________________
પ્ર૦ ૪ દિનચર્યા-દ્રવ્યસ્નાન અને ભાવ સ્નાન
૧૪૫
તેમાં શ્રાવક સર્વ કાર્યો જયણાથી કરે તે જ ધર્મરક્ષા થાય, માટે નાન જ્યાં કીડીઓ, કુંથુઆ, ઢીલકુંગ કે બીજા પણ ત્રસજી ન હોય, પાણી ભરાઈ ન રહે તથા જ્યાં ખાડાટેકરા અને પિલાણ ન હોય અને પાણુ શીધ્ર સૂકાઈ જાય તેવી સરખી ભૂમિમાં કરાય, પાણી પણ અચિત્ત અને સચિત્ત હોય તે સારી રીતે ગાળેલું પરિમિત વાપરવું અને તેમાં પણ ઉડતા જ પડીને મરે નહિ તે ખ્યાલ રાખે. વગેરે શ્રાદ્ધદિનકૃત્યમાં તથા પૂજા પંચાશકમાં પણ કહ્યું છે. લૌકિક શાસ્ત્રોમાં તે કહ્યું છે કે નગ્ન થઈને, રેગી દશામાં, પ્રવાસમાંથી આવીને તુર્ત, ભોજન પછી, આભૂષણ સહિત, સ્વજનાદિને વળાવ્યા પછી, કે કોઈ મંગળ કાર્ય કર્યા પછી સ્નાન કરવું નહિ.”
સ્નાનના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે, દ્રવ્યસ્નાનના પણ દેશનાન અને સર્વ સ્નાન એમ બે પ્રકારે છે, તેમાં મળ-મૂત્રનું, દાંત-મુખનું કે હાથ–પગ વગેરેનું શૌચ તથા કોગળા કરવા વગેરે દેશસ્નાન અને સંપૂર્ણ શરીરનું સ્નાન તે સર્વસ્નાન કહેવાય. તેમાં–
મળ-મૂત્રનું વિસર્જન મૌનપૂર્વક, નિર્જીવ ભૂમિમાં શક્ય હોય તો કોઈ ન દેખે ત્યાં, કોઈને અણગમે કે અપકીર્તિ ન થાય તે રીતે, ઓછામાં ઓછું પણ એક વસ્ત્ર પહેરીને, દિવસે અને બે સંધ્યાએ ઉત્તર સન્મુખ અને રાત્રે દક્ષિણ સન્મુખ બેસીને કરવું, એમ વિવેક વિલાસમાં કહ્યું છે. દાતણ પણ સીધું, ગાંઠા વિનાનું, સારે કૂચે થાય તેવું, છેડે પાતળું, દશ અંગુલ લાંબુ, છેલ્લી અંગુલી જેટલું જાડું, સારી જમીનમાં ઉગેલા જાતિવંત વૃક્ષનું છેલ્લી બે આંગળી વચ્ચે રાખીને અંગુઠા અને તર્જનીથી પકડીને જમણું – ડાબી દાઢ નીચે પિઢામાં, તે પણ મનને એકાગ્ર કરીને પૂર્વ કે ઉત્તર સન્મુખ સ્વસ્થ બેસીને દાંત-માંસને ઈજા ન થાય તેમ ઘસવું, વગેરે નીતિશ્વસ્ત્રમાં કહ્યું છે. દાતણના અભાવે બાર કોગળાથી મુખશુદ્ધિ કરવી, ઉલ તે દરરોજ ઉતારવી.
જળસ્નાનથી શરીર શુદ્ધિ અને સુખને અનુભવ થવાથી દ્રવ્યસ્નાન એ ભાવશુદ્ધિનું કારણ છે. સ્નાનાષ્ટકમાં કહ્યું છે કે જળથી દ્રવ્યસ્નાન કરનારને કેદ્ર વગેરે રોગ ન હોય તે પણ માત્ર શરીરના બાહ્ય અંશની અલ્પકાળ પુરતી શુદ્ધિ, તે પણ જળ સિવાયના અન્ય જીની જયણા કરવાથી થાય છે, તે પણ ગૃહસ્થને બીજા આરંભે થી થતાં પાપની શુદ્ધિ માટે વિધિપૂર્વક દ્રવ્યસ્નાન કરીને દેવ અને અતિથિનું પુજન કરવું તે હિતકર છે. કારણ અનુભવથી સિદ્ધ છે
૫. નિત્ય એક જ સ્થળે પાણી પડે ત્યાં લીલફુગ થાય, બાથરૂમમાં કે મેરી-ચોકડીમાં સ્નાન કરવાથી તે ઘોર હિંસા થાય. જયણ એ જ આજ્ઞાપાલનરૂપ પ્રભુપૂજા છે, તેના બદલે અજયણું – હિંસા કરીને પૂજા કરવી તે કઈ રીતે ઉચિત નથી. વર્તમાનની શહેરની જીવન પદ્ધતિ ધર્મઘાતક છે, તેમાં શક્ય તેટલી જયણા પાળવાની બદિ હોય તો જ ધર્મ થઈ શકે. જેને હિંસાને કે અવિધિને ભય નથી તેની ધર્મકરણી હિતકર બનતી નથી, ધર્મક્રિયાને પ્રાણ ભાવ છે, શુભ ભાવ વિનાની ક્રિયા કેવળ કાયકલેશ કહી છે.