________________
૧૪૪
ધર્મસંગ્રહ ગુo ભા૦ સારોદ્વાર ગા. ૬
પ્રથમ દ્રવ્યપૂજા માટે પુષ્પ વગેરે સામગ્રી વિધિપૂર્વક મેળવવી અને ભાવપૂજા માટે મુદ્રા કરવી વગેરે વિધિ પછી જણાવીશું. તે પહેલાં ચેત્ય એટલે જિનમૂર્તિને પ્રકારે જાણવા જોઈએ, તે પાંચ પ્રકારે છે. ૧. ભકિત ચૈત્ય- નિત્યપૂજા માટે ઘરમાં પધરાવેલી પ્રતિમા. ૨. મંગળ ચૈત્ય- બારણાના ઊત્તરાસંગમાં કોતરેલી. ૩. નિશ્રાકૃત ત્ય- કોઈ એક ગચ્છની હોય તે. ૪. અનિશ્રાકૃત રીત્ય- સધળા ગચ્છનું સાધારણ (તીર્થ વગેરેની પ્રતિમાં) તે અને ૫. શાશ્વત ચૈત્ય- કોઈએ નહિ કરાવેલી ત્રણે લોકમાં રહેલી શાશ્વત પ્રતિમાઓ તે.
અહીં જે વિધિ કહેવાનું છે તે ઘરમંદિરના ભક્તિ ચિત્ય માટે સમજવે. જો કે પૂર્વે આ ગ્રન્થમાં અને ગશાસ્ત્રમાં પણ આને મંગળ-ચિત્ય કહ્યું છે, પણ તે ચિત્યના ત્રણ પ્રકારની અપેક્ષાએ કહ્યું છે. પાંચ પ્રકારની અપેક્ષાએ ઘરમંદિરના ચિત્યને ભકિતચત્ય કહ્યું છે. તેનું પૂજન વિધિપૂર્વક કરવાથી સફળ થાય છે. સંસારના કાર્યો પણ વિધિથી સફળ થાય છે. તે આત્મકલ્યાણના કાર્યો માટે અવિધિ કેમ ચાલે? માટે હવે પુજાને વિધિ જણાવે છે કેમૂઢ-“સખ્યાત્વિરિતે, વા, સંજ્ઞાચ જ નિનાન માત !
पुष्पाहारस्तुतिभिश्च पूजयेदिति तिद्विधिः" ॥६१।। અર્થાત સમ્યગ એટલે વિધિ- જયણાપૂર્વક પૂજાના સમયે સ્નાન કરીને જિનપ્રતિમાનું સ્નાન-નાત્ર પ્રક્ષાલ કરીને, પુષ્પ - આહાર અને સ્તુતિ દ્વારા પ્રતિમાને પૂજે એ જિનપૂજાને વિધિ છે. તેમાં
પુપના ઉપલક્ષણથી દરેક પ્રકારની અંગપૂજા, આહાર શબ્દથી વિવિધ અગ્રપૂજા અને સ્તુતિ શબ્દથી ચિત્યવંદનાદિ ભાવપૂજા સમજવી. તેમાં ઉત્સર્ગથી પૂજા ત્રણ સંધ્યાએ – ત્રિકાળ કરવી. અપવાદે આજીવિકાદિ કારણે અનુકૂળ સમયે ત્રણ– બે અથવા એક વખત પણ કરાય, સર્વને માટે ત્રિકાળને એકાંત નથી.
૩. અજ્ઞાનથી અવિધિ થઈ જાય તે પણ વિધિનું લક્ષ્ય હેવાથી લાભ થાય. જાણવા છતાં પ્રમાદથી અવિધિ કરવાથી તે કર્મબંધ એટલે સંસાર વધે,
૪. તેમાં અપવાદનું કારણ પ્રબળ જોઈએ, સામાન્ય કારણે ગમે ત્યારે કરવાથી અનાદર નામની આશાતના થાય. રાત્રીએ સ્નાન–પૂજા કરવી તે અમંગળ અને આશાતનારૂપ છે. નીતિશાસ્ત્રમાં પણ રાત્રી સ્નાનને અમંગળ કહ્યું છે અને અજૈન શાસ્ત્રોમાં પણ રાત્રીએ સ્નાન, શ્રાધ-દાન-દેવપૂજનને નિષેધ છે, ભેજનને તે વિશેષતયા નહિ કરવાનું કહ્યું છે. વર્તમાનમાં વહેલી સવારે પૂજા અને મેડી રાત સુધી ભાવના વગેરે થાય છે તે ઘણી રીતે અનર્થકારક છે.