિગઈનાં પાંચ વિવિઆતા=૧-૨ પક્વાન્ન વિગઈના વર્ણનમાં કહેલાં ચેથા ઘાણના અને બીજા ઘાણનાં તેલ ઘી કે તેમાં તળેલું, ૩-ગોળને રસ નાખીને બનાવેલી ગોલધાણી કે તેવા લાડુ, ૪-પફવાનાદિ તન્યા પછી ઘી-તેલથી ખરડાયેલા તે વાસણમાં પાણી તથા લેટ નાંખીને બનાવાતી લેપનશ્રી (લાવણી) ૫-તવી કે તાવડીમાં ઘી કે તેલનું પિતું દઈને બનાવાતાં પિતકૃત= પિતિકાં વગેરે.
આના આગારે પૂર્વે કહ્યા તે પ્રમાણે છે, માત્ર
ગિહથસંસણું–એટલે ગૃહસ્થે દૂધ સાથે ભાત ભેળવ્યું હોય, તેમાં ભાત ઉપર દૂધ ચાર આંગળ તરે ત્યાં સુધી દૂધ વિગઈ નહિ પણ સંસ્કૃષ્ટ દ્રવ્ય કહેવાય, અને ચાર આંગળથી અધિક તરે તે દૂધ વિગઈ જાણવી. દહીં પણ એ જ રીતે ચાર આંગળ તરે ત્યાં સુધી સંસ્કૃષ્ટ દ્રવ્ય અને તેથી અધિક તરે તે વિગઈ. પ્રવાહી ગોળ અને ઘી તેલમાં ભેળવેલી