________________
પ્ર૦ ૪. દિનચર્યા પચ્ચકખાણને વિધિ
૧૪૩
(કરનાર અને) ન કરનારે પણ નિદ્રામાં આવેલા રાગ વગેરે રૂપ કુસ્વપ્નના દ્વેષાદિરૂપ દુઃસ્વપ્નનાં પ્રાયશ્ચિત માટે કુસુમિણ– દુસુમિણને કાર્યોત્સર્ગ કરી, તેમાં સ્વયં સ્ત્રીસેવન રૂપ સ્વપ્નને ૧૦૮ શ્વાસોચ્છવાસનો (ચાર લેગસ્સ સાગરવર-ગંભીરા સુધીને) અને તે સિવાયનાં સ્વપ્નને એક શ્વાસોચ્છવાસને (ચંદેસુ નિમ્મલયરા સુધી ચાર લેગસને) કાર્યોત્સર્ગ કરે. પંચાશકની ટીકામાં સ્વયંસીસેવનનું સ્વપ્ન આવ્યા પછી જાગીને તુર્ત આ કાઉસ્સગ્ન કરવાનું કહ્યું છે અને શ્રાદ્ધવિધિ ટીકામાં સ્રોસેવનનું સ્વપ્ન આવે તે તુર્ત આ કાઉસ્સગ્ન કર અને પછી પ્રમાદ થાય તે રાઈપ્રતિકમણ પૂર્વે બીજીવાર પણ કરે એમ કહ્યું છે. કોઈ વાર દિવસે પણ કુસ્વપ્ન- દુઃસ્વપ્ન આવે તે આ કાઉસ્સગ કરવાનું સમજાય છે. પણ તુર્ત કે દેવસિક પ્રતિક્રમણ કરતાં કરે તે સ્પષ્ટ જણાતું નથી, માટે બહુશ્રુત ગુરુના આદેશ પ્રમાણે કરે.
શ્રાદ્ધવિધિ, પંચાશક, શ્રાદદિનકૃત્ય, વગેરે ગ્રની ટીકાને આધારે એમ જણાય છે કે પ્રતિક્રમણ કરનાર કે નહિ કરનાર પણ શ્રાવકે પ્રથમ નિરર્થક કર્મબંધથી બચવા માટે સ્વશક્તિ ગોપવ્યા વિના પૂર્વે જણાવ્યા તે “સચિત્ત-દ્રવ્ય- વિગઈ” વગેરે ચૌદ નિયમ ધારીને ગઠિસહી વગેરે સંકેત પચ્ચ. સાથે “નમુક્કારસહી” વગેરે કાળ પચ્ચખાણ સૂર્યોદય પહેલાં જ ઘરમંદિરમાં દેવ સમક્ષ, કે સ્થાપનાચાર્ય સામે ગુરુપ્રત્યક્ષ કરવું અથવા આત્મસાક્ષીએ ધારવું જોઈએ.
કાળ પચ્ચખાણોમાં “ઉગ્ગએ સૂરે” પાઠ હોવાથી તે સૂર્યોદયથી શરુ થાય છે, તેથી સૂર્યોદય પહેલાં કર્યું હોય તે જ સફળ થાય. પિરિસિ-સાદ્ધપરિસિ વગેરે પણ સૂર્યોદય પૂર્વે કરાય, અથવા સૂર્યોદય પહેલાં કરેલા નમુકકારસહિ પચ્ચ. ને કાળ પૂર્ણ થયા પહેલાં જ તેની સાથે જોડી (વધારી) શકાય, અર્થાત્ કાળપચ્ચ. સૂર્યોદય પછી કરાય નહિ. “આઈ નિંદામિ, પડુપ્પન્ન સંવરેમિ અને અણગમં પચ્ચખાણમિ” એ પાઠથી પચ્ચકખાણ ભવિષ્યકાળનું કહ્યું છે તેથી સૂર્યોદયથી શરુ થતું પચ્ચ. સૂર્યોદય પૂર્વે કરવાથી જ સફળ થાય. એકાસણું-બેસણું, વિગઈનું કે આયંબિલનું વગેરે દરેક પરચકખાણ પણ કાળ પચ્ચ. સાથે જ કરી શકાય, એમ યેગ્યકાળે કરેલું પચ્ચખાણ પૃષ્ટ કહેવાય. આ રીતે સ્વયં કરેલું કે ધારેલું પચ્ચ. પુનઃ ગુરુસાક્ષીએ પણ કરવું જોઈએ.
અહીં સુધી મૂળ ૬૦ ગાથા માં કહેલા ત્રણ પાદનું વર્ણન કરીને હવે ચોથા પાદમાં કહેલા ચૈત્યવંદનનું વર્ણન કહીએ છીએ તેમાં
૨. પ્રતિક્રમણ નહિ કરનાર શ્રાવક પણ આ કાર્યોત્સર્ગ કરી સામાયિક કરે, તેમાં જગચિંતામણીનું જયવીયરાય સુધીનું ચિત્યવંદન, ખમાસમણપૂર્વક “ભગવાન્ડ' વગેરે ચારને વંદન તથા સજઝાયના બે આદેશ માગી “ભરફેસર બાહુબલી' સજઝાય દ્વારા સંતે અને સતીઓના સ્મરણ રૂપ પ્રભાતિક મંગળ કરવાથી દિવસ પાપથી રહિત બનીને પુણ્યક્રિયાઓ દ્વારા સફળ થાય. સામાયિક ન કરે તે પણ આ મંગળ કરવું હિતકર છે.