________________
૧૩૨
ધર્મસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૫૮ ૪. અનાદર - પૌષધ કે તેની ક્રિયા અનાદરથી ઉત્સાહ વિના, અરૂચિથી કે નહિ કરવાની જેમ કરવાથી લાગે.
૫. વિસ્મૃતિ- (સામાયિકની જેમ) પૌષધને કે તેની ક્રિયાને ભૂલી જવાથી. એ પૌષધના પાંચ અતિચારે કહ્યા, હવે અતિથિસંવિભાગના કહે છે.
मूल-सचित्ते स्थापन तेन, स्थगन' मत्सरस्तथा ।
काललयोऽन्यापदेश, इति पञ्चान्तिमे व्रते ॥२८॥ અર્થાત અતિથિને દેવા મેગ્ય વસ્તુને સચિત્તવસ્તુ ઉપર મૂકવી, સચિત્તથી ઢાંકવી, મત્સરથી આપવું, નહિ આપવાની બુદ્ધિથી કાળ વ્યતીત થયા પછી વિનંતિ કરવી, કે વસ્તુ પારકી છે વગેરે કહેવું, એમ પાંચ અતિચાર બારમાં વ્રતમાં કહ્યા છે. તેમાં –
૧. સચિર સ્થાપન- દેવાની વસ્તુને નહિ દેવાની બુદ્ધિથી સચિત્ત પદાર્થો મીઠું, પાણી, છૂટી સળગતી ચૂલી, સગડી કે અનાજ અથવા લીલી વનસ્પતિ ઉપર મૂકે છે.
૨. અચિત્ત સ્થગનં– એ રીતે દેવાની વસ્તુ ઉપર કોઈ સચિત્ત વસ્તુ મૂકે (ઢાંકે) તે
૩. માત્સર્ય – કોઈ સામાન્ય સંપત્તિવાળાને દાન દેતો જાણીને તેના ઉત્કર્ષને સહન નહિ કરવાથી તેના પ્રત્યે મત્સરથી તેની મહત્તા તેડવા દાન આપે, કે અતિથિ ઉપર મત્સર કરીને આપે છે.
૪. કાળલંઘન અતિચાર– દેવાની બુદ્ધિ નહિ છતાં માયાથી દેખાવ કરવા ભિક્ષાને સમય વિત્યા પછી વિનંતિ કરે, તેથી અતિથિ આવે નહિ અને પિતે દાતાર ગણાય.
૫. અન્યાપદેશ- દેવાની વસ્તુ પિતાની છતાં અતિથિ સાંભળે તેમ ઘરના માણસેને કહે કે આ વસ્તુ તે પરાયી છે, માટે દાનમાં આપશે નહિ, અગર કહ ક
કહે કે “આ દાનથી મારી માતા વગેરેને પુણ્ય હેજે !” એમ નિષેધ કરવાથી કે પુણ્યનિમિત્તે કરાતું દાન સાધુઓને અકથ્ય હોવાથી તેઓ સ્વીકારે નહિ અને પિતે કૃપણ ગણાય નહિ.
ઉપાશકદશાની ટીકામાં કહેવા પ્રમાણે અહીં આ અતિચારે જણાવ્યા. તેમાં બાહ્યવૃત્તિથી દાનની પ્રવૃત્તિ અને અંતરંગવૃત્તિથી ભાવનાને અભાવ હોવાથી ભંગાભંગરૂપ અતિચાર જાણવા. (અન્યત્ર દેવાની ભાવનાથી પરાયી વસ્તુ છતાં પિતાની કહીને આપે તે પણ અતિચાર કહો છે. જે દાનાન્તરાયના ઉદયથી આપે નહિ, આપવા દે નહિ કે બીજા આપે તે જોઈને ખેદ કરે વગેરેથી તે વ્રતભંગ થાય. ધર્મબિંદુની ટીકા વગેરેમાં તે અનાભોગાદિથી કે અતિક્રમાદિથો ભૂલ કરે તે જ અતિચાર અને માયાથી ભૂલ કરે તે વ્રતભંગ કહ્યો છે, નિશ્ચય તે કેવલી ગમ્ય જાણો.