________________
૧૫૨
ધર્મ સંગ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા. ૬૧
પણ ઉત્કૃષ્ટથી સાતવાર ચૈત્યવંદના કરવાની કહી છે. ૧. રાઈ પ્રતિક્રમણમાં છેલ્લું દેવવંદન, ૨. જિનમંદિરમાં, ૩. પચ્ચકખાણ પારતાં, ૪. આહાર વાપર્યા પછીનું, ૫. સાંજે પ્રતિક્રમણના પ્રારંભમાં દેવવંદન, ૬. સંથારા પિરિસિનું અને સાતમું પ્રાતઃ જાગ્યા પછી જ ચિંતામણીનુ. ગૃહસ્થને પણ બે પ્રતિક્રમણની, સંથારા પિરિસીની, જાગ્યા પછીની અને ત્રિકાલ જિનપૂજાની એમ સાત, એક પ્રતિક્રમણ કરનારને છે, સંથારા પરિસિ ન ભણાવે તે પાંચ, બે પ્રતિકમણ ન કરે તો ચાર, એમ વિવિધતા સમજવી. આ સાત પણ સામાન્ય કહી, મંદિરો ઘણું હોય તે ઘણી પણ થાય, શ્રાવક સકારણ પૂજા ન કરી શકે તે પણ ત્રણવેળા દેવવંદન તે અવશ્ય કરવું જોઈએ. કહ્યું છે કે શ્રાવકને સવારે દેવવંદન અને ગુરુવંદન વિના પાણી, મધ્યાહ્નની પૂજા વિના ભેજન અને સાંજની પૂજા વિના શયન પણ કલ્પ નહિ.
ગીત, નાચ વગેરે પર્વે અગ્રપૂજામાં કહ્યું છે, તે પણ મતાન્તરે તેને ભાવપૂજા કહી છે. પ્રભુ સામે ગીત-નૃત્ય વગેરે કરવાનું ફળ ઘણું મોટું કહ્યું છે, માટે મદદરી કે પ્રભાવતી રાણીની જેમ શ્રાવક-શ્રાવિકાએ ગીત-નૃત્ય વગેરે સ્વયં કરવું તે ભાવપૂજા કહી છે.
પૂજા કરતાં પ્રભુની છદ્મસ્થ, કેવળી અને સિદ્ધ એ ત્રણ અવસ્થાએાનું ધ્યાન ધરવું, તે પણ ભાવપૂજા છે. તેમાં પરિકરમાં કોતરેલા હાથી ઉપર બેઠેલા કળશ દ્વારા અભિષેક કરતા દેને જોઈને પ્રભુની જન્માવસ્થા, હાથમાં પુપવાળો માળા ધારી દેવાને જોઈને રાજ્યવસ્થા અને કેશ રહિત મુખ– મસ્તક જોઈને શ્રમણપણું, એમ ત્રણ પ્રકારે છદ્મસ્થ અવસ્થાનું ધ્યાન કરવું. પરિકરમાં કોતરેલી પાંદડાની પંક્તિથી અશોકવૃક્ષ, માલાધારી દેવોથી પુષ્પવૃષ્ટિ, બે બાજુ વીણા-વાંસળીવાળા દેથી દિવ્ય વનિ તથા ભામંડલ, આસન, ચામરધારી દેવાથી ચામર ઉપર કોતરેલું છત્ર, વગેરે પ્રાતિહાર્યોથી કેવળી અવસ્થા અને પ્રભુની પદ્માસન કે કાઉસગ્નમુદ્રાથી સિદ્ધાવસ્થાનું ધ્યાન ધરવું.
વિવિધ પ્રકારે પૂજા- ચૈત્યવંદન મહાભાષ્ય વગેરેમાં પુષ્પ, અક્ષત, ગંધ, ધૂપ અને દીપ એમ પંચપ્રકારી, ફળ, નૈવેદ્ય અને જળ સહિત અષ્ટપ્રકારી તથા સ્નાત્ર, અર્ચન, વસ્ત્ર, આભૂષણ, નાટક, ગીત, આરતિ, વગેરેથી સર્વ પ્રકારી, એમ પણ પુજાના ત્રણ પ્રકારો કહ્યા છે. સંબોધપ્રકર વગેરેમાં પુજાની સામગ્રી વગેરે સ્વયં લાવવી, પ્રક્ષાલાદિ સ્વયં કરવું, તેને કાયિકીપુજા, બીજા દ્વારા મંગાવવું કે કરાવવું, તેને વાચિકીપુજા, તથા મનથી અર્પણ કરવારૂપ માનસિકીપુજા- એમ ત્રણ પ્રકારે કહ્યા છે. વળી પુષ્પ વગેરેથી અંગપુજા, નૈવેદ્ય વગેરેથી અગ્રપુજા, સ્તુતિસ્તવનાદિથી ભાવપુજા અને જિનાજ્ઞાના સંપૂર્ણ પાલનથી પ્રતિપત્તિ પુજા એમ ચાર પ્રકારે પણ કહ્યા છે. આ ચારે પૂજાએ ઉત્તરોત્તર અધિકાધિક ફળદાયક છે.
વળી કોઈપણ વસ્તુ દ્રવ્ય, કે સ્તુતિ, સંગીત, નૃત્ય, વગેરે સર્વ પૂજા તે દ્રવ્યપૂજા અને જિનાજ્ઞાનું પાલન કરવું તે ભાવપૂજા એમ સર્વ પૂજાઓ બે પૂજામાં અંતત કરતાં