________________
૧૩૪
ધર્મસંગ્રહ ગુરુ ભાવ સારદ્વાર ગા. ૫૯
मूल-एतैविना व्रताचारो, गृहिधर्मा विशेषतः ।
___ सप्तक्षेत्र्यां तथा वित्त-वापो दीनानुकम्पनम् ||२९|| અર્થાત આ કહ્યા તે અતિચારો સેવ્યા વિના વ્રતનું પાલન કરવું, સાતક્ષેત્રમાં ધન વાવવું અને દીનદુઃખીની અનુકંપા કરવી, તે ગૃહસ્થને વિશેષ ધર્મ છે. તેમાં જિનબિમ્બ, જિનમંદિર, જનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ શ્રાવકને ધનનું વાવેતર કરીને ધર્મ મેળવવા માટેનાં સાત ક્ષેત્રે છે. તેમાં –
૧. જિનબિંબ– લક્ષણયુક્ત, દર્શનીય, શાસ્ત્રોક્ત પ્રમાણ યુક્ત અંગોપાંગવાળી, મણી, રને, સુવર્ણ, ચાંદી વગેરે ધાતુઓની કે ઉત્તમ પાષાણુની અથવા પવિત્ર માટીની કે ચંદનાદિ કાષ્ટની, વગેરે પિતાની સંપત્તિ પ્રમાણે જિનમૂર્તિ સુંદર બનાવવી, તેની અંજનપ્રતિષ્ઠા કે સ્થાપના કરાવવી, પૂજા, યાત્રા, મહેન્સ કરવા, અલંકારેથી ભૂષિત કરવી, વસ્ત્રાદિ પહેરામણી કરવી તથા ઉત્તમ ચૂર્ણો, પુષ્પ, અક્ષત, ધૂપ-દીપ નૈવેદ્ય, ફળ અને જળપાત્ર, એ અષ્ટવિધ કે સત્તર, એકવીશ, વગેરે વિવિધ પ્રકારે પૂજા કરવી ઈત્યાદિ જિનબિંબ ક્ષેત્રોમાં ધનનું વાવેતર કર્યું છે.
ચિંતામણું વગેરે જડ પદાર્થોની પૂજાથી – સેવાથી જેમ લાભ થાય છે, તેમ વીતરાગ છતાં પ્રભુની સેવાથી પણ લાભ થાય જ છે. જેમ મંત્રજાપથી કે અગ્નિ સેવનથી મંત્ર કે અગ્નિને લાભ થતો નથી, પણ સેવકને લાભ થાય છે, તેમ પ્રભુ વીતરાગ હેવાથી તેમને લાભ ન થાય તે પણ રાગી-ભક્તને પિતાની ભક્તિ અનુસારે લાભ મળે જ છે. ૨૧
જિનબિંબનાં ત્રણ પ્રકાર કહ્યાં છે તેમાં– ૧. ભક્તિ ચૈત્ય,– પિતે અગર બીજાએ ભક્તિ માટે બનાવેલું તે. ૨. મંગળ ઐત્ય- ઘર વિગેરેના દ્વારમાં ઉત્તરંગમાં બનાવેલું હોય અને
૩. શાશ્વત ચૈત્ય-જે કેઈએ નહિ કરાવેલુ પણ ત્રણે લોકનાં શાશ્વત મંદિરોમાં બિરાજમાન. (આગળ જિનબિંબનાં પાંચ પ્રકારો પણ કહેવાશે)
૨. જિનમંદિર – શુદ્ધ ભૂમિ-જ્યાં નીચે હાડકાં, કોલસા વગેરે અમંગળ શલ્ય
૨૬. જગતમાં બધા જડ પદાર્થોને ઉપયોગ જેમ બાહ્ય જીવન માટે સફળ બને છે, તેમ જડ છતાં વીતરાગની મૂર્તિની સેવા અત્યંતર (આત્મ) જીવનમાં લાભ કરે છે. જડ શરીરને જડ પદાર્થો લાભ કરે તે ચેતનવંત આત્માને ચૈતન્યવંતની મૂર્તિ લાભ કેમ ન કરે? એક ચિત્ર કે ફોટા પણ જોઈને પ્રસન્નતા પ્રગટે છે, તેમ વિતરાગની નિર્મળ– નિર્વિકાર આકૃતિનું પૂજય ભાવથી દર્શન-પૂજન કરનારને ચિત્ત પ્રસન્નતા, પુણ્યબંધ વગેરે આધ્યાત્મિક લાભ થાય જ છે. રાગીને વીતરાગ બનવા માટે વિતરાગનું આલંબન અનિવાર્ય છે. મૂર્તિ પૂજ અનાદિ છે અને પ્રાયઃ સર્વ આસ્તિક દર્શનો આજે પણ માને છે. પુણ્યથી મળેલાં નેત્રોનું સાચું ફળ જિનદર્શનથી અને સંપત્તિનું સાચું ફળ પુજન વગેરેથી મળે છે.