________________
૧૫૦
ધર્મ સંગ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા, ૬૧
પુષ્પ વગેરેની આંગી પણ જોનારને ભાવોલ્લાસ વધે તેવી સુંદર કળાત્મક રીતે કરવી. આ સિવાય કુસુમાંજલી ચડાવવી, શુદ્ધ જળધારા દેવી, અંગરચના કરવી, લલાટે કસ્તુરી વગેરેથી પત્રભંગી (આડ) રચવી, વગેરે વિવિધ અંગપૂજાના પ્રકાર સંઘના મંદિરની પૂજાના અધિકારમાં કહેવાશે. પ્રતિમાની હથેલીમાં સુવર્ણનું બીજોરું, શ્રીફળ, સોપારી, સોના – રૂપાળું નાણું, સીક્કો, નાગરવેલનું પાન, વગેરે મૂવું, અને દશાંગાદિ ધૂપ ઉખે તે સર્વ અંગપૂજા ગણાય છે. તેમાં ધૂપ પ્રભુની ડાબી બાજુએથી ઉખેવ વગેરે અંગપૂજાનું સ્વરૂપ જાણવું.
૨. અગ્રપૂજા- તાજા સુધી ઘીના દીપક ધરવા, સેના-ચાંદીથી બનાવેલા કે ડાંગરના ઉત્તમ અખંડ ચોખા વડે દર્પણ, ભદ્રાસન, વર્ધમાન, શ્રીવત્સ, મત્સ્યયુગલ, સ્વસ્તિક, કુંભ અને નંદાવર્ત. એ અષ્ટમંગળની રચના કરવી, જ્ઞાન-દર્શન-ચારિત્રના પ્રતિક રૂપે ત્રણ ઢગલી કરી ઉપર પાન-સોપારી વગેરે ફળો મૂકવાં, બીજોરું, શ્રીફળ, વગેરે તાજાં નવાં ફળોની તથા વિવિધ ઉત્તમ નૈવેદ્યની ભેટ કરવી, મંગળ સ્વરૂપ ભરેલાં જળપાત્ર પ્રભુ સન્મુખ સ્થાપવાં, તેમાં પણ નૈવેદ્યમાં રાંધેલી રસોઈનું ફળ વિશેષ છે અને તે સરળ પણ છે. આવશ્યક નિર્યુક્તિ, નિશીથ, મહાનિશીથ વગેરેમાં રાંધેલા બલીનું વિધાન છે, સાકર વગેરેનાં શ્રેષ્ઠ પાણી, ફળ, વગેરે ખાદિમ અને સૂકાંપાન વગેરે સ્વાદિમ, એ ચારે આહારથી નૈવેદ્ય પૂજા કરવી. તથા ગશીર્ષચંદનથી માંડલું બનાવવું કે થાપા દેવા, ગીત, નાચ કરવાં, વાજિંત્રો વગાડવાં. લૂણ કે આરતિ - દીપક ઉતારવા, તે સર્વ અગ્રપૂજા કહી છે.
૩. ભાવપૂજા- અંગ - અગ્ર પૂજાની પ્રવૃત્તિના ત્યાગરૂપે ત્રીજીવાર નિસાહિ કહીને ચિત્યવંદન માટે જઘન્યથી જિનપ્રતિમાથી નવ હાથ અને સગવડ ન હોય તો ઓછામાં ઓછા એક હાથ દૂર તથા ઉત્કૃષ્ટથી સાઈઠ હાથ દૂર, તેમાં પણ પુરુષે પ્રભુની જમણી બાજુ અને સ્ત્રીઓ એ ડાબી બાજુ ભૂમિની પ્રમાર્જનાપૂર્વક બેસીને વિશિષ્ટ સ્તુતિસ્તવનાદિથી ચૈત્યવંદન કરવું તેને ભાવપૂજા કહી છે. તેના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ પ્રકાર છે. તેમાં –
માત્ર મસ્તકથી પ્રણામ, કે “નમો અરિહંતાણું” વગેરે એક નવકાર, અથવા જેમાં નમસ્કાર થતું હોય તેવા એક કે અનેક લેખકો, કાવ્ય બેલીને કરાય, તે સર્વ જેમાં વર્ણન અને ક્રિયા અલ્પ હોય તે જઘન્ય ચૈત્યવંદના કહી છે, તેમાં પણ પ્રણામ પાંચ પ્રકારે થાય છે. માત્ર એક મસ્તક નમાવવાથી એક અંગવાળો, બે હાથે અંજલી એડવાથી બે અંગવાળે, મસ્તક સાથે અંજલીથી ત્રણ અંગવાળ, બે હાથે અંજલી અને બે ઢીંચણથી ચાર અંગવાળો અને સાથે મસ્તક નમાવવાથી પાંચ અંગવાળો (પંચાંગ) પ્રણામ કર્યો છે. જેમાં અરિહંત ચેઈએ , અન્ની, એક નવકારને કાઉસગ્ગ અને પારીને એક સ્તુતિ બોલાય તે એક દંડક અને એક સ્તુતિવાળી મધ્યમ ચૈત્યવંદના, એમ બૃહત્ક૯૫ભાષ્યની “નિરદમનિવ
f” એ ગાથાના આધારે જણાય છે. અને જેમાં (નમુત્થણું, અરિહંતાઈ, લેગસ્ટ, પુખરવરદી. અને સિદ્ધાણું, એ) પાંચ દંડકસૂત્રે સાથે ચાર સ્તુતિઓને એક જોડો તથા