________________
પ્ર૦ ૩ શ્રાવકનાં દશમા વ્રતનાં અતિચારો
૧૩૧
૧. પ્રેષણ અતિચાર- નિયમિત પ્રદેશથી બહાર (દૂર) જવાથી વ્રત ભાગે એવી સમજથી પ્રજન પડે ત્યારે બીજાને મોકલે કે બીજા દ્વારા કઈ વસ્તુ મેકલે તે.
૨. આનયન અતિચાર– નિયમિત પ્રદેશ બહારથી બીજા દ્વારા કાંઈક મંગાવે તે. (આ બન્નેમાં પિતે જાય તે ઈસમિતિનું પાલન થાય, વ્રતભંગના ભયે બીજાને મોકલવાથી અધિક વિરાધના સંભવિત છે, છતાં વ્રત પાલનની અપેક્ષા હોવાથી અતિચાર જાણવા.)
૩. શબ્દાનુપાતન- નિયમિત પ્રદેશ બહારથી કોઈને પાસે બોલવવા કે સ્વયં છતા થવા ઉધરસ છીંક ખૂંખાર વગેરે અવાજ કરે તે.
૪. રૂપાનુપાતન- પિતે છતા થવા સામે દેખે તે રીતે સામે જઈ ઉભું રહે કે આંટા મારે તે.
પ. પુદગલ પ્રેરણા- પ્રગટ થવા ઈંટ, કાંકરે કે પત્થર વગેરે કોઈ ચીજ તેના તરફ ફેકે છે.
આ પાંચે અતિચારોમાં પ્રથમના બે મંદબુદ્ધિથી અને છેલ્લા ત્રણ માયાથી થાય છે. છતાં વ્રતરક્ષાનું લક્ષ્ય હોવાથી અતિચારો કહ્યા છે. પૂર્વાચાર્યો આ વ્રતમાં આઠે તેને સંક્ષેપ કહે છે, તથાપિ અહિં ક્રિશિપરિમાણ વ્રતના સંક્ષેપરૂપ દેશાવળાશિકમાં (દિશિપરિમાણ વ્રતના અતિચારે ઉપરાંત) આ અતિચારો જુદા સમજવા અને શેષ વ્રતમાં વધ-બંધન વગેરે અતિચારે તે ત્યાં કહ્યા તે દરેક વ્રતના દેશાવગાશિકમાં પણ તેજ જાણવા. હવે પિષધવ્રતના અતિચારે જણાવે છે કે
मूल-संस्तारादानहानान्यप्रत्युप्रेक्ष्याऽप्रमृज्य च ।
अनादरोऽस्मृतिश्चेत्य-तिचाराः पौषधव्रते ॥२७॥ અર્થાત્ ૧. સારકારપ્રેક્ષ્યાપ્રસૃજ્ય- સંસ્તારક એટલે અઢી હાથને સંથારો, ઉપલક્ષણથી સાડા ત્રણ હાથની શય્યા તથા પૌષધશાળા વગેરે વસતિ એ ત્રણેને અપ્રત્યુપ્રેક્ષ્ય એટલે દષ્ટિથી સર્વથા જોયા વિના, અપ્રમૂજ્ય એટલે ચરવળા વગેરેથી સર્વથા પ્રમાર્યા વિના, કે ઉપલક્ષણથી જેમ તેમ જોઈને પ્રમાઈને વાપરવાં તે પ્રથમ અતિચાર.
૨. અપ્રત્યુપ્રેક્ષ્ય- અપ્રસૃજ્યાદાન– પાત્રો, પુસ્તક, વગેરે કોઈપણ ચીજ જોયા કે પ્રમાર્યા વિના અથવા જેમ તેમ જોઈ પ્રમાઈને આદાન એટલે લેવાથી અને (ઉપલક્ષણથી) મૂકવાથી
૩. અપ્રત્યુપેશ્યાપ્રસૃજ્યહાન- સ્થંડિલ, માત્રુ, શ્લેષ્મ, ઘૂંક, કફ, કે સંયમમાં નિરૂપયેગી બનેલી કોઈ પણ વસ્તુને ચા – પ્રમાર્યા વિના કે જેમ તેમ ઈ-પ્રમાઈને હાન- સર્વથા તજવાથી (પરઠવવાથી).