________________
પ્ર૦ . દિનચર્યા– શ્રી જિનમૂર્તિમાં સર્વપદોની સ્થાપના
૧૬૩
પ્રસંગે કહ્યું છે કે – એ રીતે શ્રીકંદની આગળ શ્રી ગૌતમ પ્રભુએ કહેલી શ્રી વર્ધમાનસ્વામિની સર્વ પદવીઓ સાંભળીને હે ભવ્ય પ્રાણિઓ ! તમે સમજો કે અરિહંતના બિંબમાં પણ આચાર્યપણું વિગેરે સર્વ પદવીઓ ઘટિત છે. (કારણ કે જિન પ્રતિમા જિનતુલ્ય છે.)
એમ સાક્ષાત્ ગુરુ, કે તેમના અભાવે જિન પ્રતિમાની સન્મુખ ગુરુની ધારણા કરીને ઈરિયાવહિ પ્રતિક્રમણ કરી શકાય અને ગુરૂ કે પ્રતિમા એક પણ ન હોય તો ગુરુની સ્થાપના સ્થાપીને કરાય. સ્થાપના વિના ઈરિયાવહિ પ્રતિક્રમણ આદિ કઈ અનુષ્ઠાન કરી શકાય નહિ. સંધાચાર ભાષ્યની વૃત્તિમાં ઈરિયાવહિની સંપદાઓના અધિકારમાં કહ્યું છે કે “ગુરૂ વિરહમાં ગુરૂને આદેશ (આજ્ઞા) મેળવવા તેમની સ્થાપના કરવી” કઈ પૂછે કે સ્થાપનાથી શું ફળ? તે સમજાવવું કે જેમ જિનના વિરહમાં સ્થાપના જિનની એટલે જિનમૂર્તિની સેવા, આમંત્રણ, સ્તુતિ, વગેરે સફળ થાય છે, તેમ ગુરૂના અભાવે સ્થાપનાગુરૂ સામે કરેલા પણ વિનયાદિ સફળ થાય છે, (સામે કઈ ન હોય તે પ્રાર્થના, પ્રશ્ન, વિનંતિ વગેરે કોને કરવું?) માટે ઈરિયાવહિ પ્રતિક્રમણ આદિમાં આદેશ મેળવવા ગુરૂની સ્થાપના અનિવાર્ય છે. (સ્થાપનાના ચાર ભેદે છે, ૧. સદ્દભૂત સ્થાપના - ગુરૂના આકારવાળી સ્થાપના. ૨- અસદ્દભૂત સ્થાપનાઆકાર રહિત માત્ર પુસ્તક, માળા, વરાટક, ચંદનક વગેરેની, આ બન્નેના પણ બે બે ભેદ થાય છે, ૧. ઇત્વરિકી – અમુક કાળ સુધીની અને ૨. યાવત્ કથિકી – પ્રતિષ્ઠા કરેલી કાયમી એમ ૨ ૪ ૨ = ૪ ભેદ થાય. (અહી ગુરુના વિરહમાં સ્થાપનાનું વિધાન છે, તેથી તેમની હાજરીમાં તેમની ઈચ્છા વિરુદ્ધ સ્થાપના સન્મુખ અનુષ્ઠાન કરવાથી તેમનો અનાદર-આશાતના થાય તે પણ વિચારવું જોઈએ.)
જઘન્ય કે મધ્યમ ચૈત્યવંદના ઈરિયાવહિ પ્રતિકમણ વિના પણ કરાય ઉત્કૃષ્ટ ચિત્યવંદના કરતાં સાધુ, શ્રાવક, અવિરતિ, સમકિતી, અપુનબંધક કે યથાભદ્રક, એ દરેકે ચૈત્યવંદનની ભૂમિને જોઈને અને પ્રમાઈને, એક પ્રભુ સામે જ દ્રષ્ટિ રાખીને, મનને પણ ચિત્યવંદનમાં એકાગ્ર કરીને, સંવેગ અને વૈરાગ્યથી રામરાજી વિકસ્વર થાય અને હર્ષના આંસુ છૂટે તેમ હર્ષિત થઈને “અહે અનંતકાળે પણ દુલર્ભ એ ભગવંતની સેવા – વંદનાદિને વેગ મને મહા પુણ્ય પ્રાપ્ત થયો” એમ બહુમાનથી ભાવિત આત્મા ઉત્તમ અવાળા, પ્રભુના ગુણોથી ગર્ભિત અને પુનરુક્તિ વગેરે દેથી રહિત, સુંદર કાવ્યથી સ્તુતિરૂપ નમસ્કાર કરીને, પ્રથમ કહી તેમ હાથથી ગમુદ્દા કરીને, શુદ્ધ ઉચ્ચારથી, નત્થણું સૂત્રને પાઠ અર્થના સ્મરણ પૂર્વક બોલે.
સંઘાચાર ભાષ્યની ટીકામાં એટલું વિશેષ છે કે સૂર્યાભદેવ અને વિજયદેવના વર્ણનમાં એક, બે, યાવત્ એકસે આઠ કાવ્યથી પણ નમસ્કાર કરવા, અને જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીના વર્ણનમાં નમસ્કારને પાઠ છોડીને શેષ વિધિને અતિદેશ (ભલામણ) કરેલ છે, એથી અનુમાન થાય કે નમસ્કાર કરવાનું પુરૂષોને ઉદ્દેશીને કહ્યું હોય. સ્ત્રીઓ બે હાથ