________________
પ્ર૦ ૪ દિનચર્યા– જિનેશ્વરની અગપૂજા વિધિ
૧૫૫
જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માટે ભક્તિપૂર્ણ હૃદયથી “માજિણાણ” કહીને અડધું અંગ નમાવવા રૂપ અર્ધ પ્રણામ કે પૂર્ણ ખમાસમણ રૂપ પંચાગ પ્રણામ કરીને પૂજાની સામગ્રી હાથમાં લઈ પુત્રાદિ પરિવાર સાથે ગંભીર, મધુર સ્વરે જિનગુણથી ગૂંથેલાં મંગલ સ્તોત્રાદિ બેલતો બે હાથની અંજલીરૂપ ગમુદ્રા કરીને, પગલે પગલે જીવદયાના ઉપગપૂર્વક એકાગ્રચિત્તે ત્રણ પ્રદક્ષિણા કરે. ઘરમંદિરમાં કે બીજે પણ જ્યાં પ્રદક્ષિણ માટે શક્યતા ન હોય ત્યાં પણ પ્રદક્ષિણાની ભાવના તજે નહિ. પ્રદક્ષિણા કરતાં ચારે દિશામાં પ્રતિમાંરૂપ સમવસરણની કલ્પના કરે. આ હેતુથી જ અનેક મંદિરોમાં ગભારાને સમવસરણ માનીને તેની બહારની ત્રણ દિશાઓમાં મૂળનાયકના નામના ત્રણ બિંબ સ્થપાય છે. તેથી “ રતિઃ વૃષ્ટમ” અર્થાત્ “અરિહંતની પુંઠ વજીને વસવું” એ નિયમ સચવાય છે. . - પછી મંદિરની પ્રમાર્જના કરવી. દેવદ્રવ્યની પુરાંત (હિસાબ)તપાસવા, વગેરે મંદિરના કાર્યો કરવાં. અને પૂજનની સામગ્રી તૈયાર કરવી. એમ જિનમંદિરનાં કાર્યો પૂર્ણ કરીને તેનો ત્યાગ માટે મુખમંડપ કે ગભારાના દ્વાર વગેરેમાં પ્રવેશતાં ગ્ય સ્થળે બીજીવાર ત્રણ નિશીહિ કહે અને પ્રભુની સામે પૂર્ણ (પંચાંગ) ખમાસમણથી ત્રણ વાર પ્રણામ કરે. પછી ઉલાસપૂર્વક મુખકોશ દ્વારા મુખ – નાસિકાને બાંધીને મોરપીંછીંથી પ્રતિમા ઉપરનું નિર્માલ્ય- પુષ્પાદિ ઉતારે. પછી ગભારાનું મંદિરનું સ્વયં પ્રમાર્જન કરે કે બીજા દ્વારા કરાવે અને પછી વિધિપૂર્વક પ્રભુપૂજન શરૂં કરે. તેમાં
પ્રક્ષાલ - સુગંધયુક્ત શુદ્ધ પાણીથી " વિલેપન- કેસર મિશ્રિત ગશીર્ષચંદનાદિથી, અંગરચના - યથાશક્ય ઊત્તમ સામગ્રીથી અને લલાટે પત્ર (આડ) કસ્તૂરી વગેરેથી કરે. વિવિધ વર્ણનાં સુગધી . તાજાં જાતિવંત પુષ્પ -માળાઓથી તથા ચીનાઈ રેશમી વસ્ત્રોથી પહેરામણી કરે, કૃષ્ણાગરું મિશ્રિત સુધી ધૂપ, તાજા પવિત્ર ઘીનો દીપક, સ્વચ્છ અને અખંડ ઊત્તમ ચોખાથી સ્વસ્તિક કે અષ્ટમંગળની રચના, સુંદર પુષ્પઘર (માંડ૫) અને વિશિષ્ટ તાજાં ફળો, નૈવેદ્ય, વગેરેથી વિશેષ પ્રકારે ભક્તિ કરે, તેમાં પહેલાં કોઈએ જે ઉત્તમ પુષ્પથી આંગી વગેરે પૂજા કરેલી હોય તેથી અધિક શોભા કરવાની સામગ્રી પોતાની પાસે ન હોય તો તે પૂર્વની પૂજામાં જ પોતાની સામગ્રીથી શોભા વધારે. એમ કરતાં પૂર્વો ચઢાવેલાં પુષ્પાદિને ઉતારીને પુનઃ ચઢાવે તો પણ દેષ નથી. કારણકે તે નિર્માલ્ય ગણાતું નથી. નિર્માલ્ય તે જે તેજ વગરનું કે નિરૂપયેગી બની ગયું હોય તે કહેવાય. એથી જ એક જ આભરણ, વસ્ત્ર, અલંકારો, વગેરે વારંવાર ચઢાવાય છે, એક અંગછાણું અનેકને અનેકવાર કરાય છે.
. . . , મૂળનાયકની પૂજા પછી સૃષ્ટિ ક્રમે (જમણી બાજુથી) બીજાં શેષ પ્રતિમાઓને પૂજે અને ગભારામાંથી બહાર નીકળતાં મંગળચત્ય તથા ત્રણ સમવસરણ ચૈત્યને પૂજે, વગેરે ક્રમ જીવાભિગમમાં કહ્યો છે. . . • •