________________
ધર્મસંગ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા. દૂર
૪- શિષ્યના છ પ્રશ્નો = ગુરૂ વંદન કરતાં શિષ્ય ૧- ઈરછા જણાવે, ૨- અવગ્રહમાં પ્રવેશની અનુજ્ઞા માગે, ૩- આવ્યાબાધા (શાતા) પૂછે, ૪- સંયમયાત્રાની કુશળતા પૂછે, પ- ચિત્તની સમાધિ પૂછે, અને ૬- અપરાધ ખમાવે, એ છે શિષ્યના પ્રશ્નો જાણવા.
૫- ગુરૂના છ ઉત્તરે= શિષ્યના ઉપર કહ્યા છે તે પ્રશ્ન પછી ગુરૂ ૧- (દેણ) જેવી ઈચ્છા, ૨- અનુજ્ઞા આપું છું, ૩- તું પુછે છે તેમ જ છે, ૪- તને પણ કુશળતા વ છે? ૫-એવં એમ જ છે, અને ૬- હું પણ ખમાવું છું, એમ છ જવાબ આપે. (આ પ્રશ્નોત્તરો કેવા સુંદર વિનય અને વાત્સલ્યરૂપ છે તે વંદનસૂત્રના અર્થને જાણવાથી સમજાય.)
૬- ગુરૂવંદનથી છ ગણે= ૧- ગુરુને વિનય, ૨- પિતાના માનને ત્યાગ, ૩- ગુરૂની પૂજા, ૪- જિનાજ્ઞા પાલન, ૫- શ્રત આરાધના અને ૬- અંતે મોક્ષ, એમ છ લાભ થાય, તેમાં વિનય કરે અને તેઓને માન આપવું તે તેમની તાવિક પૂજા છે, ગુણની પૂજાથી ગુણની પૂજા થાય, માટે વંદનથી શ્રુતની આરાધના થાય અને ગુરૂતત્વની આરાધનાથી શ્રીગૌતમસ્વામિની જેમ પરિણામે મક્ષ પણ થાય, બાકીના વિનય, માનત્યાગ અને જિનાજ્ઞાપાલન એ ત્રણ પ્રગટ છે.
૭– પાંચ વંદનીય = ૧- આચાર્ચ, ૨- ઉપાધ્યાય, ૩- પ્રવર્તક, ૪- સ્થવિર, અને પ-રત્નાધિક, એ પાંચ વંદનનાં પાત્ર છે. તેમાં પંચાચાર પાળે, પળાવે, વગેરે સૂરિના છત્રીસ ગુણના ધારક તે આચાર્ય, શિષ્યને શાસ્ત્રો ભણાવે તે ઉપાધ્યાય, તે તે સાધુને યેગ્યતા પ્રમાણે તે તે આરાધનામાં પ્રવર્તાવેજોડે તે પ્રવર્તક, સંયમમાં સીદાતાને સ્થિર કરે તે સ્થવિર અને ચારિત્ર પર્યાયથી મેટા તે રત્નાધિક જાણવા. આવનિર્યુક્તિમાં તે ગણાવચ્છેદકને પણ વંદનીય કહ્યા છે. સાધુગણને સંયમમાં જરૂરી વસ, પાત્ર, આહાર, પાણી, ઔષધ, વગેરે નિર્દોષ સામગ્રી અગ્લાન પણે લાવી આપે, તે ગણાવચ્છેદક જાણવા. અન્ય આચાર્યોના મતે તે પર્યાયથી નાના પણ જ્ઞાનાદિ ગુણેથી વિશિષ્ટ હેય તે રત્નાધિકને પણ વંદન કરવું જોઈએ.
૮- પાંચ અવંદનીય = પાસ, અવસત્ત, કુશીલ, સંસત અને યથાઈ, એ પાંચને અવંદનીય કહ્યા છે. તેમાં
(૧) પાસલ્ય - એટલે જ્ઞાનાદિ ગુણોની પાસે રહે, અથવા કર્મબંધનાં કારણે૫ પાશમાં રમે. તેના સર્વપાસ, અને દેશપાસë, એમ બે પ્રકારે છે. તેમાં જે જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણેની પાસે રહે. માત્ર વેશ ધારે, પણ ગુણ ન હોય, તે સર્વપાસ, અને નિષ્કારણ-નિકતાથી શય્યાતરપિંડ, અભ્યાહતપિંડ, રાજપિંડ, નિત્યપિંડ અને અગ્રપિંડ વગેરે વાપરે, અમુક ઘરને કે સુખી શ્રીમંતેને જ પિંડ વાપરે, જમણવાર શેતે રહે, ભક્તોની પ્રશંસાથી પૂર્વ-પશ્ચિાત સંસ્તવપિંડ મેળવે, વગેરે ઉત્તરગુણદૂષિત તે દેશપાસ જાણો.