SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૪. દિનચર્યા–શૈત્યવંદનાનું સ્વરૂપ ૧૫૧ જયવીયરાય બેલાય તે (અર્થાત્ સ્તુતિના એક જોડાવાળી) ચૈત્યવંદના ઉત્કૃષ્ટ જાણવી. આ ઉત્કૃષ્ટ ચૈત્યવંદનાને વિધિ વ્યવહાર ભાષ્યની “ત િથા ૬ જાવ.” ગાથાથી કહે છે. ચિત્યવંદનભાષ્ય, આવશ્યકણિ, વગેરેમાં પણ આ પ્રમાણે કહેલું છે. અન્ય આચાર્યો વળી કહે છે કે એક શકસ્તવવાળી ચિત્યવંદના જઘન્ય, બે અથવા ત્રણ શકસ્તવવાળી મધ્યમ અને ચાર અથવા પાંચ શકસ્તવવાળી ઉત્કૃષ્ટ જાણવી. અર્થાત્ વર્તમાનમાં ચૈત્યવંદન કરાય છે તે એક નમુ. વાળી જઘન્ય. મોટું દેવવંદન કરાય છે તે પાંચ નમુ. વાળી અથવા છેલ્લું ચિત્યવંદન ન કરે તે ચાર નમુ. વાળી ઉત્કૃષ્ટ અને એમાં એક થેયના જેડાવાળી (માસી દેવવંદનમાં શ્રી ઋષભદેવનું રૌત્યવંદન કરીએ છીએ તે) બે નમુ. વાળી અથવા છેલ્લા એક મૈત્યવંદન સહિત ત્રણ નમુ. વાળી મધ્યમ જાણવી. અથવા ભાવની અપેક્ષાએ પણ ત્રણ પ્રકાર કહ્યાં છે, જેમકે ગુણસ્થાનકોના ભેદથી જીવેમાં ભાવની પણ તરતમતા હોય છે. તેથી પહેલા ગુણસ્થાનકે અપુનબંધકને જઘન્ય ભાવ હોવાથી તેની ઉપર કહી તે દરેક વન્દના જઘન્ય. ચોથા ગુણસ્થાનકે ભાવ મધ્યમ હોવાથી અવિરતિ સમક્તિદષ્ટિની દરેક વંદના મધ્યમ અને પાંચમા ગુણસ્થાનક વગેરે વિરતિવાળાના ભાવ ઉત્કૃષ્ટ હોવાથી તેની દરેક વંદના ઉત્કૃષ્ટ જાણવી. અથવા એક જ ગુણસ્થાનકવાળા પણ સર્વના ભાવ (ઉત્સાહ) જૂનાધિક હોય માટે એક અપુનબંધકમાં પણ જઘન્ય હર્ષોત્સાહવાળાની જઘન્ય, મધ્યમવાળાની મધ્યમ અને ઉત્કૃષ્ટ હર્ષોત્સાહવાળાની ઉત્કૃષ્ટ સમજવી. એ રીતે ચોથા ગુણસ્થાનકે અને પાંચમાં વગેરે ઉપરના ગુણસ્થાનકે પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભાવની અપેક્ષા એ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વન્દના જાણવી. અપુનબંધકભાવથી નીચેની અવસ્થાઓમાં ભાવવંદના હોય જ નહિ. કેવળ દ્રવ્યવંદના અને તે પણ અવિશુદ્ધ હોય, કારણકે દ્રવ્ય વંદના પણ જે ભાવનું કારણ બને તે વિશુદ્ધ કહી છે. સદ્દબંધક વગેરેને ભાવવંદના હોય જ નહિ માટે તેઓને અવિશુદ્ધ દ્રવ્યવન્દના હોવાથી ભાવવંદનમાં તે ઘટે નહિ. આ વિષયમાં કોઈ એમ માને છે કે-ગણધર-ભગવંતે માત્ર “નમુત્થણ” રચેલું છે અને જીવાભિગમ વગેરેમાં વિજયદેવ વગેરેએ માત્ર નમુત્થણુંથી વન્દના કહી છે, માટે શ્રાવકને નમુત્થણથી અધિક બેલવું ઘટિત નથી, તેનું સમાધાન એ છે કે વ્યવહાર ભાષ્ય વગેરેમાં સાધુને અધિક બલવાનું વિધાન છે, અને દર્શનશુધ્ધિ તો શ્રાવકને પણ કરણીય છે, માટે અધિક બેલવામાં શ્રાવકને કોઈ દોષ નથી. વિજયદેવ વગેરે અવિરતિ અને પ્રમાદી હોવાથી તેમની પ્રવૃત્તિ આચરણરૂપ ન મનાય, એને આચરણું માનીએ તે ન કરવા ગ્ય ઘણું કરવું પડે અને કરવા ગ્ય ઘણું છોડવું પડે વગેરે મોટા ભાષાન્તરમાં વિસ્તારથી કહેલું છે, ત્યાંથી જોઈ લેવું. ચૈત્યવંદન ભાગ્યમાં સાધુને દરરોજ સાતવાર અને ઉભય પ્રતિક્રમણ કરનાર ગૃહસ્થને
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy