SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૪. દિનચર્યા– જિનમંદિર અંગે ઔચિત્યનું વર્ણન ૧૮૭ દરેક ધર્મ કાર્યો કરનારની શક્તિ, સંપત્તિ, ગ્યતા અને સ્વજનાન્નિા સહકાર વિગેરે શેભે છે; માટે ચિત્ય સંબંધી કાર્યો થણ પિતાની શકિત વગેરેને અનુસાર કરવાં. તેમાં ધનવાન શ્રાવક તે પિતાના ધનથી કે નોકર દ્વારા પણ મંદિરનું પ્રવેશદ્વાર આજુબાજુને ઉપર-નીચેને વગેરે ભેગ; મંડપ સ્ત રણ પુતલીએ કે ગેખ વગેરે વાર વાર જયણાથી સાફ (શુદ્ધ). કરે- કરાવે, પ્રતિમાઓને, તેનાં પરિકેરે વગેરેને એપ-ઉટકણું કરે- કરાવે, સુંદર ચાંગરચના, દીવાની રોશની, કરે-કરાવે, અક્ષત, નૈવેદ્ય, વગેરેનું રક્ષણ તથા ચંદન, કેસર, ધૂપ માટે ઘી. વગેરેનો સંગ્રહ કરે, તેને યંગ્ય સ્થળે જયણાથી સાચવે, દેવદ્રવ્યાદિની ઉઘરાણી કરવી, ધાર્મિક દ્રવ્ય સારી રીતે સાચવવું, તેની વિધિપૂર્વક વૃદ્ધિ કરવી, આવક-જાવક કે લેવડ-દેવડને હિસાબ, સ્પષ્ટ રાખવો, જ્યારે તેને જ્યાં ઉપગ-ખર્ચ કરવાનો હોય ત્યારે તે વિવેકથી કરે, પૂજારી, નોકરે વગેરે સારા ભાવને ભક્તિવંત અને સારા કુળના રાખવા અને તે પણ બને તે પોતાના ખર્ચથી જ તેમને સંતોષ થાય તેટલા સારા પગારથી રાખવા, તેમ ન બને તે સંઘના સાધારણ ખાતાથી રાખવા. (દેવદ્રવ્ય આપવાથી શ્રાવક દેવદ્રવ્યને ભક્ષક અને અંતે દરિદ્ર બને) માટે સર્વ કાર્યો ઉચિત રીતે કરવાં-કરાવવાં. ધનવાન અંગે આ રીત ઉચિત છે. સામાન્ય શ્રાવક તે સ્વયં, જાતથી કે પરિવાર દ્વારાથી જે જે શક્ય હોય તે વિના સંકોચે, કેવળ આત્મ કલ્યાણ માટે કરે, તેમાં પણ સ્વલ્પ સમયમાં થઈ શકે તેવાં કાર્યો તે બીજી નિસાહિ કહ્યા પૂર્વે જ કરે અને વધુ સમય લાગે તેવાં કાર્યો યથાસમય કરે કહ્યું છે કે “તે જ્ઞાન છે, તે વિજ્ઞાન છે, તે કળા-કૌશલ્ય છે, તે બુદ્ધિ છે અને તત્વથી તે જ પ્રયત્ન છે કે જે દેવના કાર્યમાં વપરાય.” જીણુ મંદિરનો ઉદ્ધાર – તે ઘણાજ પુણ્યનું કાર્ય છે. કહ્યું છે કે જિનમંદિરને જીર્ણોદ્ધાર કરનારે વસ્તુતઃ તે પિતાને, પોતાના વંશને અને તેની અનુમોદના કરનારા પણ બીજા અનેક ભવ્ય પ્રાણીઓને ઉદ્ધાર કર્યો છે. નીચ ગોત્રને નાશ કરી ઉચ્ચ ગોત્ર બાંધ્યું છે અને દુર્ગતિનો નાશ કરી સદગતિ પ્રાપ્ત કરી છે. જીર્ણોદ્ધારથી આ લેકમાં નિર્મળકીર્તિ વિસ્તરે છે, અને તે બીજા ભવ્ય જીવોને માર્ગદર્શક (પ્રેરક) બને છે. જીર્ણોદ્ધાર કરાવનાર કોઈ તે જ ભવમાં મુક્તિને પામે છે, તો કોઈ સ્વર્ગમાં ઈન્દ્ર કે સામાનિક (મહદ્ધિક) દેવ બની બીજા ભવે મનુષ્ય થઈ મુક્તિને પામે છે. સર્વત્ર પ્રભુભક્તિનું, શાસનભક્તિનું અને વૈરાગ્યનું લક્ષ્ય એ ધર્મના પ્રાણ છે. એ રીતે ધર્મશાળા (ઉપાશ્રય-પૈષધશાળા) જ્ઞાનમંદિર, તથા ગુરુ અને જ્ઞાનનાં (તથા સંઘનાં) કાર્યોમાં પણ શક્તિ પ્રમાણે ઉદ્યમ કરવો. કારણે કે મંદિર, મૂતિ, જ્ઞાન, ગુરુ, અને સંધ વગેરે સાતે ક્ષેત્રોની સંભાળ શ્રાવકને જ કરવાની છે. એ રીતે ઔચિત્ય અંગે કહ્યું. હવે ઉત્તરાર્ધમાં કહેલ વિનયપૂર્વક ગુરુ પાસે પચ્ચખાણ કરવા અંગે કહે છે કે- જિનપૂજા કર્યા પછી જે સાધુ ભગવંત દેવદર્શન કે સ્નાત્ર મહેસૂવાદિ
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy