SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ધમસંગ્રહ ગુરુ ૫૦ સારોદ્ધાર ગા, ૬૧ (એટલાં લૌકિક હિતે, તથા તેના પ્રભાવે) શુભગુરૂનો ગ, તથા તેમની આજ્ઞાનું પાલન, (એ લેકર હિત) જયાં સુધી હું સંસારથી મુક્ત ન થાઊં ત્યાં સુધી અખંડ (સતત) પ્રાપ્ત થાઓ ! તેમાં ભગવંતને વીતરાગ અને જગદગુરૂ જેવા મહામહિમાવંત રૂપે હૃદયમાં ધારવાથી તેમના પ્રત્યે પ્રગટેલા બહુમાનના પ્રભાવે મિથ્યાત્વાદિ દેષો મંદ પડવાથી પ્રાર્થના સફળ થાય છે. તેમાં સૌ પ્રથમ ભવનિર્વેદ માંગવાનું કારણ એ છે કે સંસારથી છૂટવાની તીવ્ર તાલાવેલી એ જ બધાં હિતને કે મુકિતને પાય છે, તેના વિના કઈ ક્રિયા મફસાધક બનતી જ નથી. તે પછી માર્ગાનુસારિતારૂપી લૌકિક ગુણે કે જેના પ્રભાવે કેત્તર ગુણો પ્રગટે છે, પછી ઈષ્ટફળસિદ્ધિ એટલે બાહ્યજીવન માટે જરૂરી નિર્મળ (પુણ્યાનુબંધી) પુણ્યથી મળતી સામગ્રી માગી છે. ભવનિર્વેદ અને માર્ગાનુસરિતા બન્ને પવિત્ર પુણ્યાનુબંધી પુણ્યનાં કારણે છે, માટે એ પવિત્ર પુણ્યથી જેના, ગે ચિત્તમાં પ્રસન્નતા પ્રગટે, સંક્લેશ ન થાય, તેવી શરીર-સંપત્તિ -પુત્ર-પરિવાર વગેરે બાહ્યા સામગ્રી મળે કે જેના પ્રભાવે પ્રાયઃ આરૌદ્રધ્યાન થાય નહિ. તે પછી આઠ લક વિરૂધ્ધ કાર્યોને ત્યાગ, તેમાં ૧. કોઈની પણ અને વિશેષતા ગુણીજનની નિંદા કરવી, ૨- ળા અજ્ઞની ધર્મમાં થતી ભૂલની હાંસી કરવી, ૩- લોકમાન્ય સજજન પુરૂની હલકાઈ કરવી, ૪- જેના વિરોધી ઘણું હોય તેવા સજજનને પણ પ્રગટ સંગ કરે, ૫- તે તે દેશ-કાળ અને કુળને ઉચિત આચારેનું પાલન ન કરવું, તે આચાથી વિરુદ્ધ વર્તવું, ૬-પિતાનાં દેશ, કાળ, જાતિ, કુલ, સંપત્તિને ન છાજે તેવો અતિ ઉદ્ભટ કે તુચ્છ વેષ પહેર, ૭- દાન-તપ-પરોપકાર વગેરે સુકૃત્ય કરીને (પિતાની વડાઈ જણાવવા) તેને જાહેર કરવાં, ૮- સંત સાધુઓને સંકટ આવે ત્યારે પ્રસન્ન થવું, શકિત સામર્થ્ય છતાં તેને પ્રતિકાર ન કર, વગેરે શિષ્ટલકમાં વિરુદ્ધ ગણાતાં સર્વ લેક વિરુદ્ધ કાર્યોનો ત્યાગ. આ માગણ શાસનની અપભ્રાજનાથી બચવા અને અન્ય જીવની પ્રીતિ સંપાદન કરવા જરૂરી છે. અપભ્રાજનાને ત્યાગ અને અન્ય જીવની પ્રીતિ એ સામાન્ય ધર્મનું લક્ષણ છે. તે પછી માતા, પિતા, ક્લાગુરુ તથા તેઓનાં સંબંધી (પિતરાઈઓ મોસાળીયા) અને મિત્રો વગેરે ગુરુજનોની પૂજા, અર્થાત્ વિનય, સત્કાર, સન્માન વગેરે કરવું, એ કૃતજ્ઞતા છે. આ કૃતજ્ઞતા પરોપકારનો પ્રાણ છે, માટે ૫છી પરાર્થકરણની પ્રાર્થના કરાય છે. વ્યવહારને પોપકાર એ જ સ્વઉપકારનું મૂળ છે, સુખ બીજાને આપીને મેળવી શકાય છે. જગતના સર્વ વ્યવહારે એ રીતે આપવા-લેવારૂપ છે, માટે અનંત તીર્થકરેએ પ્રથમ દાન ધર્મ ઉપદે છે. આ લૌકિક ગુણોથી આત્મામાં લેાકોત્તર દેવ-ગુરુ-ધર્મની આરાધના કરવાની એગ્યતા પ્રગટે છે, માટે તે પછી “શુભ ગુરુને યોગ” એટલે ગીતાર્થ, પરોપકારી,
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy