________________
૧૪૮
ધર્મસંપ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા. ૬૧
યુક્તિ સંગત છે. નિર્માલ્યને ઉતાર્યા પછી તેમાં કુંથુઆ વગેરે જીપત્તિ સંભવિત હેવાથી પગ નીચે ન આવે તેવા પવિત્ર સ્થાને છૂટું છૂટું નાખવું, જેથી હિંસા અને આશાતના પણ ન થાય, પ્રક્ષાલના પાણી માટે પણ એ રીતે સમજવું.
પછી કાળજી પૂર્વક પ્રતિમાને પ્રમાર્જન કરીને પવિત્ર થાળ વગેરેમાં નાભિથી ઉંચા સ્થાને પધરાવવાં. પછી કેસર, બરાસ, ઉત્તમ ઔષધિઓ તથા ચંદનથી મિશ્ર કરેલા પવિત્ર જળથી ભરેલા કળશથી બે હાથે અભિષેક કરે. પ્રક્ષાલ વખતે “હે પ્રભે! જન્મ સમયે મેરુશિખરે દેવ-દાનવ અને ઇન્દ્રોએ સુવર્ણ, રત્ન, વગેરેના કળશોથી આપનું જ્યારે સ્નાત્ર કર્યું, તે વખતે આપનું દર્શન કરનારા આત્માઓ ધન્ય ધન્ય છે.” એવી ભાવના ભાવવી. શક્ય બને ત્યાં સુધી પ્રક્ષાલ, પૂજા વગેરે મૌનથી કરવું, બેલિવું પડે તે પણ પાપવચને તે નહિ જ બલવાં, અન્યથા કહેલી નિસાહિ નિરર્થક બને. શ્રાદદિનકૃત્યમાં કહ્યું છે કેજિન-પૂજાદિ કરતાં શરીરે ખણવું, થંક-બળ – શ્લેષ્મ વગેર કાઢવું, કે સ્તુતિ તેત્રાદિ પ્રગટ બેલવાં નહિ.
પછી જરૂર જણાય તે પણ વાળાકુંચી કોમળ છતાં ધીમેથી વાપરવી. પ્રક્ષાલ પછી એક અંગછણાથી સઘળું પાણી લૂછી પ્રતિમાને કોરાં કરવાં અને બીજુ પવિત્ર બારીક ધુપેલું અંગલુછણું કરવું.
પંચતીથી પ્રતિમા, ચોવીશીના પટ્ટ કે સિદ્ધચક્રની પાટલી, વગેરેમાં પરસ્પર એકનું પાણી કે જંગલુછણાં બીજાને લાગે તે પણ દેષ નથી, શાસ્ત્રમાં ત્રણ પ્રકારની પ્રતિમા આ પ્રમાણે પણ કહી છે.
૧. વ્યક્ત પ્રતિમા તીર્થંકર (કે જેનું શાસન) જે કાળે વિદ્યમાન હોય તેની પ્રતિમા ભરાવવી તે.
૨. ક્ષેત્ર પ્રતિમા – અમુક ચોવીશીના વીશે તીર્થકોને પટ્ટ (પાટલો) કે વીશી ભરાવવી તે અને
૩. મહા પ્રતિમાનું ઉત્કૃષ્ટ એકસે સીત્તેર પ્રતિમા (કે સહસકુટ વગેરે) ભરાવવા તે.
૮. બેથી પૂર્ણ શુધિ ન થાય તે અંગલૂછશું ત્રણ વાર કરવું. અંગલૂછણ પવિત્ર, કામળ, મેલ વગરનાં વિધિપૂર્વક એલાં રાખવાં. તેમાં પણ પિતાનાં કપડાં ધોવાની જગ્યાએ અંગભૂં છણું ધોવાથી આશાતના થાય. પ્રતિમાની સંખ્યા પ્રમાણે અધિક રાખવાં. અહીં ઘરમંદિરમાં પ્રતિમાજી છેડા હાય માટે બે કહ્યાં સંભવે છે. તાત્પર્ય તે એ છે કે પ્રતિમાજીમાં કોઈ સ્થળે લેશ પણું પાણી ન રહે તેમ કરવું. પ્રક્ષાલ પછી અગલુછણાં તત કરવાં, નહિ તે પાણી સૂકાવાથી પ્રતિમા સ્પામ થતી જાય, વગેરે કાળજી કરવી એ જ આરાધના છે અને બેદરકારી આશાતના છે.