________________
૧૬૮
ધર્મસંહ ગુભાવ સારોદ્ધાર ગા. ૬૧
(૩) ધમ્મનાયગાણું- અરિહંતો ધર્મને વશ (આત્મસાત્ ) કરે છે. ઉત્કર્ષે પહોંચાડે છે. તેનું સર્વોત્કૃષ્ટ ફળ ભેગવે છે અને આ ધર્મને વિરહ તેમને કદાપિ થતો નથી, માટે તેઓ સાચા ધર્મના નાયક છે.
(૪) ધમ્મસારહાણે- સ્વ-પરમાં ચારિત્રની સમ્યક પ્રવૃત્તિ-પાલન કરનાર-કરાવનાર તથા ઈન્દિરૂપી ઘોડાઓને દમન કરનાર-કરાવનાર માટે ધર્મરથના સારથી છે.
(૫) ધમ્મરચારિતચકવદીયું- ચક્રવર્તીના ચક્રથી પણ અત્યન્ત હિતકર- શ્રેષ્ઠ એવા ધર્મરૂપ ઉત્તમ ચક્રવડે સ્વપરની ચારેગતિને અંત કરનાર- કરાવનાર માટે ધર્મવર ચાતુરંગ ચક્રવર્તી છે. એ રીતે “ધર્મદાતા” વગેરે હોવાથી ભગવંત સવિશેષ ઉપયોગી હેવાથી સ્તુતિને પાત્ર છે.
૭. સ્તોતવ્ય (કારણભૂત) સ્વરૂપ સંપદા = અરિહંતે જે કારણે સ્તુતિપાત્ર છે, તે કારણુપૂર્વક તેઓનું સ્વરૂપ અહીં બે પદેથી જણાવ્યું છે તેમાં
(૧) અ૫ડિહયવરનાણુદાસણુધરાણું - અરિહતે કેઈથી નાશ કે વ્યાઘાત ના પામે તેવાં અને શ્રેષ્ઠ અથવા સંપૂર્ણ એવા જ્ઞાન અને દર્શનના ધારક હોવાથી અપ્રતિકત વરજ્ઞાનદર્શનધારક છે. આ વિશેષણથી બૌદ્ધો માને છે કે સર્વ ઈષ્ટ પદાર્થનું જ્ઞાન હોય તે સર્વજ્ઞ કહેવાય, એને અનિષ્ટ પદાર્થના જ્ઞાનની શી જરૂર છે? તે માન્યતા મિથ્યા છે. કારણ કે અનિષ્ટના જ્ઞાન વિના ઈષ્ટમાં ઉપાદેય બુદ્ધિ થતી નથી, માટે હેયાદિ સર્વ વિષયનું સંપૂર્ણજ્ઞાન જેને પ્રગટે તે જ સર્વ કહેવાય.
(૨) વિઅદછઉમાણું- “પોતાના સ્થાપેલા ધર્મમાં વિદ્ધ થાય ત્યારે રક્ષા કરવા ઈશ્વર પુનઃ અવતાર લે છે” એ માન્યતા મિથ્યા છે, એમ જણાવવા કહે છે કે કર્મ અને સંસારરુપ છમ (અર્થાત્ જન્મ-મરણ) નાશ પામવાથી અરિહતે વ્યવૃત્તછદ્મા =સંસારથી નિવૃત્ત છે. આ બે પદની સાતમી સંપદા કહી.
૮સ્વલ્યપરફલદાતૃત્વસંપદા= અરિહંતો પિતાના તુલ્ય સુખ-સંપત્તિ ભક્તોને પણ આપનારા છે, તે જણાવવા “જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણ, બુદાણ બહયારું અને સુરાણં મેયગાણું” એ ચાર પદો કહ્યાં છે. તેમાં
(૧) જિણાણ જાવયાણું - અરિહતે સ્વયં રાગદ્વેષાદિ શત્રુઓને જીતનારા છે અને જિતાવનારા છે. સમ્યક જ્ઞાનાદિ ગુણોરૂપ વહાણ દ્વારા સંસાર સમુદ્રથી સ્વયં તરેલા અને અન્ય જીને તારનારા છે.
(૨) બુદ્ધાણં બહયાણું – અજ્ઞાન અંધકારમાં ડૂબેલા જગતમાં શ્રી અરિહંત છેલ્લા ભવમાં કોઈના ઉપદેશ વિના જ પિતાના સ્વ-પર પ્રકાશક જ્ઞાન દ્વારા, જીવાજીવાદિ તને જાણનારા અને અન્યને જણાવનારા હોવાથી સ્વયં બુદ્ધ અને પરને બેધક છે, તથા–