________________
પ્ર. ૩. શ્રાવકનાં સાતમા વ્રતનાં અતિચારે
૧૨૭ ચા, તમાકુ, બીડી, સીગારેટ, કોફી, દારૂખાનું, પિોટાશ, ખગોળા, વગેરે ઘણા ત્રસાદિ જેની હિંસાનું કારણ હેવાથી તે વેપાર તજવો જોઈએ.
૩. રસનો વ્યાપાર – તેમાં રસ એટલે માંસ, મધ, દારુ, માખણ, ચરબી, મજજા, તથા દૂધ-દહી –ઘી-તેલ-ગોળ વગેરે સઘળી રસદાર વસ્તુઓ, તેમાં માંસ વગેરે તે અસંખ્ય ત્રસજીવમય હોય છે અને દૂધ-દહી વગેરેમાં ઊડતા કે ચઢેલા જીવોની મોટી હિંસા થાય છે, માટે (દરેક આસ, સ્પીરીટ, તેજાબ, મુરબ્બા, અથાણાં, ફીનાઈન તથા વિવિધ હિંસાથી થતી દવાઓને) વ્યાપાર પણ રસવાણિજ્ય જાણવું.
૪. કેશને વ્યાપાર – અહીં કેશ અને ઉપલક્ષણથી જીવો દાસ-દાસી, ગાય, ઘેડાં, ઘેટાં, બકરાં, ઊંટ વગેરેને વ્યાપાર (અન્યત્ર વાળ, ઊન, ચામર, પીંછાં વગેરેને વ્યાપાર તથા કન્યાવિક્રય કે સાટાં પેટાં કરાવી કમાવું) તે સર્વ કેશ વાણિજ્ય જાણવું.
૫. વિષને વ્યાપાર – દરેક જાતના ઝેર અને ઉપલક્ષણથી તલવાર, બંદૂક, ભાલે, શૂળી, કોશ, કુહાડા, પાવડા, ત્રિકમ, કોદાળી અને હળ વગેરેને વ્યાપાર તે વિષવાણિજય જાણવું, અજેનો પણ કહે છે કે કન્યાવિક્રય, વરવિક્રય, રસવિક્રય અને વિશ્વવિક્રય કરનારા નરકગતિમાં જાય છે. યોગશાસ્ત્રની ટીકામાં રેટને વિષવેપાર કહ્યો છે, પણ વંદિત્તાની ટીકામાં કહ્યા પ્રમાણે અહીં તે યંત્રપિલ્લણમાં કહેવાશે. એ પ્રમાણે પાંચ પા૫વ્યાપારે જાણવા.
હવે પાંચ સામાન્ય કર્મો કહે છે.
૧. યંત્રપિટલણ કમ– વસ્તુને વાટવાનાં નિશા -વાટે, ખાંડણીઓ, સાંબેલું, ઘરટી, પાણીના રેંટ, કાંચકી- કાંચકા, લીખીયા, વગેરેને વેપાર તથા ઘાણી – કોલ, ફેકટરી વગેરેથી શેરડી-તલ-અનાજ વગેરે પીલવાં, તલ – બીયાં વગેરેને દલિદે કરે, પાણીના પંપ– બેરિંગ વગેરે ચલાવવાં ઇત્યાદિ તથા વરાળ, પેટ્રોલ કે વિજળીથી ચાલતી ફેકટરીઓ, મીલ, જીનપ્રેસ ચલાવવાં કે ખેતીનાં કે ઘાસ વગેરે કપાવવાનાં સાધનોથી આજીવિકાને મેળવવી તે સર્વ યંત્રપિલ્લણકર્મ જાણવું. (વ્યાપારમાં મંત્રાદિના વેપારથી અને અહીં તેને ચલાવવાથી કમાણી કરવી એમ ભેદ છે.)
ર. નિર્વાઇનકમ – ગાય વગેરેનાં કાન, ગળકંબળ, શીંગડાં, પૂછડાં વગેરે કાપવાં, નાક વિંધવા, ઘોડાઓને આંકવા, સાંઢને ખસી કરી બળદ કરવા-ડામ દેવા, ઊંટની પીઠ ગાળવી, વગેરે (માંદા કે રીબાતાંને ઝેર વગેરેથી મારી નાખવાં, વાંદરાઓના અંડકોષ, રીંછભૂંડના વાળ, દેડકાનાં કાળજાં, વાછરડાંના લેહી, માછલાંના તેલ વગેરેથી દવાઓ બનાવવી, ગર્ભ ગળાવવા – પડાવવા, નસબંધી કે ગર્ભાશયનાં ઓપરેશન કરવાં, ખાંપણને વેપાર કર, ડી. ડી. ટી. વગેરેથી પ્રાણીઓને મારી નાખવા, ઊંદરે, વાંદરા, રેઝ, કૂતરાં, તીડ વગેરેને નાશ કરે, કૂટણખાનાં ચલાવવાં, શૂળી-ફાંસી વગેરે દેવી, એમ વિવિધ હિંસા કરી આજીવિકા