________________
૧૮૬
ધમસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. દર
પિતાના નામે આડંબરથી કરાતાં ઉજમણાં, એરછ, વગેરેમાં વપરાતી દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, કે સાધારણ દ્રવ્યથી બનેલી અનેક વસ્તુઓનું પૂર્ણ ભાડું (નકરે) ન આપે કે અલ્પ માત્ર આપે, તે તે તે ખાતાની તે વસ્તુઓથી લેકમાં પિતાની યશકીર્તિ ગવરાવવાનો દોષ લાગે જ. માટે પૂર્ણ નકારે આપ અને (ઉદ્યાપનાદિમાં) પિતાની પ્રશંસાનું ધ્યેય ન રાખતાં શ્રી જૈન શાસનની પ્રભાવનાનું લક્ષ્ય રાખવું.
વર્તમાનમાં જે નામનાના મોહથી કીર્તિદાન વગેરે થઈ રહ્યું છે, તેમાંથી આત્માર્થીએ બચી જવું ખૂબ જ જરૂરી છે. આ ચેપ વધીને પૂજ્ય સાધુ-સાધ્વી વર્ગ સુધી પણ ફેલાતે જાય છે, તે સકળ સંઘ અને શાસનને ખૂબ હાનિકર્તા છે.
અન્ય શ્રાવકે ધર્મકાર્યોમાં ખર્ચવા આપેલું દ્રવ્ય પણ વહીવટદારોએ તે તે દાતાના નામની જાહેરાતપૂર્વક તે તે કાર્યમાં ખર્ચવું. સામુદાયિક ટીપ કે ખરડાથી ભેગું કરેલું દ્રવ્ય પણ તે રીતે તેને જાહેર કરીને ખર્ચવું, નહિ તે વહિવટકર્તાની કીર્તિ ગવાય, તેથી તે દેવાદાર બને, પુણ્યને બદલે ચેરીને દેષ લાગે.
સ્વજનાદિના અંતકાળ સમયે તેમના નામે ધર્મમાગે ખર્ચ કરવા કહેલું ધનપણ તેમની સ્વસ્થતામાં સંઘ સમક્ષ એ રીતે કહેવું કે અમુક રકમ અમુક મુદતમાં અમુક ધર્મકાર્યમાં તમારી વતી ખચીશું. માટે તમે તેની અનુમોદના કરે. તેના અવસાન પછી કહેલી મુદત સુધીમાં મરનારના નામે જાહેરાત પૂર્વક તે ખર્ચી દેવું, પોતાનું કે બીજાનું નામ અપાય નહિ.
અમારી દ્રવ્ય (જીવદયા, ખેડાઢોર, પક્ષીની ચણ, વગેરે માટેનું દ્રવ્ય) દેવના કે બીજા કોઈના ઉપયોગમાં વપરાય નહિ (તેમ કરતાં તે જેને ભાત-પાણીને અંતરાય થવાથી, વાપરનારને ભેગાંતરાય વગેરે કર્મબંધ થાય અને મરતા જીવોને બચાવી ન શકવાથી હિંસા દેષ લાગે.)
(રતે પડેલું, કોઈનું રહી ગયેલું, વાચેલું, વગેરે ધન ધર્મબુદ્ધિથી પણ ભંડાર વગેરેમાં નંખાય નહિ. માલિકની અનુમતિ વિના અદત્તાદાન લાગે, અને અનુચિત રીતે વધારેલું તે ધાર્મિક દ્રવ્ય આખરે નાશ પામે, વગેરે સ્વબુદ્ધિથી વિવેક પૂર્વક વિચારવું.)
એમ સર્વ ધર્મકાર્યોમાં આશાતના ટાળવા વિવેકી બનવું. નિષ્પક્ષ-મધ્યસ્થ એવી નિર્મળબુદ્ધિ ધર્મનો પાયે છે. રાગ-દ્વેષ, કે મમતા, મૂછ, લાભ, અજ્ઞાન વગેરેથી કરાતી ધર્મ-પ્રવૃત્તિ પણ અધર્મરૂપ બને છે.
ચાલુ મુળ બાસઠમી ગાથામાં કહેલા “આશાતના પરિહાર' પદનું વર્ણન કર્યું, હવે ઔચિત્ય અંગે કહ્યું છે કે