________________
૧૯૬
ધમસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા, ૬૨
(અપવાદ-પાસસ્થાદિ અવંદનીય છતાં શાસનનાં કઈ કાર્યો તેમની સહાય વિના થાય તેમ ન હોય ત્યારે તેવાં કાર્યો માટે, અગર કઈ રાજાદિ તેમને ભક્ત હોય તે તે રાજાદિ પાસે ધર્મનાં કાર્યો કરાવવા માટે, એમ વિશેષ કારણે દ્રવ્યવંદન કરવાનો પણ નિષેધ નથી. તેને સુસાધુ માનીને ભાવથી વંદન ન કરાય, પણ તેનું પ્રાધાન્ય હોય ત્યાં વંદન ન કરવાથી શાસનને હાનિ થવા સંભવ હોય, તેવા પ્રસંગે દ્રવ્યવંદનને નિષેધ નથી, ઉલટું ન કરે તે વિરાધક થવા પણ સંભવ છે, માટે ગુરુલાઘવતાને વિચારી વર્તવું. સ્યાદ્વાર દર્શનમાં બ્રહ્મચર્ય સિવાય કેઈ એકાત નથી. માટે જ પૂ. ઉપાડ શ્રીયશવિજ્યજી ગણી જેવા શાસ્ત્રોના મર્મજ્ઞા ગીતાર્થ કહે છે કે –
વિધિનિષેધ નાવ ઉપદિશે-સુણે સંતાજી, એકાતે ભગવંત ગુણવંતાજી. કારણે નિષ્કપટી હેવું સુણે સંતાજી, એ આપ્યું છે તંત- ભગવંતાજી.”
૯- પાંચ ઉદાહરણું = ૧- સત્કારવંદન- ગુરુગુણસ્તુતિ તે. ૨- ચિતિવંદનદ્રવ્યથી રજોહરણાદિ અને ભાવથી જ્ઞાનાદિ ગુણોનો સંચય કરે તે. ૩- આવતવંદનવંદનનાં આવર્તી વગેરે વિધિને યથા એગ્ય સાચવીને વંદન કરવું તે. ૪- નમસ્કારવંદનમસ્તથી નમવું તે. અને ૫- વિનયવંદન- ગુરુને વિનય કરે તે.
ભાષ્યમાં અને આવશ્યક નિર્યુક્તિમાં એનાં નામો ક્રમશઃ ૧- વંદન, ૨- ચિતિ, ૩- કૃતિ, ૪- પૂજન અને પવિનય કર્મ કહેલાં છે. આ પાંચે વંદનનું દ્રવ્ય-ભાવરૂપ સ્વરૂપ સમજવા ક્રમશઃ ૧- શીતલાચાર્ય ૨- ક્ષુલ્લકાચાર્ય ૩- કૃષ્ણ અને વીરે સાલવી ૪- બે રાજ સેવકે અને ૫- શામ્બ-પાલક, એમ પાંચ દ્રષ્ટાન્તો કહ્યાં છે (તે મૂળ ભાષાન્તર પૃષ્ટ ૪૮૨ માં જોઈ લેવાં.)
૧૦- ગુરુઅવગ્રહ = ગુરુના આસનથી ચાર દિશામાં સાડા ત્રણ હાથ ભૂમિને ગુરુ અવગ્રહ કહેવાય છે, તે આગળ કહીશું.
૧૧- ગુરુવંદનનાં પાંચ નામે = નવમા અધિકારમાં કહ્યાં તે વન્દનકર્મ, ચીતિકર્મ
વગેરે.
૧૨- પાંચ નિષેધ સ્થાને = ૧- ગુરુ વ્યાખ્યાન, વાચનાદિ કરતા હોય, કે કઈ શાસનના કાર્યમાં વ્યગ્ર હોય ત્યારે, ૨- અવળા મુખે બેઠા હોય ત્યારે, ૩- ક્રોધ કે