________________
ધર્મસંગ્રહ ગુરુ ભાવે સારદ્વાર ગા. ૬૨
(૨) મયમ આશાતના- અકાળે ભણે, કાળે ન ભણે, ઉપધાન વિના ભણે, ભ્રમથી અર્થ છેટે કરે, પુસ્તકાદિને પગ લગાડે, નીચે પડે વગેરે.
(૩) ઉત્કૃષ્ટ આશાતના- થંકથી અક્ષર ભેંસ, પુસ્તકાદિ ઉપર બેસે-સૂવે, પુસ્તકાદિ પાસે છતાં ઝાડ-પેશાબ કરે, જ્ઞાન-જ્ઞાનીની નિંદા કરે, ભણવામાં અંતરાય કરે. વિદ્યાગુરુ પ્રત્યે દ્વેષ રાખે, તેમને ઉપઘાત કરે, પુસ્તકાદિને બાળે, જાણીને ઉત્સવ બોલે, કાગળમાં ભેજન કરે, તુવંતી પુસ્તકાદિને સ્પર્શ કરે, ઈત્યાદિ આશાતનાઓ જાણવી.
દેવની આશાતના
(૧) જઘન્ય આશાતના- પ્રતિમાને વાળાકુંચી, કળશ વગેરે અથડાય, શ્વાસ લાગે, પતાના અને છેડો વગેરે લાગે, ઈત્યાદિ.
(૨) મધ્યમ આશાતના- અશુદ્ધશરીર-વસ્ત્રાદિથી પૂજા કરે, પ્રતિમાને નીચે પાડે, વાળા કુંચી જોરથી ઘસે વગેરે.
(૩) ઉત્કૃષ્ટ આશાતના- પ્રતિમાને પગ, શ્લેષ્મ, થંક, પસીને કે પસીનાવાળાં કપડાં લાગે, મૂર્તિ ભાંગે, મૂર્તિ કે તેની પૂજાના અવર્ણવાદ બેલ વગેરે ઉત્કૃષ્ટ આશાતના કહી છે.
અથવા સંખ્યાની અપેક્ષાએ દેવની આશાતનાઓ જન્મથી દશ, મધ્યમ ચાલીસ અને ઉત્કૃષ્ટ ચોરાસી કહી છે. તેમાં -
(૧) જઘન્ય દશ આશાતના- જિનમંદિરમાં તંબલ ખાવું, પાણી પીવું, ભેજન કરવું, પગરખાં પહેરવાં, સ્ત્રી સેવન કરવું, સુવું, થંક શ્લેષ્મ ફેંકવું, પિશાબ કરવો, ઝાડો કરે અને જુગાર ખેલ, એ દશ મટી આશાતનાઓ અવશ્ય તજવી. - (૨) મધ્યમ ચાલીસ આશાતનાં - ૧. પેશાબ, ૨. ઝાડે, કે ૩. સુરાપાન વગેરે કરવું, ૪. જળપાન, ૫, જે જન, ૬. શયન, ૭. સ્ત્રી સેવન, કે ૮. તંબોળ ભક્ષણ કરવું, ૯, થંક-શ્લેષ્મ ફેંકવું, ૧૦, જુગાર ખેલ, ૧૧. જૂ-માંકડ વગેરે મંદિરમાં વીણવા, ૧૨. વિકથા કરવી, ૧૩. સુખાસન માટે કહેડ બાંધીને કે પલાંઠી જમાવીને બેસવું, ૧૪. લાંબા પગે બેસવું, ૧૫. પરસ્પર વિવાદ (કલહ) કર, ૧૬. પરની હાંસી–મશ્કરી કરવી, ૧૭. મત્સર કરે, ૧૮. મંદિરનાં પાટ-પાટલા, સિંહાસન વગેરે પિતાના નામે પૂજાદિ અંગત કાર્યમાં વાપરવા છતાં નકરો ન આપે, ૨૯ કેશ સમારવા વગેરે શરીરની ભૂષા કરવી, ૨૦. માથે છત્ર ધરવું, ૨૧. હાથમાં શસ્ત્ર રાખવું, ૨૨. મુગટ પહેરે, ૨૩. પિતાને ચામર વીંઝાવવા, ૨૪. મંદિરમાં દેણદારને પકડે કે ત્યાં લાંઘવું, ૫. યુવતીઓ સાથે સવિકાર હાસ્યાદિ કરવું, ૨૬. ભાંડ તુલ્ય તુચ્છ રીતે વર્તવું, ર૭. મુખકેશ બાંધ્યા