________________
'૧૪૬
ધર્મસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૬૧
કે જળસ્નાનથી અપેક્ષાએ દેશે થવા છતાં તે ભાવશુદ્ધિનું કારણ હોવાથી સમ્યગૂ દર્શન વગેરે બીજા ગુણે પ્રગટે છે.
અન્યત્ર પણ કહ્યું છે કે પુજામાં સ્થાવર ઓની હિંસા થવાથી તેટલા અંશમાં દેવ છતાં સમ્યકત્વની શુદ્ધિનું કારણ હોવાથી જિનપૂજા નિર્દોષ જાણવી. પંચાશકમાં તે કહ્યું છે કે કૂવો ખોદવાથી શ્રમ, તૃષા લાગે અને વસ્ત્રો મલિન થાય, તે પણ કૂવામાં પાણી પ્રગટવાથી તે બધા દોષ દૂર કરી શકાય અને એ પાણીથી બીજા જીવોને ઉપકાર પણ થાય. તે રીતે દ્રવ્યપૂજામાં અમુક દોષ હોવા છતાં સમ્યકત્વ વગેરે મટા ગુણો પ્રગટવાથી તે દેષ ટળી જાય અને એ પૂજાને જોઈને બીજા પણ પૂજા કરતા થાય એ મેટો લાભ થાય. એમ દ્રવ્યસ્નાનનું સ્વરૂપ કહ્યું,
હવે એ જ અષ્ટકમાં ભાવ સ્નાન માટે કહ્યું છે કે “ધ્યાન રૂપી પાણી વડે કર્મમલને નાશ કરવારૂપ આત્મશુદ્ધિ કરવી તે ભાવનાન છે.” અહીં એટલું વિશેષ સમજવું કે ગડગુમડ વગેરે રોગના કારણે જળસ્નાન કરવા છતાં રસી-પરૂ વગેરે અશુચિ ઝરતી રહે તે જળ-ચંદન પુષ્પ વગેરેથી અંગપુજા સ્વયં ન કરતાં એ દ્રવ્યો બીજાને આપી તેની પાસે કરાવવી. અગ્રપૂજા અને ભાવપૂજા સ્વયં કરી શકાય. કહ્યું છે કે શરીરાદિ શૌચ વિના, કે ભૂમિ ઉપર પડેલાં પુષ્પથી જે દેવપૂજા કરે છે તેના પરિણામ નિશ્ક હોવાથી અન્ય ભવે , તે ચંડાળ થાય છે.
સ્નાન પછી ઉત્તમ શુદ્ધ વસથી શરીર લૂછવું અને બીજા પવિત્ર કોરા વસ્ત્રથી નાન કરેલું વસ્ત્ર બદલી, ભીના પગે ભૂમિને સ્પર્શ ન થાય તે રીતે પવિત્ર સ્થાને જઈ ઉત્તર દિશા સમુખ ઉભા રહી પૂજાનાં વસ્ત્ર પહેરવાં. પૂજાના વચ્ચે સફેદ, કોમળ, અખંડ, સાંધ્યા વિનાનાં, ઉત્તમ જાતિનાં, અન્ય કાર્યમાં નહિ વાપરેલાં જોઈએ, તે પણ પુરૂષને અધવસ્ત્ર અને ઉત્તરીય છે અને સ્ત્રીઓને કંચુક સહિત ત્રણ જજોઈએ. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે દેવપૂજા વગેરેમાં સાંધેલું, બળેલું કે ફાટેલું વસ્ત્ર નહિ પહેરવું. તથા કાપેટીયું, અડધી ચડ્ડી, લંગોટ જેવું ટુંકું કે જેનાથી મળ-મૂત્રનું વિસર્જન કે મિથુન સેવ્યું હોય તેવા વસ્ત્રથી, કે પુરુષે માત્ર એક વસ્ત્રથી કે સ્ત્રીઓએ કંચૂક વિના દેવપૂજન નહિ કરવું. વળી પૂજાનાં વચ્ચે વપરાશ પ્રમાણે પરસેવા વગેરેથી મેલાં થાય તે ધોતા રહેવું, ધૂપથી પવિત્ર બનાવવાં, તેનાથી પરસેવો કે શ્લેષ્મ વગેરે લૂંછવું નહિ, હવે પૂજાના પ્રકાર વગેરે કહે છે.
૧. અંગપૂજા-પ્રતિમાને પ્રક્ષાલ- પૂજાની સઘળી સામગ્રી-પુષ્પ વગેરે મેળવ્યા ( ૬. જે જે યિામાં થોડી હાની અને ઘણો લાભ, અગર પ્રારંભમાં હાનિ પણ પરિણામ લાભ થાય, તે દરેક ક્રિયાઓ ઉપાદેય છે. લૌકિક લેકોત્તર સધળા વ્યવહાર પ્રાયઃ એ જ પ્રમાણે ચાલે છે, માટે જિનપૂજા થાડા દેજવાળી હોવા છતાં પરિણામે ઘણું લાભનું કારણ હોવાથી તે ગૃહસ્થને અવશ્ય કરણીય છે.