________________
પ્ર૪. દિનચર્યા–જિનેશ્વરની અંગપૂજા વિધિ
૧૪૯
આ પ્રતિમાના પ્રક્ષાલમાં જેમ એક બીજાના પાણીને પરસ્પર સ્પર્શ થવા છતાં દેષ નથી, તેમ સિદ્ધચક્રમાં, પરિકરમાં માલધારી દેવના પાણી વગેરેને કે પુસ્તકમાં પાનાનાં સ્પર્શને પરસ્પર દેષ લાગતો નથી. કહ્યું છે કે તીર્થંકરની આઠ પ્રાતિહાર્ય વગેરે રિદ્ધિના દર્શન માટે કોઈ પરિકર સહિત એક પ્રતિમા ભરાવે, કોઈ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના માટે ભેગી ત્રણ ભરાવે, કઈ પંચપરમેષ્ઠિ મહામંત્રની આરાધના કરી ઉદ્યાપન માટે પંચતીથી ભરાવે, કોઈ ચોવીશે ભગવંતોનાં કલ્યાણકનો તપ કરી ઉદ્યાનમાં ચોવીશી ભેગી કરાવે અને કોઈ મહાશ્રાવક સર્વ તીર્થકરોની અરાધના માટે એક સાથે એકસીર (નો પટ્ટ) પણ ભરાવે, આ વિધિ કહેલું હોવાથી પરસ્પર પાણી વગેરેને સ્પર્શ થવાથી દોષ નથી એમ સમજવું. બહુમાન સાચવવા માટે પ્રભુનાં જંગલુછણ, પ્રક્ષાલ માટેનું પાણી, કે કેસર ચંદન વગેરે જુદા પાત્રમાં રાખવું, તેનો ઉપયોગ પોતાના હાથ ધરવામાં, લુછવામાં કે તિલક કરવામાં કરવાથી અવિનય થાય. એમ પૂજાનાં વસ્ત્ર પણ અન્ય કોઈ કામમાં વપરાય નહિ.
ચંદન પૂજા– બે ચરણે, બે જાન, બે કાંડાં, બે ખભા અને મસ્તક એ નવ અંગે ક્રમશઃ કરવી, અર્થાત્ આ અધિકાર મોટા મંદિરની પૂજાના વિધિમાં આગળ કહેવાશે, તે પ્રમાણે નવ અંગે સુષ્ટિ ક્રમે કેસર- બરાસથી મિશ્રિત ગોશીર્વચંદન વગેરેથી પૂજા કરવી. કોઈ પ્રથમ લલાટે પછી નવ અંગે કરવાનું કહે છે. જિનપ્રભસૂરિકૃત પૂજાવિધિમાં તે કહ્યું છે કે “તાજા સુગંધી ચંદન વડે જમણે ઢીંચણ અને ખભે, પછી લલાટ, પછી ડાબો ખભો અને ઢીંચણ એ પાંચ અંગે અથવા હૃદય સહિત છ અંગે પૂજા કરી તાજાં પુછે અને સુગંધીવાસથી પ્રભુપૂજન કરવું.”૯
પુષ્પપૂજા- પુષ્પ સુદર વર્ણવાળાં, સુગધી, તાજા, ભૂમિ ઉપર નહિ પડેલાં, પૂર્ણ ખીલેલાં, અખંડ અને તાજાં એવાં ઉત્તમ વિવિધ જાતિનાં છૂટાં અથવા (હાર- ટોડર- કલગી વગેરે) ગૂંથેલાં પુથી પૂજા કરવી. કહ્યું છે કે સૂકાં, ભેંય પડેલાં, ખંડિત, અશુચિથી સ્પેશિત, પૂર્ણ નહિ ખીલેલાં, સડેલાં, કે ખવાયેલાં, ચવાયેલાં, ચીમળાયેલાં, શેભા રહિત, ગંધરહિત, કે ખાટા ગંધવાળાં, તથા મળ-મૂત્રાદિશૌચ કરતાં સાથે રાખેલાં ઉચ્છિષ્ટ, વગેરે પુષ્પથી દેવને પૂજવા નહિ. વિશેષમાં સંપત્તિવાળાએ રત્ન, સુવર્ણ, કે મોતીના હાર, મુગટ, વગેરે આભરણથી સેના -રૂપાનાં પુષ્પોથી અને વિવિધ જાતિના ચંઆ વગેરેથી જિનમૂર્તિને પૂજવી – અલંકૃત કરવી. એથી સ્વ પર વિવિધ લાભ થાય છે. કહ્યું છે કે- શ્રેષ્ઠ સામગ્રીથી લાભ પણ શ્રેષ્ઠ મળે છે અને સજનોને પિતાની સંપત્તિને આથી બીજે શ્રેષ્ઠ સદુપયોગ પણ કોઈ નથી. ચંદન અને પુષ્પપૂજા પ્રભુનાં નેત્રે - મુખ વગેરે ઢંકાઈ ન જાય તે રીતે કરવી.
૯. વર્તમાનમાં તપગચ્છને વિધિ જમણુ-ડાબા બે ચરણે, બે ઢીંચણ, બે હાથ અને બે ખભાનાં એક એક અંગ, એમ ચાર તથા શિખા, લલાટ, કંઠ, હૃદય અને નાભિ, એ પાંચ મળી નવ, એ રીતે પૂજા કરવાને વિધિ પ્રચલિત છે.