________________
પ્ર. ૩. શ્રાવકનાં આઠમા વ્રતનાં અતિચારે
૧૨૯
અર્થાત્ ત્રીજા ગુણવતમાં કન્દર્પ, કકુરય, ભેગભૂરિતા, સંયુકતાધિકરણ પણું અને મુખતા, એ પાંચ અતિચારે કહ્યા છે. તેમાં
૧. કન્દપ- રાગથી હજનક વિષયની વાત કરવી, તે પહેલે અતિચાર વાસ્તવમાં શ્રાવકે માહજનક વાતે કરવી કે છૂટા મુખે હસવું વગેરે ઉચિત નથી. હાસ્ય ન રોકાય તે પણ સ્વલ્પ- મુખને ચહેરે બદલાય તેથી અધિક હસવું ન જોઈએ.
ર. કૌ૯- ભાંડ, ભવૈયા, ફાતડા વગેરેની જેમ હાથ, મુખ, સ્તન, નેત્ર, વગેરેથી વિકારી ચેષ્ટા –ચાળા કરવા. આને કીકુચ્ચ પણ કહેલું છે. શ્રાવકે બીજા હસે તેવી અને શાસનની કે પિતાની લઘુતા થાય તેવી ચેષ્ટાઓ કરવી ઉચિત નથી, છતાં પ્રમાદથી થઈ જાય તે અતિચાર છે. આ બન્ને અતિચારે પ્રમાદાચરણ નામને ચોથા અનર્થદંડના છે.
૩. ભેગભૂરિતા - સ્નાન, પાન, ભજન, વગેરે ભેગની તથા વસ્ત્ર, અલંકાર, વગેરે ઉપગની વિવિધ સામગ્રીને સંગ્રહ અધિક રાખવાથી અધિક વપરાય, બીજા માંગે ત્યારે આપવી પડે, ઘરના માણસને પણ અધિકાધિક વાપરવાની કુટેવ વધે, તેથી હિંસા વધી જાય. શાસ્ત્રમાં જણાવ્યું છે કે શ્રાવકે કારણે સ્નાન ઘેર કરવું જોઈએ, જળાશયમાં મહાહિંસા થાય, છતાં જળાશયે જવું પડે તે પણ તેલ, આમળાં, સાબૂ વગેરેને ઉપયોગ ત્યાં નહિ કરે, સ્નાન પણ થે ડું પાણી પાત્રમાં લઈ સૂકાઈ જાય તેમ દર બેસીને કરવું, કારણ કે સ્નાનનું મેલું પાણી જળાશયમાં જવાથી ઘણા સંમૂઈિમ મનુષ્યોની ઉત્તપત્તિ થાય. વાપરવાનાં પુષ્પ વગેરે પણ પરિમિત રાખવા, વગેરે શ્રાવકના આચારથી ધર્મની રક્ષા થાય.
૪. સંયુક્તાધિકરણતા – ઘરંટી, સાંબેલું, ખાંડણીઓ વગેરે (જેનાથી હિંસાના કારણે જીવ દુર્ગતિને અધિકારી બને તે સર્વ) અધિકરણો કહેવાય. માટે કામ પૂર્ણ થતાં તેને છૂટાં કરી અલગ સ્થાને મૂકવાં, કે જેથી બીજા માગે નહિ માગે તે પણ નિષેધ કરી શકાય. ગાડા સાથે ધૂંસરી, ખાંડણીયા સાથે સાંબેલું, હળ સાથે કેશ, ફાળ, ઘંટી સાથે ખીલડો – માંકડી ઉપરનું પડ વગેરે જોડી રાખવાથી ત્રીજા હિંસાપ્રધાન અનર્થદંડમાં અતિચાર
લાગે.
૫. મુખરતા- વિના કારણ વગર વિચાર્યું કે ધીઠ્ઠાઈથી અસભ્ય સંબંધ વિનાનું બેલાથી નિરર્થક કર્મ બંધ થાય, વૈર-વિરોધ થાય, કે સાવધ બેસવાથી હિંસા થાય, એમ મુખરતાથી પાપપદેશ નામને અનર્થદંડ ષિાય, માટે અતિચાર. પહેલા અપધ્યાન અનર્થદંડમાં તે અજાણતાં ખ્યાલ વિના મુહૂર્ત ઉપરાંત દુર્ગાન થવાથી અતિચાર લાગે. કંપ વગેરે પણ જાણી સમજીને કરે તે વ્રતભંગ થાય, એમ ધર્મબિંદુની ટીકામાં કહ્યું છે.
હવે સામાયિક વ્રતના અતિચારો કહે છે.