________________
પ્ર. ૪. દિનચર્યા–ગુરૂમાં પાંચ અવંદનીય
૧૫ (૨) સને- પ્રમાદથી થાકેલે – નિરુત્સાહી. તેના પણ સર્વસ, અને દેશઓસન્નો એમ બે પ્રકારો છે. તેમાં ચોમાસામાં પાટ- પાટલાદિ ન વાપરે છે, ન પ્રમાજે, ન પડિલેહે, અગર શેષ કાળે પાટ-પાટલાદિ વાપરે, વાર વાર સૂવે, સંથાર –શયન પાથરેલાં જ રાખે, કે સંથારા વિના જ સૂવે, વળી સ્થાપનાપિંડ, પ્રાકૃતિકાપિંડ વગેરે દેશે સેવે, તે સર્વાસ અને પ્રતિક્રમણ, સ્વાધ્યાય, પડિલેહણ, ધ્યાન, ભિક્ષા, ભોજન તથા માંડલીનાં કર્તવ્ય, કે આવવું, જવું, બેસવું, ઉભા રહેવું, સૂઈ રહેવું, વગેરે સંયમ આરાધનાનાં કર્યો કરે નહિ, જેમ તેમ અગર મેડાં-વહેલાં કરે, સારણ-વારણ આદિને ન માને, ઉલટા ગુરૂને કઠોર શબ્દો કહે, વગેરે સામાચારીમાં દરિદ્રને દેશસન્ન જાણો.
(૩) કુશીલ – જ્ઞાન, દર્શન, ચારિત્રને વિરાધક, તેના જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ અને ચારિત્રકુશીલ એમ ત્રણભેદો થાય. તેમાં કાલ, વિનય, બહુમાન, વગેરે આઠ જ્ઞાનાચારને વિરાધક તે જ્ઞાનકુશીલ, અને નિઃશંક્તા, નિષ્કાંક્ષિતા વગેરે આઠ દર્શનાચારનો વિરાધક તે દર્શન કુશીલ જાણ. લોકોને પુત્ર પ્રાપ્તિ વગેરે કરાવવા પાણી મંત્રી આપે, સ્નાન કરાવે, ગર્ભાધાનાદિ માટે મૂળીયાં બંધાવે, મંત્ર તંત્રથી જીવે, રક્ષા મંત્રીને આપવા રૂપ ભૂતિકર્મ કરે, ભૂત-ભાવિ ભાવ જણાવવારુ૫ પ્રશ્ના પ્રશ્ન કરે, નિમિત્તે કહે, આજીવકપિંડ વગેરે દેથી દૂષિત આહાર વાપરે, ઈત્યાદિ ચારિત્રને વિરાધક હોય તે ચારિત્રકુશીલ જાણ.
(૪) સંસક્ત- પાસસ્થાદિ કે સંવેગી જેની સાથે રહે તેવું આચરણ કરે તો તે પ્રિયધમ કે અપ્રિયધમી થાય તે સંસકત. તેના સંકિલષ્ટ અને અંસકિલષ્ટ એમ બે ભેદો છે, તેમાં હિંસા, જૂઠ વગેરે પાંચ આશ્રવને તથા ત્રણ ગારવને સેવે, સ્ત્રી પ્રતિસેવી હોય, ગૃહસ્થનાં ઢાર-ધાન્યાદિની રક્ષા -સંભાળ કરે, તેને સંકિલષ્ટ અને જે જે સારા-નબળાની સાથે ભળે તેના જેવો થઈ જાય તેને અસંકિલષ્ટ જાણ.
(૫) યથાઈદ- ગુરુ આજ્ઞા કે આગમને ન માનતાં પોતાની ઈચ્છા પ્રમાણે જેમ ફાવે તેમ વર્તે તે યથાછંદ કહેવાય. તે ગૃહસ્થોનાં સાવદ્ય કાર્યોને કરે, કરાવે અને અનુમદે, સાધુના સ્વલ્પ અપરાધથી પણ ગુસ્સો કરે, પોતે માનેલાં હાનાં નીચે એશ-આરામ કરે, વિગઈઓને લલુપી અને ત્રણ વાર યુક્ત હોય, તે યથારદ જાણો.
- આ પાસસ્થાદિને વાંદવાથી કીર્તિ વધે નહિ, નિર્જરા થાય નહિ, માત્ર કાયકષ્ટ અને અશુભકર્મોને બંધ થાય, વધારે શું? તેઓનો સંગ કરનાર સાર – સુવિહિત સાધુ પણ વાંદવા ગ્ય નથી. આવશ્યકનિમાં કહ્યું છે કે- જેમ અશુચિમાં પડેલી ચંપાની માળા પણ ત્યાજ્ય છે, તેમ પાસસ્થાદિને સંબતી સારે સાધુ પણ પૂજવા ગ્ય નથી. ચંડાલાદિની સોબતથી ચૌદવિદ્યાને પારગામી પણ નિંદાપાત્ર બને, તેમ પાસસ્થાદિને સોબતી પણ નિંદાપાત્ર બને.