________________
૧૫૪
ધ સંગ્રહ ૩૦ ભા॰ સારાદ્વાર ગા. ૬૧
ન હોય તેા ફુલ લીધા પહેલાં માળી સાથે પુષ્પાના મૂલ્ય તરીકે, અગર માસિક પગાર તરીકે આપવાના કરાર કરી આપવું.
એ રીતે ઘરમદિરમાં પૂજા કરી પ્રભુની સન્મુખ ‘નમુક્કાર સહી’ વગેરે કાળ પચ્ચકખાણ અને ડ્રિસહી વગેરે સંāત પચ્ચ૰ કરવું. પછી વિધિપૂર્વક સંઘના મદિરે જઈ ત્યાં પુષ્પાદિથી અંગપૂજા, નૈવેદ્યાદિથી અગ્રપૂજા અને સ્તુતિસ્તવનાદિથી ગુણુગાનરૂપ ભાવપૂજા કરવી. તેમાં સ્વશક્તિ અને સમય પ્રમાણે પૂર્વે કહી તે જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના કરવી.
સંઘના મદિરે શાસનની પ્રભાવના થાય તેમ જવું. તેથી પોતે રાજા કે મંત્રી હોય તે સુંદર આભરણાદિ સજીને ઘણું દાન દેતા, છત્ર-ચામરાદિ આડંબર પૂર્વ, ચતુરગી સૈન્ય સાથે, વિવિધ વાજિંત્રો વગડાવતા, મહાજન વગેરે માટા માણસે સાથે જાય. અને સામાન્ય શ્રાવક કુળ – ધર્મને શાલે તેવાં વસ્ત્રાદિથી સજ્જ બનીને જાય. લાકનિંદા થાય તેવા तुच्छ કે અતિ ઉભટ વેશ નહિ કરવા.
એ રીતે મંદિરે જઈને ત્યાં પાંચ અભિગમરૂપ વિનય કરવા, તેમાં શરીરશે।ભા કે સુખાકારી માટે પહેરેલા સચિન્ત પુષ્પો, હાર, કલગી, વગેરે સર્વ સચિત્તના ત્યાગ કરવા. મુગટ સિવાયના આભરણુ અલ'કાર વગેરે અચિત્તને ત્યાગ નહિ કરવા. પહોળા ઉત્તમ એક વસતુ ઉત્તરાસણ કરવું. જિનપ્રતિમાનુ` દર્શન થતાં જ “તમે જિણાણું” એાલવા સાથે મસ્તકે એ હાથ જોડીને અંજલી કરવી. અને દર્શન વગેરેમાં મનની એકાગ્રતા કરવી.
સ્ત્રીઓએ ઉત્તરાસંગ અને મસ્તકે અંજલી એ નહિ કરવું. કારણકે સ્ત્રીઓએ પાતાના શરીરને અને હૃદયને પૂર્ણ ઢાંકી રાખવું, એ જ તેને અભિગમ છે. શાસ્ત્રમાં સ્ત્રીને • વિનયથી નગ્ન શરીરવાળી' એવું વિશેષણ કહ્યુ છે, દ્રૌપદીના અધિકારમાં “એ હાથે અંજલી જોડીને ” એવા પાઠ છે, પણ તે મસ્તકે અંજલીરૂપ નહિ, સામાન્ય ન્યૂણા કરવારૂપ સમજવા. સૂત્રો તે માત્ર સૂચક હોય છે માટે તેના અર્થ જ્યાં જે રીતે ઘટે તેવા સમુચિત કરવા તે વિવેક છે. વિનય પણ વિવેક પૂર્ણાંકના ઉચિત ગણાય. આ પાંચ અભિગમા સામાન્ય શ્રાવક માટે કહ્યા છે, રાજાને તેા છત્ર, ચામર, ખડ્ગ વગેરે શસ્ત્ર, પગરખાં અને મુગટ, એ પાંચ રાજચિન્હોને ત્યાગ કરવા તે પાંચ અભિગમ જાણવા.
પછી મંદિરના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરતાં ગૃહસ્થાશ્રમ સંબંખી સઘળાં સાવદ્ય કાર્યોના મન – વચન – કાચાથી ત્યાગ કરવાના પચ્ચક્ખાણુરૂપ ત્રણ વાર નિસીહિ શબ્દ બેલે, તે પણ તેમાં એક ગૃહસ્થાશ્રમ અંગેના પાપાના જ ત્યાગ થવાથી એક નિસીહિ જાણવી. જિનમ`દિરમાં મૈથુનકથા વગેરે વિકથાને તજવાથી આ નિસીહિ સફળ થાય અન્યથા કર્મબંધ થાય.
પછી મૂળનાયક ને પ્રણામ કરીને “સર્વ શુભ કાર્યો પ્રાયઃ જમણી બાજુથી કરવાં ’’ એવી નીતિ હોવાથી પ્રભુપ્રતિમા પાતાની જમણી બાજુ રહે તેમ પોતાની ડાબી બાજુથી