________________
૧૧૪
ધર્મ સંગ્રહ ગુ૦ ભા૦ સાદ્ધાર ગા, ૫૦
મૂત્ર-જિતસ્તતિવાદ, મિઝો મિસ્તથા
दुप्पक्षाहार इत्येते, दैतीयिके गुणबते ॥२०॥ અર્થાત સજીવ, સજીવ સાથે વળગેલું અજીવ, અંશે સજીવ અને અશે નિર્જીવ તે મિશ્ર, આસો તથા કાચું – પાકું, એ પાંચ પ્રકારની વસ્તુ વાપરવાથી બીજા ગુણવ્રતમાં (ભજન અંગે) પાંચ અતિચારો જાણવા. તેમાં
૧. સજીવ એટલે જીવસહિત, જેવા કે- કંદ, મૂળ, ફળ, અનાજ, કાચું લૂણ, પાણી, સર્વ કાચી વનસ્પતિ વગેરે. તેમાં જેણે સચિતને સર્વથા ત્યાગ કર્યો હોય તે અનુપગથી તથા વગર વિચાર્યું સહસાત વાપરે, કે ઈચ્છારૂપ અતિક્રમ, વ્યતિક્રમ વગેરે કરે અને જેણે અમુક સચિત્ત વસ્તુ કે અમુક પ્રમાણથી અધિક સચિત્તને ત્યાગ કર્યો હોય, તે અનુગાદિથી નિયમ ઉપરાંત વાપરે કે અતિક્રમાદિ સેવે તે અતિચાર અને જાણીને વાપરે તે વ્રતભંગ થાય.
૨. સચિત્ત પ્રતિબદ્ધ- એટલે સચિત્ત સાથે વળગેલું અચિત્ત, જેવાં કે વૃક્ષ ઉપર નીતરેલ ગુંદર, અચિત્ત પણ વૃક્ષ સાથે લાગેલાં ફળો, અંદર ગોટલી, બીજ, વગેરે હોય તેવાં કેરી, ખજૂર, વગેરે પાકાં ફળ, ઈત્યાદિ સર્વ સચિત્ત પ્રતિબદ્ધ કહેવાય. સચિત્તના ત્યાગીને તે અનાગ, સહસાકારે ખાવાથી કે અતિક્રમ વગેરે કરવાથી, અને વતરક્ષા માટે સચિત્ત બીજ વગેરે કાઢીને પણ તુર્ત ખાવાથી અતિચાર લાગે. જાણીને કે બીજ સહિત ખાય તે વ્રતભંગ થાય.
૩. મિત્ર- એટલે પૂર્ણ ત્રણ ઉકાળા વિનાનું પાણી, દાડિમ, બીજ, ચીભડાં વગેરે સચિત્ત વસ્તુવાળા પૂરણ, સચિન તલથી યુક્ત અચિત્ત જળ, તુર્ત દળેલો અણચાળેલો લેટ, વગેરે સચિત્ત સહિત (મિશ્ર) છતાં અચિત્ત સમજીને કે અનાગ વગેરેથી ખાય તે સચિત્તના ત્યાગીને સચિત્તસંમિશ્ર નામે અતિચાર લાગે.
૪. અભિષવ આહાર– એટલે ઘણી વસ્તુ એકઠી કહોવરાવીને કાઢેલા રસ આસો, દરેક જાતનું માંસ, દારુ, તાડી વગેરે, જેમાંથી માદક રસ ઝરે તેવાં મહુડાં, વગેરે કામની વૃદ્ધિ કરનારા પદાર્થો અજાણતાં કે સહસા ખવાઈ જાય ત્યારે સચિત્ત ત્યાગીને અતિચાર લાગે.
૫. દુષ્પવહાર– અર્ધ સેકેલા પખ, પાપડી, તાંદળજો વિગેરે તથા પૂર્ણ નહિ પકવેલાં અનાજ, કોરડુ મગ વગેરે, પકવવા છતાં કાગાં રહેલાં કઠોળ, ફળ વગેરે, તથા પૂર્ણ પાક્યા-સેકળ્યા-રાંખ્યા વિનાની વસ્તુઓ, તે આ ભવમાં રોગ વગેરેનું તથા પરેલેકમાં દુર્ગતિનું કારણ છે, છતાં આ ચીજોને અચિત્ત માનીને ખાય તે અતિચાર લાગે.
કેટલાક અપવા હારને જુદો અતિચાર માને છે પણ તે સચિત્ત આહારમાં ગણાય, અને કોઈ તુછ ઔષધિને પણ સ્વતંત્ર અતિચાર કહે છે તે પણ અપવ હોય તે સચિત્તમાં