________________
૨૨૦
ધર્મસંપ્રહ ગુરુ ભાઇ સારદ્વાર ગા. ૬૨
વસ્તુને ડૂબાડીને તે વિગઈ ઉપર એક આંગળ તરે તે સંસૃષ્ટ દ્રવ્ય અને અધિક તરે તે વિગઈ ગણાય. ચૂરે કરેલો કઠીન ગેળ કઈ વસ્તુમાં ભેળવ્યું હોય, તેની પેસીઓ (કણીઓ) સંખ્યામાં ઘણી છતાં પીલુના ઝાડના મહોર જેવડી નાની નાની હોય તે સંસ્કૃષ્ટ દ્રવ્ય, તેથી મેટી હોય તો વિગઈ ગણાય. આ આગારથી એવાં સંસ્કૃષ્ટ દ્રવ્ય વાપરવા છતાં પચ્ચખાણ ન ભાગે.
ઉકિખતવિવેગણ – આગારનું વર્ણન આયંબિલમાં કહ્યું તે પ્રમાણે છે, માત્ર આ આગાર વિગઈના પચ્ચકખાણમાં કઠીન વિગઈના ત્યાગમાં સમજ.
પહુચ્ચમખિએણું - સર્વથા લુખા-સૂકા પદાર્થને કમળ રાખવા સ્વાદ ન આવે તેટલું લગાડેલું તેલ-ઘી વગેરેથી વસ્તુ યુક્ત હોય છતાં વાપરવાથી તે વિગઈને ત્યાગ કરેલે હોય તે પણ પચ્ચખાણ ભાગે નહિ. એમાં એવી મર્યાદા છે. કે ઘી-તેલ વગેરે માત્ર આંગળીથી લગાડયું (ટુંપ્યું) હોય તે આ આગારથી કપે, ધારા બદ્ધ થોડું પણ નાખ્યું હેય તે તે ન કલ્પ-પચ્ચખાણ ભાગે.
દશ કાળપચ્ચકખાણમાં નહિ કહેલાં છતાં સમાન હોવાથી એકાસણાંની જેમ બેસણાનું, પિયુષીની જેમ સાદ્ધપરુષીનું અને પરિમાદ્ધની જેમ અપાદ્ધનું પરચખાણ પણ સમજી લેવું. તેના આગારો અને સૂત્ર પાઠ કે અર્થમાં કોઈ ભેદ નથી, અન્ય આચાર્યોના મતે એ રીતે બેસણું વગેરેને જુદાં ગણવાથી શાસ્ત્રોકત દશની સંખ્યા મિથ્યા કરે, માટે એકાસણું વગેરે ન કરી શકે તેણે બેસણા વગેરેના જુદાં પચ્ચખાણે નહિ માનતાં અભિગ્રહ રૂપે સ્વીકારવું, અને અધિક લાભ મેળવવા તેની સાથે “ગંકિસહિત” વગેરે પચ્ચખાણ કરવું. “ગંઠિસહિત વગેરે અપ્રમાદ સાધક હોવાથી શાસ્ત્રોમાં તેનું ફળ ઘણું કહ્યું છે, જે રોજ ગઠિસહિત પચ્ચકખાણ કરે છે. તે મુકિતનું સુખ ગાંઠે બાંધે છે, ગાંઠ છોડીને પચ્ચખાણ પારે તે કર્મની ગાંઠને તેડે છે અથવા ગંઠિસહિતને અભ્યાસ કરનાર મુકિતપુરીનો અભ્યાસી છે. ગણિતના નિયમ પ્રમાણેને દરરોજ બે ઘડીને વિહાર કરનાર એક મહિને એક ઉપવાસનું, ચાર ઘડીને ચેવિહાર કરનાર મહિને બે ઉપવાસનું, છ ઘડીને ચોવિહાર કરનાર મહિને ત્રણ ઉપવાસનું ફળ પામે છે એમ એક એક મુહુતે એક એક ઉપવાસનું ફળ અધિક અધિક પામે છે.
એ રીતે દરરોજ નિરીહતાથી ચાવિહાર એકાસણું કરનાર બે ઘડી માત્ર ભોજન કરી શેષ ૫૮ ઘડી ભોજનને ત્યાગ કરે ત્યારે એક મહિને ઓગણત્રીસ ઉપવાસનું, ચવિહાર બેસણું કરે ત્યારે અઠ્ઠાવીસ ઉપવાસનું, અને રાત્રે ચોવિહાર કરે તે મહિને પંદર ઉપવાસનું ફળ પામે છે. સર્વત્ર ત્યાગ વૃત્તિથી ફળ મળે છે, માટે શક્તિ અનુસાર અધિકાધિક ત્યાગ વૃત્તિ કેળવવી જોઈએ. તત્વથી ત્યાગવૃત્તિ =ઈચ્છા ધ એજ તપ છે, એમ અહીં સુધી સૂત્ર પાઠ અને તેના અર્થનું ચોથું તથા પાંચમું દ્વાર કહ્યું.