________________
પ્ર૦ ૪ દિનચર્યા–કાઉસ્સગ્નનાં આગારે
૧૬૧
પ્રતિક્રમણ પ્રાયશ્ચિત છે, તે માટે ઈરિયાવહિપ્રતિ કહીને જે શુદ્ધિ કરી તેમાં સવિશેષ શુદ્ધિ કરવા, તસ્મઉત્તરી સૂત્ર ઠામિકાઉસગ્ગ સુધી કહેવું. ઇરિદ્વારા પ્રતિ કર્યા પછી આ સૂત્રથી વિશેષ શુદ્ધિ, તેને માટે પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિત માટે વિધિ અને વિધિ માટે વિશલ્ય (શલ્યના પરિહાર), એમ પરસ્પર હેતુ– હેતુમદ્ ભાવ જણાવ્યું છે. તે પછી જ્ઞાનાવરણીય વગેરે પાપકર્મોને વિઘાત કરવા કાઉસ્સગ કરવાની પ્રતિજ્ઞા કરાય છે.
કાઉસ્સગ્નમાં કાયાને સ્થિર નિશ્ચલ, વચનથી મૌન અને મનથી શુભધ્યાન કરાય છે, તેમાં કાયાની ન રોકી શકાય તેવી વાયુજન્ય વગેરે હાજતોની છૂટ માટે, અન્નત્થ સૂત્ર કહેવાય છે. આ સૂત્રથી શ્વાસ લેવે મૂ, ખાંસી - છીંક- બગાસું-ઓડકાર આવે, અપાન વાયુ છૂટે, અકસ્માત્ ચક્કર આવે, પિત્તપ્રકોપથી મૂછ આવે, રેમરાજી વગેરે સૂક્ષ્મ શરીરનું કંપન થાય, સૂક્ષમ શ્લેષ્મ-થુંકને સંચાર થાય કે પાંપણ હાલે, કે સૂકમ દષ્ટિ સંચાર થાય, એ બાર ચણાની છૂટ રાખી, શેષ સર્વ પ્રવૃત્તિને ત્યાગ થાય છે. તેમાં ખાંસી, છીંક, બગાસું કે ઓડકાર પ્રસંગે જયણ માટે મુખે-નાકે- હાથ કે મુહપત્તિ ધારણ કરવા છતાં અને ચક્કર કે મૂછને પ્રસંગે પડી જવાથી વિરાધના ન થાય એ કારણે નીચે બેસી જવા છતાં, કાઉસ્સગ્ગ ભાગે નહિ. અપાનવાયુ પણ ધીમેથી કર, વગેરે જયણા સમજવી. એ ઉપરાંત “એવભાઈ' શબ્દમાં કહેલા આદિ શબ્દથી ચાર છૂટ રખાય છે – આવશ્યક નિર્યુક્તિ ગા. ૧૬૧૩માં કહ્યું છે કે ૧અગ્નિની ઉજેહી (પ્રકાશ) સ્પર્શે તો કામળ વગેરે ઓઢવા છતાં કે મોટી આગ લાગતાં ત્યાંથી ખસવા છતાં, ૨- બિલાડી, ઉંદર વગેરેની આડથી બચવા માટે ખસવા છતાં, ૩- ચોર કે રાજા વગેરેના ઉપદ્રવ થાય છે અને ૪- સ્વ૫ર કેઈને સર્પાદિને ઝેરી દંશ થવાના પ્રસંગે કાઉસ્સગ્ગ અધૂરો છોડવા છતાં ભાગે નહિ, પણ બાકીને કાઉસ્સગ પછી પૂર્ણ કરે અગર પુનઃ કરે.
પ્રશ્ન- ઉપરના પ્રસંગે “નમો અરિહંતાણું કહીને પારે તે શું વાંધે? શા માટે આ છૂટ રાખવી જોઈએ ?
ઉત્તર- કાઉસ્સગ્ગ પૂર્ણ કર્યા પછી જ “નમે અરિહંતાણું” કહીને પરાય, અધૂરા કાઉસ્સગે “નમે અરિહંતાણ” કહે તો પણ ભાગે, માટે આ આગાર (મર્યાદાઓ) જરૂરી છે.
કોઈપણ કાઉસ્સગ જેટલા કરવાનું હોય, તેટલે કર્યા પછી પણ “અરિહંતાણું કહીને જ પરાય. કારણકે સૂત્રના “જાવ અરિહંતાણું ભગવંતાણું નમુકકારેણું ન પારેમિ” એ પાઠથી એ નિયમ થાય છે. કાઉસ્સગને વિધિ જણાવે છે કે “તાવ કાર્ય ઠાણેણું મેણેણું ઝાણે અમ્પાયું સિરામિ” અર્થાત્ ત્યાં સુધી મારી કાયાને સ્થાનથી સ્થિર નિશ્ચલ, વચનથી મીન અને મનથી શુભધ્યાન, સિવાયની સર્વ પ્રવૃત્તિઓને તજું છું.
કાઉસ્સગનું પ્રમાણ આઠ-પચીસ વગેરે અમુક પાસે શ્વાસ પ્રમાણ હોય છે. તેમાં “પાય સમા ઊસાસા' અર્થાત્ એક એક પદને એક એક શ્વાસેવાસ ગણવે, એવી