SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ધમસિંહ ગુ૦ ભાવ સાદ્વાર ગ. ૬૧ એક બીજાના આંતરે ભરાવી હથેળીને આકાર કોશના ડેડા જેવું કરી બે હાથની કોણીઓ પેટ ઉપર રાખવાની હોય છે. જિનમુદ્રામાં બે પગનાં પાવલાંનું અંતર બે અંગુઠા વચ્ચે ચાર આંગળ અને પાછળ બે પાનીઓનું અંતર તેથી કઈક ન્યુન રાખી સરખા ઉભા રહી બે હાથ લાંબા કરાય છે. સુતાથકિત મુદ્રામાં બે હાથની અંગુલીઓ પરસ્પર સામે જોડીને બે હથેલીઓ વચ્ચે પિલી રાખીને લલાટે લગાડવાની કે અન્યમતે લલાટથી કંઈક દૂર રાખવાની હોય છે. એમ દશત્રિકનું સ્વરૂપ જાણવું. વિધિપૂર્વકનું અનુષ્ઠાન પૂર્ણ ફળે, અવિધિથી ફળ અલ્પ મળે, એટલું જ નહિ, અવિધિરૂપ અતિચારથી અશુભ કર્મબંધને પણ સંભવ છે. માટે તે મહાનિશીથના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે અવિધિથી ચેને વાંદે તેને પ્રાયશ્ચિત આપવું, કારણકે અવિધિ કરનારે બીજાને અશ્રદ્ધા પગટાવે છે. માટે જ જિનપૂજાદિ સર્વ પવિત્ર ક્રિયાઓને અંતે અવિધિઆશાતનાને મિચ્છામિ દુક્કડ દેવાની વિધિ છે. ઉત્કૃષ્ટ વન્દનાના પ્રારંભમાં ઈરિયાવહિ પ્રતિ કરવું જ જોઈએ કારણ મહાનિશીથમાં કહ્યું છે કે ઈરિયાવહિ પ્રતિક્રમણાદિ કર્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાય કે આવશ્યક, વગેરે કાંઈ પણ કરવું કલ્પ નહિ. બીજી પણ પ્રતિક્રમણાદિ ક્રિયાઓ ઈરિયાવહિ પૂર્વક કરવાથી જ શુદ્ધ થાય છે. વિવાહચૂલિકામાં સિંહ શ્રાવકના અધિકારમાં અને આવશ્યચૂણિમાં હઠ્ઠરશ્રાવકના અધિકારમાં પણ ઇરિયાવહિ કરવાનું વર્ણન છે. ઉપરાંત વ્યવહાર, આવશ્યક, મહાનિશીથ, ભગવતીજી, વિવાહચૂલિકા તથા પ્રતિક્રમણની ચૂર્ણિ વગેરેમાં પણ પ્રથમ ઈરિયાવહિ કરવાનું કહેલું છે. એમ શાસ્ત્ર પ્રમાણથી દરેક ક્રિયાઓના પ્રારંભમાં જે ઈરિયાવહિનું વિધાન છે, તે સૂત્ર અને એને વિસ્તૃત અર્થ ધર્મસંગ્રહ ભાષા. ભા. ૧લાના પૃષ્ટ ૩૯૮થી જોઈ લે. તેમાં “મિચ્છામિ દુક્કડ” ના છ અક્ષરોને ગભર અર્થ અને તેના કુલ ૧૮૨૪૧૨૦ ભેદે આ પ્રમાણે જણાવ્યા છે. એકેન્દ્રિય સુધીના છના (નાકના ૧૪, તિર્યંચોના, ૪૮ મનના ૩૦૩ અને દેવેના ૧૯૮, એમ કુલ) પાંચસો ત્રેસઠ ઉત્તરભેદો થાય છે, તેને અભિહયા, વનિયા વગેરે વિરાધનાના દશ પ્રકારથી ગુણતાં પ૬૩૦ થાય, તેને રાગદ્વેષથી ગુણતાં ૧૧૨૬૦, તેને મન-વચન-કાયાથી ગુણતાં ૩૩,૭૮૦, તેને કરણ-કરાવણ - અનુમોદનથી ગુણતાં ૧૦૧૩૪૦, તેને ત્રણ કાળે ગુણતા ૩,૦૪૦૨૦ અને અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ અને આત્મા એ છની સાક્ષીએ ગુણતાં મિથ્યા દુષ્કતના કુલ ભેદો ૧૮,૨૪,૧ર૦ થાય ઈરિયાવહિ સૂત્રમાં આઠ સંપદાઓ (વિસામા), બત્રીસ પદો અને દોઢસે સ્વરે છે, તે સંપદાઓનાં આદિપદો ૧- ઈચ્છા૦, ૨- ગમ૦, ૩-પાણ૦, ૪- એસા, ૫-જેમ જીવા, ૬-એચિંદિયા, ૭- અભિહયા, અને ૮-તસ્સ છે, (ચિત્યવંદન ભાષ્યમાં જે ભેદ છે તે વિવક્ષાભેદ સમજ) શાસ્ત્રોમાં કહેલા દશ પ્રાયશ્ચિતમાં પહેલું આલોચના અને બીજુ
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy