________________
૧૨૮
ધમસિંહ ગુ. ભાવ સારોદ્ધાર ગા. ૫૪
મેળવવી તે નિર્લંછન કર્મ છે. પહેલા વ્રતમાં જીવવા કે સુખ ભોગવવા માટે હિંસા અને અહીં આજીવિકા માટે હિંસા એમ ભેદ જાણો.)
૩. દવાગ્નિદાન - ગામ, નગર વગેરે સળગાવવાથી લો કે તેમાં રોકાઈ જાય તેથી ચોરી લૂંટ સરળતાથી કરી શકાય એવા ઈરાદાથી, કે જુનું ઘાસ કે ખેતરમાં કાટા વગેરે બાળી નાખવાથી નવે પાક સારે થાય એવા આશયથી, દવ સળગાવવા, કુતૂહલથી જયાં ત્યાં અગ્નિ સળગાવો, મરનારને પુણ્ય માટે અમુક દાવાનળ કરવાનું કહેવું, પુણ્ય બુદ્ધિથી જંગલે સળગાવવાં, વગેરે દવદાન કર્મ જાણવું. અંગારકર્મમાં ધન કમાવા માટે અને અહીં વૈરભાવથી, પુણ્યાર્થે કે કુતૂહલથી એમ ભેદ જાણ.
૪. સર:શોષણ કમ– જળાશને શોષવાં, સૂકવી દેવાં, ખાલી કરવા (જેમ કે ખેતી માટે કે માછલાને પકડવા પાણી સૂકવવું, મીઠાના અગર સૂકવવા, માછલાંને સૂકવીને વેચવા વગેરે) આવા કાર્યોમાં અપકાય વગેરે સ્થાવર અને પિરા, માછલાં, દેડકાં, જળ વગેરે ત્રસ, એમ છકાય જીવોની ઘેર હિંસા થાય.
૫. અસતીષણ – દુરાચારીણી સ્ત્રીનું તથા પિપટ, સૂડા, કૂતરાં, બીલાડાં, વગેરેનું પિષણ કરવું -પાળવાં, ભાડું કમાવા માટે (ગોલ દેશના રીવાજ પ્રમાણે) કુલટા દાસી વગેરેને રાખી વ્યભિચાર પિષ વગેરે સર્વ મહાપાપ છે.
એમ પંદર ય પ્રકારે આકરાં કમને બંધ કરાવનારા હેવાથી તેને કર્માદાને કહ્યાં છે. સામાન્ય શ્રાવકે પણ તેને તજવાં જોઈએ. આ ઉપરાંત પણ બીજા પાપકર્મો ઘણું છે, આ પંદર તે દિશા સૂચન પૂરતાં જ છે, માટે સર્વ મહાપાપોને તજવાં.
એ રીતે દરેક વ્રતના પાંચ પાંચ અતિચારે કહ્યા તે પણ દિશાસૂચન રૂપ જાણવા. પ્રત્યેક વ્રતમાં નિયમના ખ્યાલ વિના સહસા, અતિક્રમ, વ્યતિક્રમ કે અતિચારથી, વિસ્મરણથી કે બુદ્ધિની મંદતાથી, વતરક્ષાની ભાવના છતાં ભંગ થાય તે સર્વ અતિચારે જાણવા, એમ ઉપાસકદશાંગની ટીકામાં પણ કહ્યું છે. ભલી આ કર્માદાને સ્વયં મહાપાપરૂપ છે, તે પણ તેને અતિચારે કહ્યા, તેનું કારણ એ છે કે ખરકર્મના ત્યાગીને અજાણતાં, વિસ્મરણ કે સહસા થઈ જાય ત્યારે તે અતિચાર ગણુંય, ઇરાદાપૂર્વક કરે ત્યારે તે વ્રતભંગ થાય, વગેરે યેગશાસ્ત્ર ટીકા આદિમાં કહ્યું છે. એમ ભજન અંગે પાંચ અને બરકર્મોના પંદર મળી વીશ અતિચારે સાતમા વ્રતના કહ્યા, હવે આઠમા વ્રતના અતિચારે કહે છે.
मूल-प्रोक्तास्तृतीये कन्दर्पः, कौत्कुच्य भोगभूरिता ।
संयुक्ताधिकरणत्व', मौखर्य' च गुणव्रते ॥२४॥