SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ધસંગ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા, ૬૦ પૂર્વક અને મોક્ષપ્રાપ્તિ માટે વિના ગણવે. કહ્યું છે કે કોડવાર પૂજા જેટલું એક સ્તુતિનું, ક્રોડ સ્તુતિઓ જેટલું એક જાપનું, કોડ જાપ જેટલું એક ધ્યાનનું અને કડવાર ધ્યાન જેટલું એક લયનું ફળ મળે છે.” ધ્યાનની સિદ્ધિ માટે શ્રી જિનેશ્વરની કલ્યાણક ભૂમિ, અન્ય તીર્થો, અથવા જ્યાં એકાગ્રતા સાધી શકાય તે સ્થળ ઉત્તમ છે. સામાન્યતઃ મુનિઓની વસતિ સ્ત્રી – પશુ-પંડકાદિ વિનાની હોય, તે પણ ધ્યાન માટે નિર્જન-એકાન્ત સ્થળ વધારે હિતકર છે. યોગસિદ્ધ આત્માઓ માટે તે સમુહમાં કે એકાન્તમાં કોઈ ભેદ નથી. તેથી જ્યાં મન-વચન-કાયાની એકાગ્રતા – સ્થય થઈ શકે તેવું બસ-સ્થાવર થી રહિત સ્થળ ધ્યાન માટે ઉત્તમ છે, તેમ કાળ પણ સામાન્ય સાધક માટે જે જે કાળે નું સમાધાન થઈ શકે તે ધ્યાન માટે એગ્ય જાણ. યેગીને તે દિવસ રાત્રી કે અમુક કાળનું નિયમન નથી. મહાનિશિથમાં કહ્યું છે કે શ્રી નમસ્કાર મંત્રનું ભાવથી ચિંતન કરવાથી ચોર, વાઘસિંહ વગેરે ધાપદના, સાપ, સમુદ્રાદિ જળ, અગ્નિ, જેલનું બંધન, રાક્ષસ વગેરે દુષ્ટ દે, યુદ્ધ અને રાજભયના વગેરે સર્વ ઉપદ્રવ ટળી જાય છે, નમસ્કાર પચીશીમાં પણ કહ્યું છે કે જન્મતાં કે પછી પણ નમસ્કારમંત્ર ગણવાથી ઋદ્ધિ મળે, મરતાં ગણવાથી દુર્ગતિ ટળે, આપત્તિમાં ગણનારને આપત્તિ ટળે અને ઋદ્ધિ વખતે ગણતાં ઋદ્ધિ વધે. વળી નવકારના એક અક્ષરના જાપથી સાત સાગરેપમનાં, પદના જાપથી પચાસ સાગરેપમોનાં અને સંપૂર્ણ ગણવાથી પાંચસે સાગરોપમનાં પાપો તૂટે છે. મહામંત્રના એક પદને પૂજવાથી અને એક લાખ વાર જપવાથી તીર્થકર નામકર્મ બંધાય છે. તથા આઠ કેડ, આઠ લાખ, આઠસેને અ8િ વાર જપ કરવાથી ત્રીજા ભવે મોક્ષ થાય છે. એમ નમસ્કારમંત્રના જાપથી અનંતા લાભ થાય છે. માટે નિદ્રામાંથી જાગતાં તેનું સ્મરણ કરવું એ મહામંગળ છે. નમસ્કારનું સમરણ કર્યા પછી તુર્ત દ્રવ્યાદિનું સ્મરણ એટલે ધર્મ જાગરિકા કરવી. તેમાં મારાં કર્તવ્ય પૈકી મેં શું શું કર્યું? અને શું શું કરવાનું બાકી છે તેમાં પણ શક્ય છતાં હું શું નથી કરતો ? બીજાઓને મારામાં કયા દેશે દેખાય છે? મારું કર્તવ્ય શું છે? અથવા જાણવા છતાં કયા દેને હું છોડતું નથી ? વગેરે આત્મચિંતન કરવું અને શક્ય ધર્મકાર્યો કરવાને તથા દોને છોડવાનો નિર્ણય કરે. તે પછી (શૌચ વગેરે કરીને) સામાયિક વગેરે છ આવશ્યકરૂપ રાત્રી પ્રતિક્રમણ કરવું, તેમાં તપચિંતનના કાઉસગ્નમાં આજે ક્યી પર્વતિથિ કે કલ્યાણક છે? વગેરે વિચારીને તે પર્વ વગેરેને ઉચિત તપનું પચ્ચક્ખાણ સ્વયં આત્મસાક્ષીએ કરવું, (ધારવું.) પ્રતિક્રમણ ૧. વસ્તુતઃ જીવ આ ચિંતા કરતે નથી માટે જ દે વધતા જાય છે અને સામગ્રી-શક્તિ છતાં હિત થતું નથી, માટે જાગતાં જ ઉગતે દિવસ સફળ કરવા આવું ચિંતન કરી તે પ્રમાણે વર્તવું જોઈએ.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy