________________
પ્ર૩ સાત ક્ષેત્રોમાં શ્રી જિનમંદિરનું વર્ણન
૧૩૫
ન હોય ત્યાં, સ્વભાવે નીપજેલ પાષાણ, ઉત્તમ કાષ્ટ વગેરે સામગ્રી વિધિ પૂર્વક લાવીને, કારીગરે પ્રસન્ન થાય તે રીતે તેઓને દબાણ કે ઠગાઈ કર્યા વિના અને છકાય જીવોની જયણા પૂર્વક, પિતાની સંપત્તિ પ્રમાણે ભરતચક્રીની જેમ સમિ કે મધ્યમ અથવા છેવટે ઘાસની ઝુંપડી જેવું પણ જિનમંદિર બંધાવવું. શ્રીમંત શ્રાવકે તો દર્શન માટે માણસો આકર્ષાય તેવું રમણીય અને દેવે પણ પ્રભાવિત બનીને ભક્તિ કરવા આવે તેવું પ્રભાવક જિનમંદિર પર્વત ઉપર કે પ્રભુની કલ્યાણક ભૂમિઓમાં બંધાવવું, અગર સંપ્રતિ રાજાની જેમ નગરે નગરે, ગામે ગામે, સર્વત્ર બનાવવાં. રાજાએ તે મંદિર બંધાવીને તેના નિભાવ માટે સંઘને ઘણું ધન, ગામ, નગર, અમુક પ્રદેશની પણ ભેટ કરવી. ઉપરાંત જીર્ણ થયેલાં કે અન્ય લોકોએ કબજે કરેલાં મંદિરોને ઉદ્ધાર કરે, કારણકે તે નૂતન મંદિર કરતાં પણ તે અધિક પુણ્યનું કારણ છે. ૨૭
જે કે જિનમંદિર વગેરે કરાવવામાં છકાય જીવોની હિંસા થાય છે, તે પણ શરીરાદિ, અનિત્ય પદાર્થો માટે જેઓ છકાય જીવોની વિરાધના કરે છે, તેઓને જિનમંદિર વગેરે બંધાવવામાં થતી હિંસા ઉપકારક છે. આ હિંસા માત્ર સ્વરૂપ હિંસા છે, ભાવથી અહિંસા છે. તેથી તે કુતૂહલવૃત્તિથી નિરર્થક થતી અનુબંધ હિંસાના તથા શરીરાદિ માટે સપ્રયજન કરાતી હેતુ હિંસાના પાપનો નાશ કરી આત્માને અહિંસક બનાવે છે. જેમ લોખંડનું શસ્ત્ર લોખંડ છે, તેમ દુષ્ટ હિંસાનો નાશ શુભહિંસાથી થાય છે, હા, જેઓ સ્વશરીરાદિ માટે પણ હિંસા કરતા નથી તે પ્રતિમા વહન કરનાર શ્રાવક કે સર્વ સાવઘના ત્યાગી મુનિઓને મંદિર વગેરે બંધાવવું એગ્ય નથી.
સાવદ્ય પ્રવૃત્તિ કરનાર ગૃહસ્થને જ ધર્મ માટે આરંભ કરે એગ્ય છે, એટલું જ નહિ પણ અષ્ટકમાં કહ્યું છે કે સાવધના ત્યાગીને ધર્મ માટે પણ ધન કમાવું યોગ્ય નથી, કારણ કે કાદવથી ખરડાઈને પ્રક્ષાલન કરવું તે કરતાં કાદવથી દૂર રહેવું તે જ શ્રેષ્ઠ છે. વળી એમ માનવું કે શરીરાદિ માટે આરંભ તો અનિવાર્ય છે, તેથી તે કરવો પડે, પણ મંદિરાદિ બાંધવાનો બીજો આરંભ શા માટે કરવો ? તે પણ અજ્ઞાન છે. પંચાશકમાં કહ્યું છે કે શરીરાદિ માટે અન્ય આરંભ કરનારે ધર્મ કાર્યોમાં થતા આરંભને આરંભ માનો તે અજ્ઞાન છે, લેકનિંદાનું કારણ છે અને તેથી દુર્લભ – બધિ થાય તેવું મિથ્યાત્વ બંધાય છે.૨૮
૨૭. પોતે શ્રીમંત છતાં જિનમંદિર ન બાંધે, અગર બીજાની સંપત્તિથી કે દેવદ્રવ્યથી બંધાવે તે તેની ભક્તિની ખામી છે, માટે શ્રાવકે જિનમંદિર પિતાની સંપત્તિ પ્રમાણે સ્વદ્રવ્યથી બનાવવું હિતકર છે.
૨૮. પિતાને માટે રસોઈ કરનાર કુટુંબ, પરિવાર કે મહેમાન માટે રસોઈ કરવામાં પાપ માને તે વ્યવહારમાં મૂર્ખ બને. દેવું કાપવા માટે દેવું કરે તે દેવું મનાતું નથી, પણ વ્યાપાર મનાય છે, તેમ અહીં પણ અનુબંધ અને હેતુહિંસાનાં પાપની શુદ્ધિ માટે કરાતી ધર્મ હિંસા જીવને સંપૂર્ણ અહિંસક બનાવીને સ્વયં છૂટી જાય છે.