________________
પ્ર૦ ૪, દિનચર્યા–નમકાર ગણવાને વિધિ
૧૪૧
છેલ્લા ચાર પદેનું ધ્યાન કરવું. આ રીતે મન-વચન-કાયાની શુદ્ધિ પૂર્વક એકસે આઠ નમસ્કારનું સ્મરણ કરતે સાધુ ભેજન લેવા છતાં એક ઉપવાસના ફળને પામે છે” આ પણ નમસ્કારના જાપની પ્રેરણા માટે કહેલું સામાન્ય ફળ છે, પરમાર્થથી તે એક નમસ્કારના જાપનું ફળ સ્વર્ગ કે મોક્ષ પણ મળે છે.
કમળની કલ્પના પૂર્વક ન ગણી શકે તે નંદાવર્ત, શંખાવર્ત વગેરે આવોંથી અંગુલીના વેઢા ઉપર પણ ૧૦૮ વાર ગણે, તો દુષ્ટ પિશાચ વગેરે તેને નડતા નથી, એમ નમસ્કાર નિર્યુકિતમાં કહ્યું છે. બંધન કે અગ્નિ વગેરેના ઉપદ્રવ પ્રસંગે પણ (મું - તા – હું–રિ-અ -મ –ણ-એમ) અક્ષરોને ઉલટાવીને કે (પઢમં હવઈ મંગલં, મંગલાણં ચ સર્વેસિ.) એમ પદોને ઉલટાવીને લાખ કે તેથી અધિક જાપ કરે તો ઉપદ્રવ તત્કાલ નાશ પામે છે.
તત્ત્વથી તે મહામંત્ર વગેરેને જાપ કેવળ કર્મનિર્જરા માટે જ કરે ઊચિત છે. તે પણ કઈ દ્રવ્ય-ક્ષેત્ર- કાળ – ભાવના પ્રસંગે લૌકિક હિત માટે પણ ગણવાથી લાભ થાય. માટે શાસ્ત્રમાં તે ઉપદેશ કરેલે જણાય છે. શાસ્ત્રના આઠમાં પ્રકાશમાં કહ્યું છે કે – બીજાને સ્તંભન માટે પીળા રંગની, વશીકરણ માટે રાતા રંગની, ક્ષોભ પમાડવા લીલા રંગની, દ્વેષ કરાવવા કાળા રંગની અને કર્મોના નાશ માટે વેત રંગની માળાથી જાપ કરે.
અંગુલીથી પણ જાપ ન કરી શકે તે રત્નની કે રુદ્રાક્ષ વગેરેની માળાને હદય સન્મુખ રાખી, પગ કે વસ્ત્રાદિને માળાને સ્પર્શ ન થાય તે રીતે મેરુનું ઉલ્લંઘન કર્યા વિના જાપ કરે. આંગળીના છેડાથી મેરનું ઉલ્લંઘન કરવાથી કે વ્યગ્ર (ચંચળ) ચિત્તથી ગણે તે તેનું અલ્પમાત્ર ફળ મળે છે. (અહીં આંગળીના છેડાથી એટલે અંગુઠા ઉપર માળા રાખીને તર્જની અંગુલીના છેડાથી નહિ ગણતાં અંગુલી ઉપર માળા રાખીને અંગુઠાથી ગણવું એમ કેટલાક માને છે તે જણાય છે) વળી જા૫ સમુહને બદલે એકાન્તમાં શ્રેષ્ઠ, તેનાથી પણ મૌનથી અધિક શ્રેષ્ઠ અને તેથી પણ ધ્યાનથી કરે તે અધિક શ્રેષ્ઠ છે. પાદલિપ્તસૂરિકૃત પ્રતિષ્ઠા પદ્ધત્તિમાં પણ માનસ, ઉપાંશુ અને ભાગ્ય એમ જાપના ત્રણ પ્રકારે કહ્યા છે, તેમાં જે જાપમાં અંતર્જલ્પ પણ ન હય, કેવળ મનથી પોતે જ જાણે તે માનસ જાપ, જેમાં અંતર્જ૫ હોય છતાં બીજા ન સાંભળી શકે તે ઉપાંશુ અને જેને બીજા સાંભળી શકે તે ભાષ્ય જાપ જાણ. તેમાં કષ્ટસાધ્ય છતાં શાન્તિકાર્યો માટે કરાય તે માનસજાપ ઊત્તમ છે. ઉપાંશું સામાન્ય કષ્ટ વાળ અને પષ્ટિક કાર્યો માટે કરાતો હોવાથી મધ્યમ છે, ભાષ્ય તે સુકર તથા વશીકરણાદિ દુષ્ટ ઉદ્દેશથી કરતા હોવાથી અધમ છે.
શ્રી નમસ્કારમંત્ર ચિત્તની સ્થિરતા માટે પાંચ પદની કે નવપદની અનાનુપૂર્વીથી ગણવે. અધિક શ્રેષ્ઠ છે. અનાનુપૂવી એક એક અક્ષર કે પદ વગેરેથી પણ ગણી શકાય. અનાનુપૂવને વિધિ યોગશાસ્ત્ર આઠમા પ્રકાશમાં કહ્યો છે, વળી નમસ્કારમંત્રને જાપ આલેકના ફળ માટે છે