________________
પ્ર૦ ૪ દિનચર્યા– શ્રી જિનપૂજાદિને વિધિ
૧૫૩
બે પ્રકારની પણ કહી છે. વળી સત્તર પ્રકારની, એકવીશ પ્રકારની પણ પૂજા કહી છે. તત્ત્વથી તે આ બધા પ્રકારે અંગ, અગ્ર અને ભાવપૂજામાં અંતર્ગત થાય છે. તેમાં અંગપૂજાથી વિનશાંતિ અગ્રપૂજાથી અલ્યુદય અને ભાવપૂજાથી મોક્ષ થાય છે.
વિચારામૃતસારસંગ્રહમાં તે સાત્ત્વિકી, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારે કહ્યા છે. તેમાં જિનેશ્વરના ઉપકારો અને ગુણોને જ્ઞાતા પૂજક કોઈ બદલાની પૃહા વિના માત્ર કૃતજ્ઞભાવે ગમે તેવા ઉપસર્ગમાં પણ ભક્તિને ભાવ છોડે નહિ, પિતાનું સર્વસ્વ અર્પણ કરવા સમર્થ હોય, તેની આલેક પરલેકમાં મહાફળદાયી સાવિકી ભક્તિ, જેને આલેકના સુખ વગેરે મેળવવા કે લેકરંજન માટે કરે તેની રાજસીભક્તિ અને શત્રુના પ્રતિકાર માટે કે મત્સર વગેરેથી કરે તેની તામસી ભકિત કહેવાય. આ ત્રણ અનુકમે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ટ છે, માટે ઉત્તમ આત્માઓ તામસી ભકિત કરે નહિ.
ઉપરાંત શાસ્ત્રોકત વિધિ પૂર્વક જિનમંદિર બંધાવવા. બિબે ભરાવવાં, પ્રતિષ્ઠા કરવી, યાત્રાઓ કરવી, પૂજા કરવી વગેરે પણ ભાવપૂજાનું કારણ હોવાથી દ્રવ્યપૂજા જાણવી. જો કે શાસ્ત્રકથિત સર્વ ક્રિયા સંપૂર્ણ વિધિથી દરરોજ શક્ય ન બને તે પણ શક્તિ ગોપવ્યા વિના ઓછામાં ઓછી દીપક માટે ઘી, અક્ષતને સ્વસ્તિક, વગેરે પૂજા તો કરવી જ જોઈએ. જેમ સમુદ્રમાં ભળેલું જળબિંદુ અક્ષય બની જાય તેમ જિનપૂજામાં કરેલે તન-મન-ધનને વ્યય અક્ષય બની જાય છે. ધર્મબીજનું વાવેતર થાય છે અને પરિણામે ગહન પણ સંસારમાં દુર્ગતિ વિના પુણ્યવૈભવને વૈરાગથી ભગવતે જીવ પરમપદને પણ પામે છે. જિનપૂજાથી ચિત્તશાનિત, તેથી ઉત્તમ ધ્યાન અને ધ્યાનથી મુક્તિ થાય છે. પૂજ્ય ઉમાસ્વાતિવાચક-કૃત પ્રજાપ્રકરણમાં આ વિધિ વિસ્તૃત કહ્યો છે, તે મોટા ભાષાતરથી જાણી લેવો.
આ ઉપરાન્ત પણ પ્રતિમાને નિર્મળ (ઉજજવળ) બનાવવા. મંદિરની પ્રમાર્જના (શુદ્ધિ) કરવી, ધોળાવવું, રંગાવવું, પંચકલ્યાણકનાં અથવા જિનેશ્વરેના ભવો વગેરેનાં ચિત્રો કરાવવાં, પૂજાના ઉપકરણો (વાજિંત્રો, પુસ્તકો, સાવરણી, પાટલા, ત્રિગડું વગેરે) આપવાં, વસ્ત્ર-ચંદુઆ વગેરેની પહેરામણી કરવી, તેરણ બાંધવાં, વગેરે પણ જિનભક્તિના ઉદ્દેશથી કરવાથી યથાયોગ્ય અંગ– અગ્ર વગેરે પૂજા ગણાય.
પિતાનાં પૂજાનાં વસ્ત્રો પણ ઘરમાં ઘરમંદિર ઉપર ન મૂકવાં, ઘરમંદિરમાં પણ મોટા મંદિરની જેમ ચોરાશી આશાતનાઓ તજવી. દેવપૂજા માટેનાં ચંગેરી, ધૂપદાની, દીવ, કળશ વગેરે કોઈ વસ્તુ ઘરકામ માટે વાપરવી નહિ. ચોખા, ફળ, નૈવેદ્ય વગેરે વેચવાથી ઉપજેલું પણ દ્રવ્ય (સંઘના મંદિર) પિતાના નામે નહિ આપવું પણ “પૂજામાં આવેલી વસ્તુઓની ઉપજ છે” એમ સ્પષ્ટ કરીને આપવું. ઘરમંદિરમાં નૈવેદ્ય વગેરે જે નિર્માલ્ય ઉતરે તે કુલ આપનાર માળીને ભેટ રૂપે આપવું અને કુલની કિંમત પૂરી આપવી. તેટલી સંપત્તિ પહોંચે તેમ