________________
૧૬૨
ધર્મસંપ્રહ ગુરુ ભાવે સારોદ્ધાર ગા. ૬૧
શાસ્ત્ર મર્યાદા હેવાથી એક ગાથાના ચાર પાદ ગણતાં પચીશ શ્વાસોચ્છવાસ માટે લેગસ્સની સવાછ ગાથા (ચંદેસુ નિમ્મલયરા સુધી) ચિંતવવી, નવકારના આઠ શ્વાસ સાગરવરગંભીરા સુધી લેગસ્સના સત્તાવીશ, ૩૦૦ શ્વાસોચ્છવાસમાં બાર અને ૫૦૦ શ્વાસમાં વીશ લેગસ્સ ચદેસુ નિમ્મલયરા સુધી તથા ૧૦૮ શ્વાસમાં ચાર લોગસ્સ સાગરવર ગંભીરા સુધી, એમ સર્વત્ર શ્વાચ્છવાસ પદની સંખ્યા પ્રમાણે સમજવા.
કાઉસ્સગ્નમાં ઓગણીસ દોષ વર્જવાના કહ્યા છે. તેમાં (૧) ઘટકદોષ- ઘેડાની જેમ એક પગ ખોડો રાખી ઉભા રહેવું તે, (૨) લતા દેષ- વેલડીની જેમ શરીર કંપાવવું તે. (૩) સ્તંભકુદ્યદેષ-ભીંત કે થાંભાને ટેકે લે તે. (૪) માલ-દોષ મસ્તકને ઊંચે માળ કે છત વગેરેને લગાડવું તે. (૫) શબરીદોષ- શબરી (ભિલ્લડી) ની જેમ બે હથેળી ગુદા પ્રદેશ આગળ રાખવી તે. (૬) વધુદોષ- નવવધુની જેમ મસ્તક નીચું રાખે તે. (૭) નિગડ દોષ- બેડી પગમાં નાખી હોય તેમ બે પગ પહોળા કરી ઉભું રહે છે. (૮) લખુત્તર દેષ- ચેલ પટ્ટાને ઢીંચણથી ચાર અંગુલ ઉચો અને નાભિથી ચાર અંગુલ નીચે રાખવાને બદલે અધિક ન ઉચે રાખે છે. (૯) સ્તન દોષ- મચ્છરાદિથી બચવા કે અજ્ઞાનથી સ્ત્રીની જેમ છાતી વસ્ત્રથી ઢાંકવી તે (૧૦) ઉદ્ધિદોષ- ગાડાની ઉધની જેમ બે પગને આગળથી કે પાછળથી ભેગા કરી ઉભા રહેવું તે (૧૧) સંયતી દષ- સાધ્વીની જેમ મસ્તક સિવાય બધું શરીર વથી ઢાંકવું તે (૧૨) ખલિણ દેષ- ઘેડાની લગામની જેમ એ ઘાને કે ચરવળાને ગુરછો આગળ અને દાંડી પાછળ રાખવી તે (૧૩) વાયસ દેષ- કાગડાની જેમ ડોળા આમતેમ ફેરવવા તે (૧૪) કપિત્થ દોષ- કઠાના ફળની જેમ અધે અને ગેટ વાળી બે સાથળો વચ્ચે દબાવી ઉભું રહે તે (૧૫) શિરકમ્પન દેષ- ભૂત વગેરેના પ્રવેશની જેમ માથું ધુણાવે તે (૧૬) મૂક દોષ- મુંગાની જેમ હું-હું બેલે તે (૧૭) ભમુહંગુલી દોષ- આલાવા અંગુલીથી ગણે કે બ્રકૂટિને જેમ તેમ ભમાવે તે (૧૮) વારુણ દેષ - દારૂને ઉકાળતાં થાય તે બૂડ-બૂડ અવાજ કરે તે.
આ અઢાર દે પુરુષને ઉદેશીને જાણવા. સાધ્વીઓને તે વસ્ત્ર ઓઢી રાખવાનું હોવાથી લંબુત્તરદોષ, સ્તનદેષ અને સંયતી દેષ સિવાય પંદર અને સ્ત્રીઓને મસ્તકે પણ ઓઢવાનું હોવાથી સ્ત્રીષ સિવાયના ચૌદ દેશે જાણવા. ઈરિયાવહિ પ્રતિક્રમણમાં આ દેશ રહિત પચીસ શ્વાસે છવાસને (ચંદેસુ નિમ્મલયરા સુધીનો) કાઉસ્સગ્ગ પૂર્ણ કરી “નમે અરિહંતાણું” કહીને પારીને ઉપર પ્રગટ લોગસ્સ સંપૂર્ણ કહે. એ પ્રમાણે ઈરિયાવહિ પ્રતિક્રમણને વિધિ જાણ.
ઉત્કૃષ્ટ ચૈિત્યવંદના ગુરુ હોય તે તેમની સમક્ષ આદેશ માગીને અને ન હોય તે જિન પ્રતિમામાં ગુરૂની ધારણ કરીને ઈરિ૦ પ્રતિ પૂર્વક શરુ કરે, પણ જિન પ્રતિમાની આગળ ગુરુની સ્થાપના અલગ સ્થપાય નહિ. કારણ કે તીર્થંકરદેવનાં અરિહંતાદિ સર્વ પદો પ્રતિમામાં પણ ઘટિત છે, એમ વ્યવહાર ભાષ્યમાં જણાવ્યું છે. સંઘાચાર ભાષ્યમાં પણ અંદની કથા