________________
પ્ર. ૪. દિનચર્યા-જિનમંદિર અંગે ભાવકનું કર્તવ્ય
૧
%
સમતિવંત, સંવરની ક્રિયાવાળા, સંપ્રદાય (પરંપરા) રૂપ વ્યવહારને માનનારા, ગાવંચક ક્રિયાવંચક અને ફળાવંચક એ ત્રણ અવંચક ગુણને પામેલા અને શ્રુતજ્ઞાનના સૂક્ષમ પર્યાલચનથી પવિત્ર અનુભવજ્ઞાનને વરેલા, વગેરે ગુણવાળા શુભગુરુને યોગ અને પછી કૃતજ્ઞતાથી તેમની આજ્ઞાનું અખંડ પાલન કરી શકાય તેની પ્રાર્થના કરી છે.
આજ્ઞાપાલાન એજ ધર્મ કે ધર્મને પ્રાણ છે. આજ્ઞાપાલન માટે પિતાના આત્માની (ઉપાદાનની યોગ્યતા અને ગુરુને પુણ્ય પ્રભાવ વગેરે નિમિત્ત, બન્નેનું મહત્વ છે, માટે અહીં પ્રથમ શુભગુરુને વેગ અને પછી તેઓની આજ્ઞાનું પાલન, એ કમથી પ્રાર્થના કરી છે. આ પ્રાર્થના પ્રાયઃ ત્યાગધર્મની અભિલાષારૂપ હોવાથી નિયાણું નથી, અને તે પણ છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ કરવાની છે, અપ્રમત્ત ભાવમાં તે બાહ્ય કોઈ અભિલાષા પ્રાય: રહેતી નથી, શુભાશુભ બાહ્યા સર્વભામાં નિરપેક્ષતા હોય છે. વર્તમાનમાં આ પ્રાર્થના પછી બે ગાથાએ બોલાય છે, તે પણ સર્વમાન્ય હોવાથી શુદ્ધપરંપરા રૂપે શાઅતુલ્ય જાણવી.
(અહીં સુધી ઉત્કૃષ્ટ ચૈત્યવંદનને વિધિ કહ્યો, તે ઉપરાંત પણ વર્તમાનમાં કરાતી ચાર અને પાંચ નમુત્યુનું અને બે સ્તુતિ જોડાવાની પણ ચિત્યવંદના પૂર્વે જણાવ્યા પ્રમાણે ઉત્કૃષ્ટ વંદના જણાવી). હવે જિનમંદિર અને શ્રાવકનું શેષ કર્તવ્ય કહે છે
મૂ૪-૧આરાજનાદિ, કવિનમ્T
પ્રત્યાખ્યાનજિયાદવ, ગુનામ "દરા અર્થ– આશાતનાને ત્યાગ કરે, શક્તિ અનુસારે મંદિર અંગે ઔચિત્ય આચરવું= સંભાળ કરવી અને વિનયપૂર્વક ગુરુની પાસે પચ્ચખાણ કરવું. (તે ગૃહસ્થને વિશેષ ધર્મ છે.)
અહીં જિનમંદિરને અધિકાર છતાં પ્રસંગનુસાર જ્ઞાનની, દેવની અને ગુરુની, એમ ત્રણેની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ આશાતનાએ જણાવીએ છીએ.
આય એટલે જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ, તેની શાતના એટલે નાશ કરે તે આય + શાતના = આયશાતના, અને નિર્યુક્તિના ઘરણે યકારને લેપ કરવાથી આશાતના શબ્દ બને. તેમાં
જ્ઞાનની આશાતના
(૧) જઘન્ય આશાતના- જ્ઞાનનાં સાધને પુસ્તક, પાટી, સ્લેટ, કાગળ વગેરેને લૂંક લાગે, પાસે હોય ત્યારે અપાનવાયુ છૂટે, અક્ષર, કાને, માત્રા વગેરે જૂનાધિક બોલાય, વગેરે.