________________
પ્ર૦ ૩ સમ્યકુવાદિની પ્રાપ્તિના ઉપાય
૧૩૩
એમ સમ્યક્ત્વ સહિત શ્રાવકનાં બારવ્રતો અને તેના અતિચારો જણાવ્યા. તેના ઉપલક્ષણથી તે ગુણોની પ્રાપ્તિના ઉપાયે, રક્ષણ, ગ્રહણ, પ્રયત્ન અને તેના દરેકના વિષયો પણ જાણવા જોઈએ તે પંચાશકમાં આ પ્રમાણે કહ્યા છે.
૧. ઉપા– ગુર્નાદિ પ્રત્યે અંતરંગ બહુમાન અને બાહ્ય અત્યુત્થાન વગેરે વિનય કરવાથી, ગુણપ્રાપ્તિ માટે પરાક્રમ ફેરવવાથી, ગુણીની સેવાથી તથા જાતિસ્મરણાદિ જ્ઞાનથી, જિનવચન પ્રત્યેની શ્રદ્ધાથી અને વારંવાર તેને સદગુરુ દ્વારા ઉપદેશ સાંભળવાથી, તે તે સમ્યત્વ, વ્રત વગેરે ગુણે આત્મામાં પ્રગટે છે. અથવા (નૈસર્ગિક રીતે) પહેલા બીજા કષાયને ઉદય ટળવાથી પણ પ્રગટે છે માટે તે તે ઉપાયો કરવા.
૨. રક્ષણ- જયાં ધમમય વાતાવરણ હોય, ધમી આત્માઓને સંપર્ક થાય, તેવા સ્થાનને પરિચય કરવાથી, નિષ્કારણ પરાયા ઘેર નહિ જવાથી, રમત-ગમત, કુતૂહલ વગેર તજવાથી અને મધુર- હિતકર-ધાર્મિક વચન બોલવાથી, પ્રાપ્ત ગુણોનું રક્ષણ થાય છે, માટે એ રીતે રક્ષણ કરવું. અન્ય આચાર્યો “ઉપાયપૂર્વક રક્ષણ કરવું” એમ બેને એકજ ગણે છે.
૩. ગ્રહણ – સમ્યકૂવ કે વ્રત લેવા પૂર્વે તેના વિવિધ-વિવિધ વગેરે ભાંગાઓને વિવેકપૂર્વક સમજીને જે ભાગે પાળી શકાય તે ભાગે વ્રતને સ્વીકારવું, કે જેથી પાછળથી અતિચારનો કે ભાંગવાને પ્રસંગ ન બને. આણંદજી, કામદેવજી વગેરે મહાશ્રાવકોની આ વિશિષ્ટતા હતી કે લીધેલા વ્રતાદિમાં મરણાત ઉપસર્ગો છતાં નાને પણ અતિચાર સે નહિ, એથી જ પ્રભુએ સ્વમુખે તેઓને પ્રશસ્યા. માટે પહેલાં ભાંગા વગેરે સમજીને સુવિહિત ગુરુ પાસે આદર અને વિધિપૂર્વક વ્રતોને પળાય તેટલાં ગ્રહણ કરવા.
૪. પ્રયત્ન- સ્વીકારેલાં વ્રત વગેરેને વારંવાર સંભારવાં અને તજવા એગ્ય છતાં ન તર્યું હોય તેને તજવાને પ્રયત્ન કરે, પૂર્વે સમક્તિમાં જે અન્ય દેવગુર્નાદિને વંદનાદિ નહિ કરવાનું તથા પહેલા વ્રતમાં અળગણ પાણી નહિ વાપરવું, વગેરે વિવિધ જયણાનું વર્ણન કર્યું છે, તેને પાળવા પ્રયત્ન કરે. એમ શેષ વ્રતે માટે પણ સમજવું (રક્ષણમાં દેષથી બચવાને ઉદ્યમ અને પાલનમાં પાળવાને ઉદ્યમ એ ભેદ છે.)
૫. વિષય- જે જે વ્રતાદિમાં જે જે વિષયનું વિધાન કે નિષેધ કરવાનું હોય તે તે તેના વિષને સમજવા. જેમ કે સમકિતમાં છવાદિ તને યથાર્થરૂપે માનવાં એ વિષય, પહેલા વ્રતમાં ત્રસ જીવેને સંકલ્પાદિ પૂર્વક ન મારવા એ વિષય, એમ પ્રત્યેક વ્રત તેના વિષયને સમજીને લેવાં.
એમ અહીં કહા તે અતિચારોને તજવા તે ગૃહસ્થને વિશેષ ધર્મ છે, તે માટે કહે છે કે