________________
શ્રી ધર્મ સંગ્રહ ગુજરાતી ભાષાંતરનો સારોદ્ધાર
પ્રકરણ ચેાથે-મહાશ્રાવકની દિનચર્યા પૂર્વે શ્રાવકનું સ્વરૂપ, તેને અપનબંધક, સમ્યકત્વ, તથા બારબતે રૂપ ગુણે પ્રગટાવવા તથા પ્રગટેલા ગુણની શુદ્ધિ– વૃદ્ધિ અને રક્ષણ માટે શ્રાવકે શું કરવું જોઈએ? તે દિનકૃત્ય વગેરેના વિભાગથી કહેવાનું છે, તેમાં પહેલું દિનકૃત્ય કહ્યું છે કે
मूल- नमस्कारेणावबोधः स्वद्रव्याधुपयोजनम् ।
सामायिकादिकरण विधिना चैत्यपूजनम् ॥६०॥ અર્થાત્ વિધિપૂર્વક નમસ્કાર મહામંત્રનું સ્મરણ સાથે જાગવું. પિતાના દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવને ઉપગ (ખ્યાલ) કરે. સામાયિક વગેરે કરવું અને જિનપૂજા કરવી તે મહાશ્રાવકની દિનચર્યા છે. તેમાં
સંપૂર્ણ ક૯યાણરૂપ મોક્ષનગર, તેના રાજાતુલ્ય શ્રી પંચપરમેષ્ઠિ ભગવંતોથી અધિષ્ઠિત એવાં નવપદેથી અલંકૃત, મહામંગળરૂપ, નમસ્કાર મહામંત્રનું મરણ નિદ્રામાંથી જાગતાં જ કરવું જોઈએ. મુખ્યતયા શ્રાવક અલ્પનિદ્રાવાળે હેવાથી પાછલી રાત્રે સ્વયં જાગે, કારણ કે અલ્પનિદ્રાથી આલેક-પરલોકમાં કાર્યોની સિદ્ધિ વગેરે ઘણું લાભ થાય છે. છતાં વહેલે ન જાગી શકે તે બ્રાહ્મમુહૂર્ત (સૂર્યોદયને ચાર ઘડી બાકી હોય ત્યારે, તે અવશ્ય જાગે અને તુત મહામંત્ર નમસ્કારનું સમરણ કરે, પછી સ્વ-દ્રવ્યાદિને વિચાર કરે, છતાં નિદ્રાન છૂટે તે નાસિકા બંધ કરી શ્વાસને રોકે અને સ્વસ્થ બની લઘુશંકા ટાળે, ખાંસી વગેરે આવે તે પણ અવાજ સાંભળી બીજા જા અને આરંભાદિ કરે, તેમાં નિમિત્ત બનવાથી કર્મબંધ થાય માટે મોટે અવાજ ન કરે. વળી તે વખતે જે નાસિકાથી શ્વાસોચ્છવાસ ચાલતે હેય તે બાજુને પગ પ્રથમ નીચે મૂકે એમ નીતિશાસ્ત્રમાં કહ્યું છે.
પંચાશકવૃત્તિમાં કહ્યું છે કે જાગતાં નમસ્કારનું સ્મરણ ઉચ્ચાર વિના મનમાં જ કરવું. અન્ય આચાર્યોના મતે તે કેઈપણ અવસ્થામાં નમસ્કાર સ્પષ્ટ ઉચ્ચાર પૂર્વક બેલાય, પણ શ્રાદ્ધ દિનકૃત્યની ૯ મી ગાથામાં કહ્યું છે કે-ભાવબંધુ અને ત્રણ જગતમાં એગ ક્ષેમ કરનાર જગતના નાથ એવા મહામંત્ર શ્રી નમસ્કારને શય્યા, પલંગ છોડીને ભૂમિ ઉપર ઊભા ઊભા (કે બેઠાં બેઠાં) ગણે. યતિદિનચર્યામાં પણ સાધુઓને અંગે કહ્યું છે કે રાત્રીના છેલ્લા પ્રહરે જાગેલા બાલ, વૃદ્ધ વગેરે સર્વ સાધુઓ સાત કે આઠ વાર પરમેષ્ઠિ મંત્રને ગણે. રોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશમાં ૩૩-૩૫ લેકથી કહ્યું છે કે
આઠ પાંખડીવાળાં તકમળની કલ્પના કરીને તેની મધ્યકણિકામાં “નમો અરિહંતાણુ”નું, પૂર્વાદિ ચાર પાંખડીઓમાં ક્રમશઃ પછીના ચાર પદેનું અને અગ્નિ આદિ વિદિશામાં ક્રમશઃ